Entertainment

હેરા ફેરી 3માં અક્ષય કુમારની જગ્યાએ આ હીરો બનશે ‘રાજુ’, સુનીલ શેટ્ટીએ આપ્યું મોટું અપડેટ

નવી દિલ્હી: બોલિવુડની (Bollywood) હિટ કોમિડી (Comedy) ફિલ્મની લિસ્ટમાં ‘હેરા ફેરી’નું (Hera Pheri) નામ સૌથી પહેલું આવે છે. ત્યારે હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ બનવા જઈ રહ્યો છે. દર્શકો ઘણી આતરુતાથી હેરા ફેરી 3ની (Hera Pheri 3) રાહ જોઈ રહ્યા છે આ સાથે જ ચાહકો રાજુ(Raju) એટલે અક્ષય કુમાર (Akashy kumar), બાબુ ભાઈ (Babu Bhai) એટલે પરેશ રાવલ (Paresh Rawal ) અને શ્યામના (Shyam) એટલે સુનીલ શેટ્ટી (Sunil Shetty) કેરેક્ટરની પણ રાહ જોઈ રહ્યા છે. થોડા સમયમાં ફિલ્મ બનવાનું શરૂ થશે ત્યારે હવે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અક્ષય કુમાર આ ફિલ્મ નહીં કરે.

ફિલ્મ ‘હેરા ફેરી 3’ને લઈને સુનીલ શેટ્ટીનું નામ પણ સામે આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિરોઝ નડિયાદવાલા ટૂંક સમયમાં આ ફિલ્મ બનાવશે. સ્ક્રિપ્ટ પર કામ થઈ ગયું છે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. ત્યારે અક્ષય કુમારે આ ફિલ્મ છોડી દીધી છે. બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ હાલમાં જ ડિજિટલ ડેબ્યૂ કર્યું છે. ફિલ્મ ‘ધારાવી બેંક’ 19 નવેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોયે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. સુનીલ શેટ્ટીએ જબરદસ્ત રીતે ફિલ્મનું પ્રમોશન કર્યું છે.

અક્ષય કુમારે 90 કરોડ રૂપિયા માંગ્યા
એક ઈન્ટરવ્યુમાં અક્ષય કુમારે કહ્યું હતું કે તેને સ્ક્રિપ્ટ વધુ પસંદ નથી આવી.તેમની ફિલ્મને લઈને મેકર્સ સાથે કેટલાક ક્રિએટિવ મતભેદો ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં તેણે ફિલ્મમાંથી જ દૂર થવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય કેટલાક લોકોનો એવો પણ દાવો છે કે અક્ષય કુમારે મેકર્સ પાસેથી 90 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, જેને મેકર્સે પૂરી કરવાની ના પાડી દીધી હતી. એટલા માટે અક્ષયે ફિલ્મની ઓફર ફગાવી દીધી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યા કાર્તિક આર્યન લઈ રહ્યો છે. આ ફિલ્મ માટે તે 30 કરોડ ચાર્જ કરી રહ્યો છે.

સુનિલે પ્રતિક્રિયા આપી
જ્યારે સુનીલ શેટ્ટીને આ સમગ્ર વિવાદ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, “અક્ષય આ ફિલ્મનો ભાગ નથી તે સાંભળીને મને આઘાત લાગ્યો છે. જો અક્ષય ફિલ્મમાં નહીં હોય તો હું તેને ખૂબ મિસ કરીશ, કારણ કે દર્શકો રાજુને પસંદ કરે છે અને તે શ્યામની કેમેસ્ટ્રી હતી જે ખૂબ પસંદ કરવામાં આવી હતી. હું ફિલ્મનું શૂટિંગ કરીશ. રાજુ, શ્યામ અને બાબુ રાવની જોડીને ચાહકોએ પસંદ કરી છે. પરંતુ મેં કહ્યું તેમ આવતા સપ્તાહ સુધી હું તમને અક્ષય કુમારનો પરિચય કરાવીશ. અને હેરા ફેરી 3 સંબંધિત કેટલાક અપડેટ્સ આપી શકશે.”

અંગત જીવનની વાત કરીએ તો, આ દિવસોમાં સુનીલ શેટ્ટી પણ પુત્રી આથિયા શેટ્ટીના લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આથિયા શેટ્ટી જાન્યુઆરી મહિનામાં બોયફ્રેન્ડ અને ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ કપલે પોતાનો આઉટફિટ પણ નક્કી કરી લીધો છે. બંને ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલામાં સાત ફેરા લેશે.

Most Popular

To Top