સુરત: વિધાનસભાની ચૂંટણીમાં (Election) સુરતમાં (Surat) જો કોઈ બેઠક પર ભારે ઉત્તેજના હોય તો તે વરાછા રોડની બેઠક છે. આ બેઠક પર...
સુરત: સુરતમાં (Surat) સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં ભાજપના (BJP) ઉમેદવારોના પ્રચાર માટે વરાછા (Varacha) રોડ પર ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથનો રોડ શો યોજી...
સુરત: તેર વર્ષ પહેલાં જ્વેલર્સમાંથી (Jewellers) કરોડો રૂપિયાનું સોનું (Gold) ખરીદીને હાલમાં મહારાષ્ટ્રમાં (Maharastra) બિલ્ડર બની ગયેલા આરોપીને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા...
ગાંધીનગર : આજે જસદણ, પાટડી અને સુરત (Surat) પાસે બારડોલી (Bardoli) ખાતે જનસભાઓને સંબોધન કરતાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે કહ્યું હતું...
ગાંધીનગર : રાજયમાં હવે વિધાનસભાની 182 બેઠક માટે કુલ 1621 જેટલા ઉમેદવારો ચૂંટણી (Election) લડી રહ્યા છે. પહેલા તબક્કાની 89 બેઠક માટે...
ગાંધીનગર : આજે દાહોદના ખરોડમાં ભાજપના (BJP) ઉમેદવારોના સમર્થનમાં જનસભાને સંભોદન કરતાં પીએમ (PM) નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દાહોદમાં હું જેટલી...
ટિમ ઇન્ડિયા (Team India) હાલ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. આ સિરીઝ સમાપ્ત થયા બાદ ટિમ બાંગ્લાદેશનો (Bangladesh) પ્રવસ (travel) ખડશે. આ પ્રવાસને લઇ...
સુરત: (Surat) છાપરાભાઠા ખાતે રહેતા યુવકની બહેનના ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી (Instagram ID) બનાવી અજાણ્યા સાથે અપલોડ કરી ધમકી આપવાના કેસમાં સાયબર...
ફોટબોલ લવરોમાં માથે હમણાં ‘ફૂટબોલ ફીવર’ સવાર છે.ફિફા વર્લ્ડ કપ 2022ના (FIFA World Cup 2022) લીગ મેચોનો જાદુ પણ હમણાં પરવાન ચઢ્યો...
સુરત: (Surat) મહિધરપુરામાં ચેકિંગ કરતાં જ સ્ટેટિક ટીમને એક ગાડીમાંથી રોકડા રૂ.74.80 લાખ મળી આવ્યા હતા, જેમાં ઇનોવા ડ્રાઇવર (Driver) અને એક...
સુરત: (Surat) વેડરોડ ખાતે રહેતી યુવતીને તેનો જુનો મકાન માલિક (Landlord) પીછો કરીને તેની સાથે વાત કરવા બળજબરી કરતો હતો. યુવતીએ વાત...
મુંબઈ : બૉલીવુડના (Bollywood) પીઢ અભિનેતાની (Actor) તબિયતને લઇએ હાલમાં જ એક સમાચાર સામે આવ્યા છે. અભિનેતા વિક્રમ ગોખલે ((Vikram Gokhale) બીમાર...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Election) બે તબક્કામાં યોજાનાર છે. પહેલા તબક્કાનું મતદાન (Voting) 1 ડિસેમ્બરના રોજ થનાર છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન...
નવી દિલ્હી: યુરોપિયન સંસદે (European Parliament) રશિયાને ‘આતંકવાદનું (Terrorism) પ્રોત્સાહિત (Encouraged) દેશ ‘ (Country) જાહેર કર્યો છે. જેનાઅહેવાલો સામે આવી રહ્યા છે....
નવસારી, ખેરગામ: (Navsari) નવસારીના 6 પ્રોહી. લિસ્ટેડ બુટલેગરો (Bootlegger) અને 2 માથાભારે ઈસમોની પાસા હેઠળ નવસારી એલ.સી.બી. પોલીસે (LCB Police) ધરપકડ કરી...
નવી દિલ્હી: વૈશ્વિક ફલક (Global Platform) ઉપર સોશિઅલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ અને અન્ય મોટી મોટો કંપનીઓના બુરા હાલ છે. પહેલા ટ્વીટર...
હું ખોટો નહિ હોઉં તો, હર્ષ સંઘવીને ગુજરાત વિધાનસભાની સહુ પ્રથમ વાર ચૂંટણી લડવાની ટિકિટ મળી તેમાં છાંયડાવાળા ભરતભાઈ શાહનાં પત્ની રાગિણીબહેનનો...
નવી દિલ્હી : પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન અને 1992માં ODI વર્લ્ડ કપ (World Cup) જીતનાર (Winner) કપ્તાન ઈમરાન ખાન (Imran Khan) ફરી...
દિલ્હી: (Delhi) દિલ્હીના પાલમ વિસ્તારમાં એક યુવકે તેના માતાપિતા, દાદી અને બહેન સહિત તેના પરિવારના ચાર સભ્યોને મોતને (Murder) ઘાટ ઉતારી દીધા....
મહેસાણા: ગુજરાત વિધાનસભાને ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં રાજકીય પાર્ટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ આપ અને...
સુરત (Surat): હિન્દુ યુવતીને (Hindu Girl) પ્રલોભન આપી પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કરતા બે વિધર્મી યુવકોને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા માર મારવામાં...
નવી દિલ્હી: ઈ-કોમર્સ (E Commerce) ક્ષેત્રની દિગ્ગજ કંપની Amazon દ્વારા વૈશ્વિક સ્તરે મોટા પાયે છટણીની તૈયારી કરવામાં આવી રહી છે. લગભગ આવતા...
મુંબઈ: અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલીને (Virat Kohli) પાવર કપલ (Power Couple) કહેવામાં આવે છે. ચાહકો પણ બંનેની જોડીને પસંદ કરે...
નવી દિલ્હી: બોલિવુડની (Bollywood) હિટ કોમિડી (Comedy) ફિલ્મની લિસ્ટમાં ‘હેરા ફેરી’નું (Hera Pheri) નામ સૌથી પહેલું આવે છે. ત્યારે હવે આ ફિલ્મનો...
નવી દિલ્હી: બિગ બોસ 16માં (Big Boss 16) અર્ચના ગૌતમ (Archana Gautam) રાજ કરી રહી છે. તેની સૌથી સારી વાત એ છે...
મુંબઈ: T20 વર્લ્ડ કપ 2022માં (T20WorldCup2022) મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટમાં (Indian Cricket) મોટા બદલાવની આશા રાખવામાં આવી રહી હતી. તે અનુસાર...
વડોદરા: સાવલી અને વાઘોડીયા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી મહાનિરીક્ષક અને વરિષ્ઠ આઈએએસ.અધિકારી મનોજ ખત્રીએ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટીના કક્ષની મુલાકાત લીધી હતી.આ...
વડોદરા: વાસણા રોડ પર રહેતા એનઆઇઆર દંપતીને રિવોલ્વરની અણી બંધક બનાવી 41 તોલા સોનું અને રોકડ રકમ સાથે 16.40 લાખની લૂંટના મુખ્ય...
વડોદરા: આજે વડોદરામા પીએમ નરેન્દ્ર મોદી બપોર બાદ ચૂંટણી સભા ગજાવવાના છે. સ્ટેજ પર શહેર જિલ્લાના દસ ઉમેદવારો હશે વડોદરાના સાંસદ સહિત...
નડિયાદ: ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરીષદના હોદ્દેદારોએ મંગળવારે ઉતરસંડા સ્થિત આઈટીઆઈમાં હલ્લાબોલ કર્યો હતો. રાજ્યમાં ત્રીજો નંબર ધરાવતી આઈટીઆઈમાં ટોપી અને બુરખા...
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
સુરત: વિધાનસભાની ચૂંટણીમાં (Election) સુરતમાં (Surat) જો કોઈ બેઠક પર ભારે ઉત્તેજના હોય તો તે વરાછા રોડની બેઠક છે. આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારો પાટીદાર છે ત્યારે આ બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર કુમાર કાનાણી માટે કપરા ચઢાણ બની ગયા છે. કુમાર કાનાણીને ખુદ ભાજપના જ આગેવાનો સાથ આપી રહ્યા નથી અને સાથે સાથે કોરોનાકાળ વખતે રેમડેસિવિર ઈન્જેકશન પુરા પાડી નહીં શકવાને કારણે ડોર ટુ ડોર સંપર્કમાં કુમાર કાનાણીએ ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. નાના વરાછાની કેટલીક સોસા.માં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન કુમાર કાનાણીને પ્રવેશ પણ આપવામાં આવ્યો નહીં હોવાની ચર્ચા ચાલી રહી છે.
ભાજપના જ આગેવાનોમાં ચાલતી ચર્ચા પ્રમાણે, કુમાર કાનાણી છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય છે પરંતુ વરાછા રોડના અનેક પ્રશ્નોનો ઉકેલ લાવી શક્યા નથી. ત્યાં સુધી કે વરાછાને એક સરકારી કોલેજ પણ મળી નહોતી. હમણાં જ્યારે કોલેજ મળી છે ત્યારે આ કોલેજ માટેની પોતાની કોઈ ઈમારત પણ નથી. વરાછાની પ્રજા પોલીસથી માંડીને અનેક પ્રશ્નોથી પિડાતી હતી અને તેમાં પણ કોરોના આવ્યો ત્યારે વરાછાવાસીઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. કુમાર કાનાણી તે સમયે રાજ્યના આરોગ્ય મંત્રી હતા પરંતુ તેમ છતાં પણ વરાછાવાસીઓને મદદ કરી નહોતી. ત્યાં સુધી કે રેમડેસિવિર ઈન્જેકશનની ખૂબ જરૂરીયાત વરાછા રોડ પર હતી ત્યારે કુમાર કાનાણી તેની વ્યવસ્થા કરાવી શક્યા નહોતા અને તેને કારણે વરાછાવાસીઓમાં ભારે રોષની લાગણી છે.
આ ઉપરાંત ગત મનપાની ચૂંટણીમાં પણ કુમાર કાનાણી મંત્રી હોવા છતાં પણ આજ વિસ્તારના ભાજપના ઉમેદવારો હારી ગયા હતા. આ કારણે હવે વરાછાવાસીઓ કુમાર કાનાણીના ડોર ટુ ડોર સંપર્કયાત્રામાં રોષ ઠાલવી રહ્યા છે. કહે છે કે કુમાર કાનાણી દ્વારા તાજેતરમાં નાના વરાછામાં ડોર ટુ ડોર સંપર્ક રાખવામાં આવ્યો હતો પરંતુ નાના વરાછામાં ધનલક્ષ્મી સોસા., ભીડભંજન સોસા., હરેકૃષ્ણ રો હાઉસ, અમીધારા, નંદનવન રો હાઉસ, બજરંગનગર, કૃષ્ણકુંજ તેમજ શુભલક્ષ્મી સોસા.ઓમાં કુમાર કાનાણી અને તેમની ટીમને પ્રવેશ જ આપવામાં આવ્યો નહોતો. જેને કારણે કુમાર કાનાણીને પરસેવો વળી ગયો હતો. જે રીતે વરાછાવાસીઓ પોતાનો આક્રોશ કુમાર કાનાણી સામે ઠાલવી રહ્યા છે તે જોતાં મતદાનમાં કુમાર કાનાણી ત્રીજા નંબરે રહે તો નવાઈ નહી હોય.