SURAT

બહેનના લગ્ન માટે પૈસાની જરૂર હોવાથી મજબૂર ભાઈનો એટીએમ મશીન તોડવા પ્રયાસ

સુરત : શહેરના લિંબાયત વિસ્તારમાં આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકના (Bank) એટીએમ (Atm) મશીન તોડવાની કોશિશ કરનાર આરોપીને ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ઝડપી પાડ્યો હતો. આરોપીએ બહેનના લગ્ન માટે પૈસાની જરૂર હોવાથી આ ગુનાહીત પ્રવૃત્તિ કરી હોવાનું સામે આવ્યું હતું.ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમા (Petroling) હતી ત્યારે લિંબાયત મહાપ્રભુનગર ચાર રસ્તા પાસે એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરનાર આરોપી ઉભો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે આરોપી ઈયાજ અહેમદ નિયાજ અહેમદને પકડી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા પોતે ડ્રાઈવિંગનું કામકાજ કરતો હોવાનું જણાવ્યું હતું.

બેન્કનુ એ.ટી.એમ. મશીન તોડી પૈસા મેળવવાનો પ્લાન ઘડ્યો
તથા પોતે પરિવારનો મોટો પુત્ર છે અને પોતાના પરીવારની આર્થિક પરીસ્થિતિ ખરાબ છે. તેની સગી બહેનના આગામી નવેમ્બર મહિનામાં લગ્ન નક્કી થયા છે. બહેનના લગ્ન કરવા માટે ઝડપથી પૈસા એકઠા કરવા ત્રણેક દિવસ પહેલા રાત્રે મહાપ્રભુનગર પાસે બેન્કનુ એ.ટી.એમ. મશીન તોડી પૈસા મેળવવાનો પ્લાન ઘડ્યો હતો. આ અંગે લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાંચે આરોપીને પકડીને લિંબાયત પોલીસને સોંપી વધારે કાર્યવાહી હાથ ધરી છે.

મકાનની ચાવી ખોવાઈ ગયાના મહિનાઓ બાદ ઘરમાંથી 2.45 લાખની ચોરી
સુરત: અમરોલી કોસાડ રોડ પર મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવકના મકાનમાંથી લોનના મુકી રાખેલા 1.50 લાખ રોકડ તથા દાગીના મળી 2.45 લાખની ચોરી થયાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.ન્યુ કોસાડ રોડ પર આશીર્વાદ હાઈટ્સમાં રહેતા 27 વર્ષીય દેવારામ સાવકારામ દેવાશી મુળ રાજસ્થાનના વતની છે. તેઓ કતારગામ રત્નમાલા સર્કલ પાસે સુમંગલ મેડીકલની દુકાનમાં નોકરી કરે છે. ત્રણેક મહિના પહેલા તેમણે હોમલોન કરાવી હતી. લોન ભરવા માટે રૂપિયાની જરૂર હોવાથી તેમના જીજાજી પાસેથી 1.50 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ પૈસા ઘરના કબાટમાં રાખ્યા હતા. ગઈકાલે દેવારામની પત્નીને રૂપિયાની જરૂર હોવાથી કબાટ ખોલીને જોતા લોકરમાંથી રોકડા રૂપિયા ગાયબ હતા. ઘરની ચાવી થોડા દિવસ પહેલા ખોવાઈ હતી. આ ચાવી પણ મળી આવી નહોતી. કબાટના લોકરમાંથી રોકડ સિવાય સોના ચાંદીના દાગીના મળી કુલ 2.45 લાખની ચોરી થયાનું ધ્યાને આવ્યું હતું. જેતી અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top