નવસારી: આઠ મહિના પહેલાં ન્યુઝીલેન્ડ (New zealand) સ્થાયી થવા માટે ગયેલા નવસારીના (Navsari) 34 વર્ષીય યુવકને વિદેશની ધરતી પર મોત મળ્યું છે....
પૂણે: છેલ્લાં કેટલાંક સમયથી બોલિવુડમાં એક બાદ એક અભિનેતાઓના મોત થઈ રહ્યાં છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ બાદ ટીવી સિરિયલના અભિનેતા સિદ્ધાંત વીર...
સુરત:સુરતમાં (Surat) સીટી બસમાં (City Bus) આગ (Fire) લાગી જવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના કોસાડ (Kosad) ગામમાં સીટી બસમાં...
સુરત: (Surat) ધીરેધીરે વિધાનસભાની ચૂંટણીનો (Election) ટેમ્પો જામવા માંડ્યો છે. ભાજપ દ્વારા પોતાના અનેક સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. આ...
સુરત: સુરતમાં (Surat) એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં 15 વર્ષના પુત્રએ પોતાના જ પિતા પર ચપ્પુથી હુમલો (Son Attack on Father)...
નવી દિલ્હી: T-20 વર્લ્ડકપમાં (T20 WorldCup) ખરાબ પ્રદર્શન બાદ તા. 25મી નવેમ્બરે એડિલેડમાં રમાયેલી પહેલી વન-ડે મેચમાં 306નો વિશાળ સ્કોર બનાવ્યા બાદ...
નવી દિલ્હી: કતારમાં FIFA વર્લ્ડ કપ (FIFA World Cup) ચાલી રહ્યો છે. આખી દુનિયાની નજર અત્યારે કતાર પર ટકેલી છે. ટૂર્નામેન્ટ (tournament)...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત વિધાનસભા ચુંટણીના (Election) 5 દિવસ પહેલા ભાજપે (BJP) પોતાનું ‘સંકલ્પ પત્ર’ (ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યો છે. આજે એટલેકે શનિવારે...
વડોદરા: વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમે વાઘોડિયા રોડ પર ખટંબા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક દેશી બનાવની પિસ્તોલ અને એક કારતૂસ સાથે એક...
નવી દિલ્હી: ISROએ દુનિયામાં આત્મનિર્ભર ભારતની એક છાપ ઊભી કરી છે. ISROએ છેલ્લા કેટલા સમયથી અનોખી સિદ્ધિઓથી ભારતનું નામ વિશ્વમાં રોશન કરી...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ગૃહમંત્રી અમિત શાહ આવ્યાં હતાં અને જંગી જન સભાને સંબોધી હતી. પોતાના ભાષણમાં અમિત શાહે કોંગ્રેસ પર...
વડોદરા: વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ લોકોમાં જનજાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા.પરંતુ પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 14માં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા...
આજકાલ ભારતમાં બાળકોને કોડિંગ શીખવવાનો ક્રેઝ ચાલુ થયો છે, તેની પાછળ કોડિંગના જોબમાં થતી લખલૂંટ કમાણી છે. દક્ષિણ ગુજરાતના નાના શહેરનો ૨૧...
નડિયાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહુધા વિધાનસભામાં સમાવિષ્ટ આડીનાર ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં આવી પહોંચ્યા હતા. શાહે જંગી જનસભાના સંબોધનમાં કોંગ્રેસને...
વિરપુર : વિરપુરમાં ફાયર બ્રિગેડના અભાવથી નાના અને મધ્યવર્ગના પરિવારનોને આગના સમયે ભારે નુકશાની વેઠવી પડી રહી છે. કેવડિયાના મકાનમાં લાગેલી આગમાં...
ક્રોપ ટોપની એક ખાસિયત એ છે કે એને સાડી અને લહેંગા જેવા ટ્રેડિશનલ આઉટફિટ્સ સાથે પણ સ્ટાઇલ કરી શકાય છે. ક્રોપ ટોપની...
ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. એક બાજુ અલગ-અલગ પાર્ટીના કેન્ડીડેટ પ્રચારમાં વ્યસ્ત છે તો બીજી...
નવી દિલ્હી: રશિયા (Russia) -યુક્રેન (Ukraine) યુદ્ધને (War) લગભગ 5થી વધુ મહિનાઓ વીતી ગયા છે છતાં પણ આ બંને દેશો વચ્ચે સમાધાન...
કોલેજમાં બી.કોમમાં ભણતો પુત્ર સારા માર્કસથી પાસ થયો. ઘરમાં બધાની વચ્ચે પિતાજીને ઉત્સાહથી માર્કશીટ બતાવી કહ્યું- ‘પિતાજી, હું બી.કોમમાં ફર્સ્ટ કલાસ સાથે...
આખી જિંદગી ચડાવ – ઉતાર, પૈસા કમાવા અને પચાવવાની ભાંજગડ, બાળકોના સુખ માટેની દોડાદોડીમાં ક્યારે આપણા દાંત નબળા પડવા માંડ્યા, સડો થવા...
હેઝલ અને એની મમ્મી મળવા આવ્યાં. હેઝલ ખૂબ જ કન્ફયુઝડ છે, ગભરાયેલી છે, શું કરવું તે નકકી નથી કરી શકતી, બસ મળવું...
એક વાર એક ધનવાન (?) શેઠ, કોઇ અંતરિયાળ ગામના ઝૂંપડાવાસી એક ગરીબ માણસ પાસે (મદદ કરવા નહીં, પણ મદદ માંગવા માટે) ગયા....
વહીવટ સાથે સીધા સંકળાયેલા સૌએ એ વાતની નોંધ લેવી રહે, (સરકારી વહીવટ) તલાટીનું 7-12, પોલીસનો શક, નિષ્ણાતનો અભિપ્રાય અને મેજીસ્ટ્રેટનું માનવું. આ...
ચૂંટણી આવે ત્યારે દરેક પક્ષ પ્રજાને તેના મતની મહત્તા તથા મુલ્ય સમજાવે છે. લોકશાહી બચાવવી હોય તો તેમણે પ્રત્યેક મતદારે ફરજીયાત મત...
એક દિવસ કૃષ્ણ ભગવાન અને અર્જુન એક ગામમાંથી પસાર થતા હતા. અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું, ‘માધવ, દાન તો બધા જ કરે છે...
કોંગ્રેસને ફરીથી દેશ અને રાજ્યમાં સત્તા પર બેસાડવા માટે રાહુલ ગાંધી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે પરંતુ તેમના જ પક્ષના...
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસના હારવાનાં લક્ષણ દેખાય છે. દિલ્હી સરકારમાંથી સત્તા ગુમાવ્યાને દસ અને દિલ્હી મ્યુનિસિપલ...
નવી દિલ્હી: ભાજપના (BJP) પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ (Shahjad Poonawalla) આમ આદમી પાર્ટીના (APP) મંત્રી સત્યેન્દ્ર જૈનનો (Satyendra Jain) વધુ એક વીડિયો (Video)...
સ્કાયરૂટ એરોસ્પેસનું સફળ પ્રક્ષેપણ ભારતીય અવકાશ ક્ષેત્રમાં પ્રવેશવા માટે ખાનગી કંપનીઓ માટે પાયો નાખી રસ્તો ઉજ્જવળ બનાવ્યો છે. સ્કાયરૂટ કહે છે કે...
ગુજરાતના રાજકારણમાં સુરત એપી સેન્ટર છે, તો સુરતના રાજકારણમાં વરાછા વિધાનસભા એપી સેન્ટર છે. આ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કર્યો...
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણી: મહાયુતિએ 214 બેઠકો જીતી, ભાજપની 120 બેઠકો સાથે બંપર જીત
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
નવસારી: આઠ મહિના પહેલાં ન્યુઝીલેન્ડ (New zealand) સ્થાયી થવા માટે ગયેલા નવસારીના (Navsari) 34 વર્ષીય યુવકને વિદેશની ધરતી પર મોત મળ્યું છે. મિત્રની દુકાનમાં લૂંટારૂઓ સામે બાથ ભીડનાર આ બહાદુર યુવકને તેની પત્નીની નજર સામે જ લુંટારૂઓએ ચપ્પુના ઉપરાછાપરી આઠથી દસ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે. અઢી વર્ષ પહેલાં લગ્ન કરી પતિ સાથે વિદેશ ગયેલી પત્ની વિધવા થઈ છે. આ સમાચાર મળતા નવસારીમાં રહેતા યુવકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મૂળ જલાલપુર તાલુકાના વડોલી ગામનો વતની અને છેલ્લાં આઠ મહિનાથી ન્યુઝીલેન્ડમાં રહેતા 34 વર્ષીય જનક પટેલની લુંટારૂઓએ હત્યા કરી છે. બે દિવસ અગાઉ ઓકલેન્ડ ખાતે આવેલી જનક પટેલના મિત્રની દુકાનમાં લુંટારુઓ લુંટના ઈરાદે ત્રાટક્યા હતા. લુંટારુઓએ કાઉન્ટરમાં મુકેલા ડોલરની માંગ કરી હતી ત્યારે જનક પટેલે લુંટારુઓનો વિરોધ કરી તેમનો સામનો કર્યો હતો. જનક પટેલના વિરોધથી લુંટારુઓ રોષે ભરાયા હતા અને જનક પટેલની પત્નીની નજર સામે જ જનક પટેલને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.
આ કેસમાં ઓકલેન્ડની પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હોવાની વિગતો સાંપડી છે. એક 34 વર્ષીય યુવકની લુંટ અને હત્યા માટે જ્યારે અન્ય 42 વર્ષીય વ્યક્તિની તેનો સાથ આપવા બદલ ધરપકડ કરાઈ હોવાની માહિતી મળી છે. દરમિયાન જનક પટેલની હત્યાના ઘેરા પ્રત્યાઘાત ન્યુઝીલેન્ડમાં પડ્યા છે. ન્યુઝીલેન્ડમાં વસતા ભારતીયોએ આ ઘટનાને વખોડી સખ્ત કાર્યવાહીની માંગ કરી છે.
મિત્રની દુકાનમાં જનક પટેલને મોત મળ્યું
આ દુકાન જનક પટેલના મિત્ર ધર્મેશ પટેલની હતી, પરંતુ લગ્ન પ્રસંગ માટે ધર્મેશ પટેલને નવસારી આવવાનું હોય દુકાનની જવાબદારી ધર્મેશ પટેલે મિત્ર જનક પટેલને સોંપી હતી. દરમિયાન ગઈ તા. 23મી નવેમ્બરની સવારે 8.30 કલાકે જનક પટેલ જનરલ સ્ટોરમાં હતો ત્યારે લુંટારુઓ ત્રાટક્યા હતા. કાઉન્ટરમાં મુકેલા ડોલરની માંગણી કરી હતી, જેનો જનક પટેલે વિરોધ કર્યો હતો. ગુસ્સે ભરાઈ લુંટારુઓએ પત્નીની નજર સામે જનક પટેલને ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. અંદાજે આઠથી દસ જેટલાં ઘા માર્યા હતા. ત્યાર બાદ લુંટારુઓ ભાગી છૂટ્યા હતા. પતિને બચાવવા પત્ની વિજેતાએ ઘણી બૂમાબૂમ કરી હતી, પરંતુ કોઈ મદદે આવ્યું નહોતું. હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ જનક પટેલનું મોત થયું હતું.
અઢી વર્ષ પહેલાં જ જનકના લગ્ન થયા હતા
જનક પટેલ મૂળ જલાલપોર તાલુકાના વડોલી ગામના વતની હતા. તેમનું પુરું નામ જનક કાળીદાસભાઈ પટેલ હતું અને અઢી વર્ષ પહેલાં જલાલપોર તાલુકાના નીમલાઈ ગામની વિજેતા પટેલ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ દંપતી ન્યુઝીલેન્ડ જવાના હતા, પરંતુ કોરોનાના લીધે તેઓ જઈ શક્યા નહોતા. કોરોના મહામારી રોકાઈ ત્યાર બાદ આઠ મહિના પહેલાં દંપતી ન્યુઝીલેન્ડના હેમિલ્ટન ખાતે સ્થાયી થવા ગયા હતા. જનક પટેલની બહેન હેમિલ્ટનમાં રહેતા હતા. દુકાનમાં કામ કરવાના હેતુથી જનક પટેલ ગયા હતા.
આરોપીઓ સામે સખ્ત કાર્યવાહીની માંગ, કેન્ડલ માર્ચ કાઢી
ભારતીય યુવકની હત્યાની ઘટના બાદ ન્યુઝીલેન્ડમાં રહેતા ભારતીયોનો રોષ ફાટી નીકળ્યો હતો. આરોપીઓ સામે સખ્ત કાર્યવાહીની માંગ કરાઈ હતી. છેલ્લાં કેટલાંક સમયથી ભારતીયો સાથે આવી હિંસક ઘટનાઓમાં વધારો થયો હોય ન્યુઝીલેન્ડમાં વસતા ભારતીયો રોષે ભરાયા છે. ભારતીયોએ સ્થાનિક વિસ્તારમાં કેન્ડલ માર્ચ કાઢીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ન્યુઝીલેન્ડના વડાપ્રધાને કસૂરવારો સામે કાર્યવાહીની ખાતરી આપી હતી. ન્યુઝીલેન્ડના વડાપ્રધાને પીડિતના પરિવાર સાથે વાત કરી સાંત્વના પણ આપી હતી.