Dakshin Gujarat

‘મારામાં મરવાની હિંમત નથી, હું જીવતો રહીશ’નો મેસેજ કરી કમલાપોરનો યુવાન ગુમ

માંડવી: માંડવીના (Mandvi) કમલાપોરના રાજપૂત ફળિયામાં (Rajput Faliya) રહેતો યશપાલસિંહ કિશોરસિંહ રણા ગુમ (Missing) થઈ ગયો હતો. માંડવીમાં દુકાનેથી ગતરોજ બપોરે તેના પિતાને મોબાઈલ ફોન પર મેસેજ કર્યો હતો. અને તેમાં લખ્યું હતું કે, તમને બધાને મારા લીધે તકલીફ થાય છે, અને એટલે હું બધાથી દૂર જાઉં છું. મારામાં મરવાની હિંમત નથી. અને હું જીવતો રહીશ. પરંતુ સહનશક્તિ કરવાની મારી હિંમત નથી. મને ગમે ત્યાં બાપજી રાખશે, ત્યાં જીવી લઈશ. હું બધાને પ્રેમ કરતો રહીશ તેવા મસેજ કરી ઘર છોડી ચાલ્યો ગયો હતો. જે અંગેની પરિવારના સભ્યોએ ઘર ન આવતા આજુબાજુ તપાસ કરી હતી. પરંતુ કોઈ પત્તો ન મળતાં માંડવી પોલીસ (Police) સ્ટેશનમાં (Station) ફરિયાદ નોંધાવી હતી.

  • તમને બધાને મારા લીધે તકલીફ થાય છે
  • હું તમને વધુ તકલીફ આપ્યા કરું છું.
  • એટલે હું બધાથી દૂર જાઉં છું

નવાપરામાં વિખૂટા પડેલા 4 વર્ષના બાળકનું પાલોદ પોલીસે માતાપિતા સાથે મિલન કરાવ્યું

હથોડા: પાલોદ પોલીસ ચોકી હદ વિસ્તારના નવાપરા ખાતે રહેતા વિનોદ વિધેશ્વરી પ્રસાદનો ચાર વર્ષનો પુત્ર ઘરઆંગણેથી ચાલી નીકળતાં અને ઘરનો રસ્તો ભૂલી જઈ નજીકમાં આવેલા જીઆઇડીસી વિસ્તારમાં ગુમ થઈ ગયો હતો. માસૂમ પુત્ર ગુમ થઈ જતાં વિનોદ વિદેશ્વરી સહિત પરિવારે પુત્રને શોધવા ચારેકોર મથામણ કરી હતી. પરંતુ પત્તો નહીં લાગતાં નજીકમાં આવેલી પાલોદ પોલીસ ચોકીએ દોડી જઈ પુત્રને શોધી આપવા મદદ માંગતાં પાલોદ પોલીસ ચોકીના નવા પીએસઆઇ જે.કે.મૂળિયાએ પાલોદ પોલીસને ગુમ થયેલા બાળકને શોધવા કામે લગાડતાં પાલોદ પોલીસે ગણતરીના કલાકમાં ગુમ થયેલા બાળકને શોધી આપી પરિવાર સાથે મિલન કરાવતાં પરિવારે પાલોદ પોલીસનો આભાર માન્યો હતો.

શેખપુરમાં સગીરા ગુમ
કામરેજ: મૂળ પોરબંદરના વતની અને હાલ કામરેજના શેખપુર ગામે રહેતા પરિવારની 17 વર્ષીય સગીરા બે દિવસ અગાઉ ઘરે માતાને સવારે 11 કલાકે પેટમાં દુ:ખે છે, સોસાયટીના નાકા પર આવેલી દુકાનેથી ઠંડા પીણાની બોટલ લઈને આવું છું કહીને ગયા બાદ ઘરે પરત ન ફરતાં સગીરાના પિતા અને ભાઈને જાણ કરતાં ઘરે આવીને તપાસ કરતાં કોઈ જગ્યાએ ભાળ ન મળતાં આખરે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top