Vadodara

લગ્ન પ્રસંગમાં ફટાકડાની ચીંગારી ઉડીને આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું

વડોદરા: સમતા વિસ્તારમાં આવેલ એ વન ગાદલાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા તંત્રમાં દોડધામ મચી હતી. સત્વરે ફાયર બ્રિગેડ વીજ કંપનીની ટીમ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદ્નસીબે જાનહાની થતા ટળી હતી.
વડોદરા શહેરમાં સમતા વિસ્તારમાં આવેલું સુરેશ ભજ્યા હાઉસની બાજુમાં આવેલી એ વન ગાદલા નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.જેથી ટીપી ફાયર સ્ટેશનને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી અને તેની સાથે લક્ષ્મીપુરા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.જ્યારે જીઈબીની ટીમ દ્વારા પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો.સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી.જ્યારે ગાદલા બળી જવાથી સામાન્ય નુકસાન થયું હતું.ગાદલાની દુકાનના માલિક પ્રકાશભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે ક્ષમતા ચાર રસ્તા પાસે એવન ગાદલા સેન્ટર નામથી મારી દુકાન આવેલી છે, સામે કોઈ લગ્ન પ્રસંગ છે ત્યાંથી કોઈ ફટાકડાની ચિનગારી આવી ગઈ હોવાથી આગ લાગી છે અહીંથી સ્થાનિકે ફોન કરીને અમને જાણ કરી હતી જો કે તે પહેલા જ ફાયર ની ટીમ આવી ગઈ હતી તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top