Entertainment

કરોડોની પ્રોપર્ટી હોવા છતાં વિરાટ-અનુષ્કા મુંબઈના આ ફ્લેટમાં ભાડે રહેવા જશે, જાણો કારણ…

મુંબઈ: અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલીને (Virat Kohli) પાવર કપલ (Power Couple) કહેવામાં આવે છે. ચાહકો પણ બંનેની જોડીને પસંદ કરે છે. ક્યારેક આ જોડી પાપારાઝીના કેમેરામાં કેદ થઈ જાય છે તો ક્યારેક બંને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપવા લાગે છે. જોકે, આ વખતે બંને કોઈ અન્ય કારણોસર ચર્ચામાં છે અને તેનું કારણ છે તેમનું નવું ભાડાનું મકાન. હા, અનુષ્કા અને વિરાટે હાલમાં જ મુંબઈમાં એક નવું ભાડાનું ઘર લીધું છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલીએ જુહુમાં 1650 સ્ક્વેર ફૂટના ફ્લેટ માટે 7.50 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. આ ઘરનું માસિક ભાડું 2.76 લાખ રૂપિયા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિરાટ અને અનુષ્કાએ જે ફ્લેટ ભાડે રાખ્યો છે તે ભૂતપૂર્વ ક્રિકેટર સમરજિત સિંહ ગાયકવાડનો છે, જેઓ બરોડાના રાજવી પરિવારના સંતાન પણ છે.

આ કારણોસર ફ્લેટ ભાડે લીધો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ અને અનુષ્કા કોરોનાના સમયગાળા દરમિયાન અલીબાગમાં રહેતા હતા. બંનેને આ જગ્યા એટલી ગમી ગઈ કે તેઓએ અહીં ઘર ખરીદવાનું મન બનાવી લીધું. આ માટે તેઓએ સંબંધિત વ્યક્તિ સાથે વાત કરી અને ઘરની ઈન્ટરીયર ડિઝાઈન નક્કી કરી. આ ફોર BHK ફ્લેટની કિંમત 10.05 કરોડ રૂપિયા છે. આ ઘરમાં બે કાર ગેરેજ, 4 બેડરૂમ રૂમ, 4 બાથરૂમ સાથે 4 એક્સ્ટ્રા રૂમ પણ છે. ત્યાં એક ટેરેસ, આઉટડોર ડાઇનિંગ, ખાનગી પૂલ સાથે સ્ટાફ ક્વાર્ટર્સ અને ઘણી બધી ખુલ્લી જગ્યા છે. આ ઘર 14 થી 18 મહિનામાં તૈયાર થઈ જશે.

કપલ પાસે ગુરગ્રામમાં છે 80 કરોડનો બંગલો
તમને જણાવી દઈએ કે આ કપલનો દિલ્હીની બાજુમાં આવેલા ગુરુગ્રામમાં એક બંગલો છે, જેની કિંમત 80 કરોડ રૂપિયા છે. આ સિવાય વિરાટ-અનુષ્કા પાસે મુંબઈમાં એક એપાર્ટમેન્ટ છે જેની કિંમત લગભગ 34 કરોડ રૂપિયા છે. આ બંનેની મુંબઈના વર્સોવામાં પણ પ્રોપર્ટી છે. આ 3 BHK ફ્લેટ છે જેની કિંમત 10 કરોડ રૂપિયા છે. વિરાટ કોહલી જ્યારે મુંબઈ આવતો હતો ત્યારે તે તેમાં જ રહેતો હતો. જોકે લગ્ન બાદ તેણે આ ફ્લેટ છોડી દીધો હતો. માત્ર ફ્લેટ કે એપાર્ટમેન્ટ જ નહીં, વિરાટ કોહલીની અનેક શહેરોમાં રેસ્ટોરાં પણ છે. અનુષ્કા શર્માએ પણ લગભગ 36 કરોડ રૂપિયાનું વ્યક્તિગત રોકાણ કર્યું છે. આ સિવાય દેશભરના અનેક શહેરોમાં તેની પાસે રિયલ એસ્ટેટ પ્રોપર્ટી છે.

Most Popular

To Top