Entertainment

પર્સનલ કોમેન્ટ સાંભળતા જ સાજીદ ખાન ગુસ્સે થઈ અર્ચના ગૌતમને મારવા દોડ્યો અને પછી…

નવી દિલ્હી: બિગ બોસ 16માં (Big Boss 16) અર્ચના ગૌતમ (Archana Gautam) રાજ કરી રહી છે. તેની સૌથી સારી વાત એ છે કે અર્ચના પરિવારના તમામ સભ્યોને સ્પર્ધક માને છે. પછી તે અબ્દુ રોજિક હોય કે સાજિદ ખાન (Sajid Khan) . અર્ચના ગૌતમ કોઈની સાથે ઝઘડો (Fight) કરવામાં ડરતી નથી. બિગ બોસના આગામી એપિસોડમાં અર્ચના ગૌતમને ડિરેક્ટર સાજિદ ખાનનો મુકાબલો બતાવવામાં આવશે.

અર્ચના-સાજિદ વચ્ચે જોરદાર ફાઈટ
બિગ બોસ 16 શોનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં પરિવારના તમામ સભ્યો એક કારમાં બેઠા છે. કદાચ સ્પર્ધકોને કારમાંથી બહાર કાઢવાનું ટાસ્ક છે. સાજિદ ખાન અહીં અર્ચના ગૌતમને નિશાન બનાવી તેને ટ્રોલ કરતો જોવા મળે છે ત્યાર બાદ સાજિદ ખાન કહે છે તેણીને બહાર ફેંકી દેવામાં આવી છે, રડતી રડતી કહે છે બહાર ન કાઢો. અર્ચના આ વાતનો જોરદાર જવાબ આપતા કહે છે બ્લેકમેલ કરવાનું તો કોઈ તમારી પાસેથી શીખે. સાજિદ ખાન ફરી ગુસ્સે થઈ કહે છે જે લોકોને કાઢી નાખવામાં આવ્યા છે તેઓ લોકોને લાગે છે તેમનો બાપ આ શો ચલાવે છે. અર્ચના કહે છે – જો મારા પિતા આટલા અમીર હોત તો શો જરૂર ચલાવ્યો હોત, તમે તમારા જ પિતાને કહી દો આ શો તે ચલાવે.

આ સાંભળીને સાજીદ ખાનનો પારો હટી ગયો
અર્ચના ગૌતમનો આ જવાબ સાંભળીને સાજીદ ખાન ગુસ્સે થઈ ગયો. તે ગુસ્સામાં કારમાંથી નીચે ઉતરી અર્ચનાને કહે છે – તેં મારા પિતાનું નામ લીધું છે. નીચે ઉતર, તારી ઓકાત બતાવું. અર્ચના પણ ગુસ્સે થઈ જાય છે અને કહે છે – ફાડીને રાખીશ… અર્ચના ગૌતમનું આટલું કહેતાજ સાજિદ ખાને તેને મારવા માટે દોડે છે. ત્યારે શિવ ઠાકરે અને એમસી સ્ટેન સાજિદ ખાનને રોકી રાખે છે.

બિગ બોસનો આ ધમાકેદાર પ્રોમો જોયા બાદ ચાહકો શો જોવા માટે ઉત્સાહિત થઈ ગયા છે. લોકો અર્ચના ગૌતમની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે સાજિદ ખાનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે સાજિદ ખાન સાથે ઝઘડો કરવાની હિંમત ફક્ત અર્ચના ગૌતમમાં છે. નહિંતર, બાકીના સ્પર્ધકો ફક્ત સાજીદ ખાનની જી હુજરી કરતા રહે છે. સાજિદ ખાન અને અર્ચના ગૌતમ વચ્ચેની આ લડાઈનું પરિણામ શું આવે છે તે જાણવા માટે, તમારે એપિસોડ પ્રસારિત થવાની રાહ જોવી પડશે.

Most Popular

To Top