Columns

માથું ટેપિંગ શું છે?

અરે, આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે. દરરોજ કોઈને કોઈ વિચિત્ર ટ્રેન્ડ કે ટિપ વાયરલ થતી રહે છે. તાજેતરમાં જ માઉથ ટેપિંગને લઈને એક ટ્રેન્ડ વાયરલ થયો છે! કદાચ, આ સાંભળીને તમે માથું પકડી લેશો. એક મારાં મિત્ર છે, નામ છે પ્રદિપ.ખરેખર પ્રદીપને રાત્રે સારી ઊંઘ આવતી નથી, જેનાં કારણે તેઓ દિવસભર થાકેલા રહે છે. તેણે સારી ઊંઘ લાવવાનો દાવો કરતા સોશિયલ મીડિયા પર વાયરલ ટ્રેન્ડ વિશે વાંચ્યું હતું. આ ટ્રેન્ડ એટલે માઉથ ટેપિંગ. પ્રદીપે એ બધું જોયું અને પોતે પણ પ્રયત્ન કર્યો હતો! પરિણામ શું આવ્યું, જાણો છો? એ મધ્યરાત્રિએ હાંફતા હાંફતા જાગી ગયો હતો.

તેનો શ્વાસ થંભી ગયો હતો. આ ટ્રેન્ડના કારણે પ્રદિપનો જીવ જોખમમાં મૂકાય ગયો હતો! હવે પ્રદીપ ઈચ્છે છે કે અમે અમારા વાચકોને આ વાયરલ ટ્રેન્ડ વિશે જણાવીએ, જેથી તેઓ આ અંગે સજાગ રહે. તો સૌથી પહેલા જાણી લો કે આ માઉથ ટેપિંગનો ટ્રેન્ડ શું છે? માઉથ ટેપિંગના ટ્રેન્ડમાં સારી ઊંઘ આવે એ માટે મોંઢા પર ટેપ લગાવવામાં આવે છે. આ અનુનાસિક શ્વાસ તરફ દોરી જાય છે એટલે કે નાક દ્વારા શ્વાસ લેવામાં આવે છે.

અનુનાસિક શ્વાસના પોતાના કેટલાક ફાયદા છે. જેમ જેમ એલર્જન ફિલ્ટર થાય છે, એટલે કે જે વસ્તુઓ એલર્જીનું કારણ બની શકે છે તે શરીરમાં પ્રવેશી શકતી નથી. શરીરનું તાપમાન વધુ સારી રીતે નિયંત્રિત થાય છે. બ્લડપ્રેશર પણ નિયંત્રિતમાં રહે છે. મોંઢાથી શ્વાસ લેવાથી મોંઢુ શુષ્ક થાય છે, જે અનુનાસિક શ્વાસ દ્વારા ટાળી શકાય છે. મોંઢામાંથી વાસ નથી આવતી. નસકોરા પણ બંધ થઈ જાય છે. શું આ વાત સાચી છે? ખરેખર આ કામ કરે છે? અત્યાર સુધી જેટલા પણ અભ્યાસો, સંશોધનો થયા છે તે તમામ પરિણામોની પુષ્ટિ થઈ નથી. હાલમાં ડોકટરો દ્વારા માઉથ ટેપિંગ અંગે કોઈ સલાહ આપવામાં આવી રહી નથી. એવા કોઈ પુરાવા નથી કે માઉથ ટેપિંગ ઊઘની વિકૃતિઓમાં મદદ કરે છે. ઊલટાનું એવું જાણવા મળ્યું છે કે મોંઢા પર ટેપ મારવાથી એલર્જી થઈ શકે છે, જ્યારે ટેપ કાઢી નાખવામાં આવે છે, ત્યારે તે દુઃખે છે. ખાસ કરીને એવા લોકો જેમના મોંઢાની આસપાસ વધુ વાળ હોય છે. રાત્રે સૂતી વખતે મોંઢામાં ટેપ લગાવવાથી ઘણાં લોકોને ચિંતા થાય છે, ઊંઘમાં ખલેલ પહોંચે છે.

  • એના કરતાં જો સારી ઊંઘ લેવી હોય તો ડોક્ટરો આવી સલાહ આપે છે.
    રજાના દિવસે પણ સૂવાનો અને જાગવાનો સમય નિશ્ચિત હોવો જોઈએ.
  • સ્વસ્થ વાતાવરણમાં સૂવું જોઈએ.
  • કસરત કરવી જોઈએ.
  • રાત્રે સૂવાના બે કલાક પહેલાં કસરત ન કરો.
  • દિવસ દરમિયાન બને તો સૂવું જોઈએ નહીં.
  • જો તમને દિવસ દરમિયાન ઊંઘવાની આદત હોય તો અડધા કલાકથી ઓછી ઊંઘ લો.
  • સૂવાના સમયે છ કલાક પહેલાં કોફી ન પીવી જોઈએ.
  • ભારે કંઈપણ ખાધા પછી રાત્રે તરત જ ઊંઘી ન જશો, તેનાંથી એસિડિટી થઈ શકે છે, પરિણામે ઊંઘ ખરાબ થઈ જાય છે.
  • સૂવાના એક કલાક પહેલા મોબાઈલનો ઉપયોગ ન કરો, મોબાઈલ ફોનને પોતાનાથી દૂર રાખો.
  • સૂતા પહેલા પુસ્તક વાંચો અથવા હળવું સંગીત સાંભળો.
    આ ટિપ્સ ફોલો કરવાથી મોટાભાગના લોકોને યોગ્ય ઊંઘ આવે છે અને દવાની જરૂર નથી પડતી.
    ડૉક્ટરો અને નિષ્ણાંતો પાસે કોઈ પુરાવા નથી કે આ વાયરલ ટ્રેન્ડ સંપૂર્ણપણે કામ કરે છે. તેથી જો તમે સારી રીતે સૂવાની આવી કોઈ તરકીબ અજમાવવાનું વિચારી રહ્યા હોવ તો ચેતી જજો. ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી ટીપ્સને અનુસરો. જો બરાબર ઊંઘ ન આવતી હોય તો પછી ડૉક્ટની સલાહ લો.

Most Popular

To Top