Gujarat

બાવળામાં PM મોદીનો હુંકાર: આગામી 25 વર્ષમાં ગુજરાત કેવું બને તે માટેની ચુંટણી

બાવળા : બાવળામાં PM મોદીએ (PM Modi) જનસભા સંબોધી હતી જેમાં તેમણે હુંકાર કરતા જણાવ્યું હતું કે આ ચુંટણી (Election) સરકાર બનાવવાની નથી પણ આગામી 25 વર્ષમાં ગુજરાત (Gujarat) કેવું બને તે માટેની ચુંટણી છે.બાવળામાં મોદીએ જંગી જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસની વાત કરતા મોદીએ જણાવ્યું કે ગુજરાતમાં 400 રાઇસ મિલો છે, જેમાં 100 તો એકલા બાવળામાં છે. વધુમાં આયુષમાન કાર્ડ અને ઉજ્જ્વલા યોજનાના લાભ અંગે જણાવ્યુ હતું. વધુમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઇને ગરીબોને ઘર મળ્યું અને તેની સાથે સંકળાયેલ ધંધામાં પણ તેજી આવી છે. બીજી બાજુ ગામડાઑનોવ વિકાસ થાય અને આધુનિક બને તે માટે પ્રયાસો ચાલીરહ્યા છે. આજે મધ્યમ વર્ગ પરિવારના છોકરાઓ પણ અંગેજીમાં ભણી રહ્યા છે જેથી ગામડાની તાકાત વધી. કિસાન સહાય યોજનાને લઇને પૈસા ખેડૂતોના ખિસ્સામાં ગયા હોવાથી પાણી, બિયારણ, દવા સમયસર મેળવવામાં મદદરુપ થાય છે.

વડાપ્રધાન મોદી પાલનપુર, મોડાસા બાદ દેહગામ ખાતે આવી પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં અગ્રણી રાજ્ય તરીકે ગુજરાત ઉભું થયું છે. તેમણે કહ્યું ગુજરાતમાં સરદાર સરોવર, સુજલામ સુફલામનું કામ અમે કર્યું છે, બાકી આ પહેલાં તો ટેન્કરરાજ ચાલતું હતું. પીએમ મોદીએ ગુજરાતના વિકાસની વાતો કરી હતી. તેમણે કહ્યું કે ખેડૂતોએ ટપક સિંચાઈ અપનાવી પાણીનો બચાવ કરવાનું ચાલુ કર્યું છે. આજે ગુજરાતમાં 24 કલાક વીજળી મળી રહી છે. તેમણે કહ્યું કે ગાંધીનગર જિલ્લામાં ગામડુ અને શહેર જૂદા ન પાડી શકાય એટલો વિકાસ થયો છે.

વડાપ્રધાન મોદીએ ગુજરાતના વિકાસ બાદ આવનાર સમયમાં ગુજરાત કેટલું વિકસિત હશે તેમ પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે તમે લખી રાખજો જ્યારે ગાંધીનગર દહેગામ ટ્વીન સીટી હશે. ગિફ્ટ સિટીમાં 2 લાખ લોકો કામ કરશે તે કલોક કે દહેગામમાં જ રહેવા જશે. તેમણે કહ્યું કે કલોક, દહેગામ અને ગાંધીનગર આ ત્રિકોણ દેશભરમાં વિકાસના નામે ઓળખાશે. તેમણે કહ્યું દુનિયાની એક માત્ર ચિલ્ડ્રન યુનિવર્સિટી માત્ર ગાંધીનગરમાં છે. શિક્ષણના ક્ષેત્રમાં થયેલા સુધારાનો લાભ આખા ગાંધીનગરને મળ્યો થે. લોકોની ઈચ્છે છે કે તેમના બાળકો GNLUમાં ભણવા માટે આવે.

પીએમ મોદી પાલનપુરમાં જનસભા સંબોધી હતી અને ત્યાર બાદ તેઓ મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા. પીએમ મોદીએ મોડાસામાં પણ મોટી સંખ્યામાં જનસભાને સંબોધી હતી. અહીંથી પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી પાંચ વર્ષનું ભવિષ્ય નક્કી કરવા માટે નથી, 25 વર્ષ માટે છે. તેમણે કહ્યું મારે દિલ્હી અને ગાંધીનગર જેવો મોડાસાનો વિકાસ કરવો છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસને ગુજરાતને પછાત રાખવામાં જ રસ છે, એને વિકાસ કરવો જ નથી. શામળાજી વટો એટલે રાજસ્થાન આવી જાય, ત્યાં તમને વિકાસ દેખાય છે? જ્યાં તેની સરકાર છે ત્યાં વિકાસ નથી કરી શકતા એ તમારો વિકાસ શું કરશે? કોંગ્રેસ જાતિવાત અને ભાષાવાદ કરીને તમને અંદરો અંદર ઝઘડાવે છે. પીએમ મોદીએ મોડાસામાં થયેલા વિકાસના કામોની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે મોડાસા સહિત આસપાસના ગામોમાં પણ વીજળી પહોંચાડી છે.

વડાપ્રધાન મોદી ગત રોજ વડોદરા, મહેસાણા દાહોદ અને ભાવનગરમાં મોટી સંખ્યામાં જનસભાને સંબોધી હતી. ત્યારે આજે પીએમ મોદી પાલનપુરમાં મોટી સંખ્યામાં લોકોનું સંબોધન કર્યું હતું. ત્યારે પીએમ મોદીએ પાલનપુરના પાંચ પ વિશે સમજાવ્યું હતું પીએમ મોદીએ પાંચમાં પહેલું પર્યટન પર્યાવરણ, પાણી પશુધન અને પોષણ, કહ્યું ગુજરાતે વિકાસની નવી સંભાવનાઓ ઉભી કરી છે. તેમણે કહ્યું કે હું માત્ર તમારી પાસે આશીવાર્દ લેવા માટે આવ્યું છું, વોટ તો તમે આપવાના જ છો, આ વખતે વાતાવરણ વાવાઝોડાનું છે. તેમણે કહ્યું કે મા અંબાનું ધામ બદલાઈ રહ્યું છે. યાત્રિકો અને પ્રવાસીઓની સંખ્યા વધતા રોજગારી વધી રહી છે. તેમણે ગુજરાતના ટુરિઝમ વિશે પણ ચર્ચા કરી હતી.

વધુમાં પીએમ મોદીએ ગુજરાતના વિકાસની વાત કરી હતી તેમણે દેશના વિકાસના મોડલ વિશે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ આપણું ગુજરાત હાઈડ્રોજનનું હબ બનવાનું છે. ગ્રીન હાઈડ્રોજનનું હબ, તમારી ગાડી પેટ્રોલ, ડીઝલથી નહીં પણ ગ્રીન ડાઇડ્રોજનથી ચાલશે. સભામાં તેમણે કહ્યું કે અત્યાર સુધી ગાય-ભેસના દુધમાંથી જ આવક થતી હતી, હવે એના છાણમાંથી પણ થશે. કારણ કે હવે ગુજરાતમાં સોલર એનર્જીનું અભિયાન ચલાવવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે ભાજપે સોલર પાર્ક પણ બનાવ્યો છે, લોકો આ સોલર પાર્ક પણ જોવા માટે આવે છે. સમગ્ર દુનિયામાં પર્યાવરણની અંદર ભારત પોતાનું નામ રોશન કરી રહ્યું છે. તેમણે ઉત્તર ગુજરાતમાં પાણીની યોજનાઓ વિશે પણ જણાવ્યું હતું.

પીએમ મોદીએ પાલનપુરમાં જનસભાને સંબોધતા કહ્યું હતું કે તમને જેમ વેક્સિન ફ્રીમાં મળી એમ હું દેશમાં પશુઓને પણ ટીકાકરણ ફ્રીમાં કરાવું છું. કોરોના સમયમાં લોકોના ઘર સુધી કઠોળથી લઈને તેલ પહોંચાડવાનું કામ અમારી સરકારે કર્યું છે એમ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું બનાસકાંઠાસ પાટણ, કચ્છની એક-એક તકલીફ મને ખબર છે, તમારો દીકરો દિલ્હીમાં બેઠો છે, ચિંતા ન કરતા. પીએમ મોદી કહ્યું કે વોટ કરવા જાવ ત્યારે આગામી 25 વર્ષનો વિચાર કરજો.

Most Popular

To Top