Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: જિલ્લા ચૂંટણી કચેરી દ્વારા મતદારોને જાગૃત અને તા.5 મી ડિસેમ્બરના રોજ અચૂક મતદાન માટે પ્રોત્સાહિત કરવા અવસર અભિયાન અને સ્વિપ હેઠળ વિવિધ અને અભિનવ કાર્યક્રમો નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર ડો. બી.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહ્યાં છે.તેની એક કડીના રૂપમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોષીના સંકલન થી એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ,કોમર્સ સહિત વિવિધ વિદ્યાશાખાઓ તેમજ ખાનગી શિક્ષણ સંસ્થાઓના મતદાન સંકલ્પ સહી ઝુંબેશ યોજવામાં આવી હતી.જેમાં 1500 થી વધુ યુવાઓ ઉત્સાહભેર જોડાયા હતા.આ યુવાઓએ સંકલ્પ પટલ પર દસ્તખત કરીને વિધાનસભા ચૂંટણીઓમાં અચૂક મતદાન માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.તેઓને મતાધિકારની અગત્યતા સમજાવવામાં આવી હતી.

લોકશાહીનો અવસર ગુજરાત વિધાનસભા લની ચૂંટણી નજીક છે.આ વખતે રાજ્યમાં યુવા મતદારોની સંખ્યા એક કરોડ 15 લાખ 10 હજાર 15 જેટલી નોંધાઈ છે.ત્યારે યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતતા આવે અને મોટી સંખ્યામાં મતદાન થાય તે માટે સ્વિપ દ્વારા આજથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ચૂંટણીલક્ષી જનજાગૃતિ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.તેના ભાગરૂપે સિગ્નેચર કેમ્પનીંગ યોજવામાં આવ્યું હતું.જેમાં યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી બાદ કોમર્સ ફેકલ્ટી ખાતે સિગ્નેચર કેમ્પનીંગ યોજાયું હતું.જ્યારે કોમર્સ મેન બિલ્ડીંગ ખાતે ડીન કેતન ઉપાધ્યાયે વિદ્યાર્થીઓ કે જેઓ યુવા મતદારો છે. તેમના પ્રત્યેક ક્લાસરૂમમાં જઈને મતદાન અંગે પ્રોત્સાહિત કરી જરૂરી માહિતી આપી હતી.

જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ સિગ્નેચર કેમ્પનીંગમાં ભાગ લઈ મતદાન માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાય માહિતી આપતા જણાવ્યું હતું કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા અને જિલ્લા ચૂંટણી અધિકારી વડોદરાની કચેરીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓ જે કોમર્સના છે. જેઓ સૌથી પહેલા અહીંયા સિગ્નેચર કેમ્પનીંગ કરી રહ્યા છે અને ત્યારબાદ ક્લાસરૂમમાં જઈ તેઓ શપથ લેશે.આ પ્રયાસ એમને મતદાન પ્રત્યે જાગૃતતા કેળવવા માટે થઈ રહ્યો છે.અને ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા છે. આજે એમને પોતાના મતની કિંમત અમે સમજાવી છે અને તેમને માર્ગદર્શન આપ્યું છે.

To Top