Top News

More Posts

   The Latest

Most Popular

ઉમરગામ: (Umargam) પતિના ત્રાસથી કંટાળીને પત્ની (Wife) પિયર જતી રહી હતી, જેને પરત ઘરે આવવા પતિ (Husband) દબાણ કરતો હતો, પરંતુ પત્નીએ આવવાની ના પાડી દીધી હતી. આ દરમિયાન ઉમરગામમાં રોડ ઉપર રિક્ષાની રાહ જોઈને ઉભેલી પત્ની ઉપર હેવાન પતિએ પેટ્રોલ છાંટી આગ ચાપી હત્યા (Murder) કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. ગંભીર રીતે દાઝી ગયેલી પત્નીને સારવાર માટે દમણની મરવડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

  • હંમેશા શંકા રાખી મારઝુડ કરતાં પતિથી કંટાળીને પત્ની બે સંતાનો સાથે પિયર ચાલી ગઈ હતી, ઘરે પરત લઈ જવા દબાણ કરતો હતો
  • પતિ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને આવ્યો હતો, આસપાસ ઉભેલા લોકો દોડી આવી મહિલાના શરીરે પાણી નાખી આગ ઓલવી
  • ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાને સારવાર માટે દમણની મરવડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

32 વર્ષના કામીનીબેનનો પતિ જીગ્નેશ રમેશ રાજપુત ઉમરગામ ટાઉન ભાઠા ફળિયા માછી મંદિરની સામે રહે છે, તેનો પતિ તેણી ઉપર વહેમ રાખી ઝઘડો અને મારઝૂડ કરતો હતો જેથી તેણે કંટાળીને અગલ પોતાના પિયર ઉમરગામ ટાઉન પેરમ ફળ્યું મચ્છી બજારમાં પોતાના બે સંતાનો સાથે રહે છે અને ઉંમરગામ સંઘવી કંપનીમાં નોકરી કરે છે. સોમવારે સવારે પોણા નવેક વાગ્યે તેણી નોકરીએ જવા ઉમરગામ કન્યા શાળાની સામે રોડ ઉપર રિક્ષાની રાહ જોઈને ઉભી હતી ત્યારે તેનો પતિ જીગ્નેશ ત્યાં આવી પહોંચ્યો હતો અને સાઇટ પર લઈ ગયો હતો અને સાસરીમાં આવવા દબાણ કરતા હતો, તેણીએ આવવાની ના પાડી દીધી હતી.

જેથી આવેશમાં આવી જીગ્નેશે તેના હાથમાં એક પ્લાસ્ટિકની નાની બોટલમાં સાથે લાવેલું પેટ્રોલ જેવું પ્રવાહી પત્ની કામિનીના માથા ઉપર નાખીને લાઈટર વડે આગ ચાંપી સળગાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને ભાગી ગયો હતો કામીનીબેન શરીરે ગંભીર રીતે દાઝી ગઇ હતી. આસપાસ ઉભેલા લોકો દોડી આવી પાણી નાખી આગ ઓલવી હતી આ ઘટનામાં કામિનીબેન ગંભીર રીતે દાઝી જતાં શરૂઆતમાં સારવાર માટે ઉમરગામની મમતા હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે દમણ મરવડ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ બનાવની ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

To Top