Top News

More Posts

   The Latest

Most Popular

લુલિયા વંતૂરની ઓળખ સલમાન ખાનની એક સ્ત્રી મિત્ર તરીકેની છે. મૂળ રોમાનિયાની લુલિયા નથી સલમાન સાથેના સંબંધમાં નિર્ણયાત્મક રીતે આગળ વધી શકી કે નથી ફિલ્મોમાં ખાસ આગળ વધી શકી છે. સલમાનની સ્ત્રી મિત્ર હોય તો પણ ફિલ્મો ન મળે એ તો કાંઇક નવાઇ પમાડે એવું છે. અલબત્ત તે વિદેશી ફિલ્મો અને ટી.વી.માં કામ કરી ચુકી છે. 2008માં તે ‘બુંરાકુ’ ફિલ્મમાં પ્રથમવાર દેખાયેલી અને પછી ‘યુરોપ નોવા’ વડે ટી.વી. પ્રેઝન્ટર તરીકે પણ આવી હતી પણ ઇન્ડિયામાં તો ત્રણેક મ્યુઝિક વિડીયો સિવાય વધુ કરી શકી નથી. સલમાન પહેલાં તેનો મારિયસ માગો નામના નિર્માતા અને સંગીતકાર સાથે અફેર રહી ચૂકયો છે. રોમાનિયાના ખૂબ લાંબા ચાલેલા ટી.વી. શો ‘ડાન્સિંગ વીથ ધ સ્ટાર્સ એલોંગસાઇટ સ્ટિફન બિયાન્કા જૂનિયર’માં એંકર સાથી રહી ચુકેલી લુલિયા ઉંમરના 15 વર્ષથી મોડલિંગ પણ કરે છે.

પણ અભિનેત્રી તરીકે તેની ખાસ ઓળખ નથી. 2011માં તે પહેલીવાર સલમાન ખાનને ડબલીનમાં મળેલી તે વખતે સલમાન ત્યાં ‘એક થા ટાઇગર’ના શૂટિંગ માટે ગયો હતો. સલમાન કરતાં 15 વર્ષ નાની લુલિયા એકટિંગ વર્કશોપ કરી ચુકી છે એટલે અભિનય માટે તત્પર છે એ તો નક્કી. આ અઠવાડિયે લુલિયાની ‘રાધા કયું ગોરી મેં કયું કાલા’ ફિલ્મ રજૂ થઇ રહી છે. ફિલ્મમાં તેની સાથે સલમાન નહીં જિમી શેરગીલ છે. ફિલ્મની વાર્તા એક એક યુવતીની છે જે પોલેન્ડની છે અને નાનપણની કૃષ્ણભકત છે. તે મથુરા અવે છે અને એક નવી સ્ટોરી શરૂ થાય છે. આ ફિલ્મમાં સલમાને પણ એક નાની ભૂમિકા કરી હોવાનું કહેવાય છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થવાની હતી પણ હવે રિલીઝ થશે મથુરા ઉપરાંત વૃંદાવન, આગ્રા, દિલ્હી સહિતના ઉત્તર ભારતના થોડા સ્થળો પર જેનું શૂટિંગ થયું છે એવી આ ફિલ્મ અત્યારના વાતાવરણમાં કેવો દેખાવ કરે છે તે ખબર નથી. આ ફિલ્મમાં તે કૃષ્ણની મીરા બની છે. લુલિયા પ્રયત્નપૂર્વક હિન્દી બોલી શકે છે. ‘રાધા કયું ગોરી મેં કયું કાલા’ ફિલ્મમાં કામ કરવા અંગે તેણે સલમાનની સલાહ લીધી હતી. લુલિયા કહે છે કે તેનો ફિલ્મોમાં કામ કરવાનો લાંબો અનુભવ છે એટલે તેની પર જ ભરોસો કરી શકું છું. •

To Top