Gujarat Election - 2022

પાસના નેતા મેદાનમાં હોવાથી વરાછા બેઠક પર ચૂંટણી જીતવું ભાજપ માટે…

ગુજરાતના રાજકારણમાં સુરત એપી સેન્ટર છે, તો સુરતના રાજકારણમાં વરાછા વિધાનસભા એપી સેન્ટર છે. આ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કર્યો છે અને માત્ર બે વર્ષમાં ભાજપ માટે મોટો પડકાર બન્યો છે. ત્યારે ભાજપના બે ટર્મના સીટિંગ ધારાસભ્ય કુમાર કાનાણી સામે પક્ષની નેતાગીરીની જ નારાજગી છતાં માત્ર આમ આદમી પાર્ટીએ પાસïના ક્ન્વીનર અલ્પેશ કથીરિયાને મેદાને ઉતાર્યા એટલા માટે ટિકિટ આપી છે. જો કે, કાનાણી માટે આ વખતની ચૂંટણી ખૂબ જ કપરી સાબિત થનાર છે.

અગાઉ પાટીદાર આંદોલનની અસર સૌથી વધારે આ બેઠક પર જોવા મળી હતી. 2015ના પાટીદાર આંદોલનના કારણે આ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નં.૩-૪-૫માં ભાજપની આખેઆખી પેનલો હારી ગઈ હતી અને કોંગ્રેસની પેનલો જીતી હતી. આમ છતાં ૨૦૧૭માં કાનાણી ૧૩,૯૯૮ મતોથી જિત્યા હતા. જો કે, સતત બે ટર્મથી વરાછા વિધાનસભાના એક પણ વોર્ડમાં ભાજપ જિત્યું નથી. અગાઉ કોંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટીની કબજામાં તમામ વોર્ડ છે.

છેલ્લી મનપાની ચૂંટણીમાં આ ત્રણ વોર્ડમાં આપના કોર્પોરેટરોની પેનલની સરસાઈ ભાજપના ઉમેદવારો કરતા ૪૮ હજાર મતની આસપાસ છે. વળી, ૨૦૧૨ અને ૨૦૧૭ની જેમ ભાજપે આ વખતે કોંîગ્રેસïની સામે લડવાનું નથી, પરંતુ આપના ઉમેદવાર કથીરિયા સામે સીધી ફાઇટ કરવાની રહેશે. કથીરિયા પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર યુવકોમાં યુવા નેતા તરીકે ઊભરી આવ્યા છે અને સરકાર સામેની લડતમાં ૧૪ માસ જેલવાસ પણ ભોગવ્યો છે. ત્યાર બહુલ પાટીદાર મતદારોની વસતી ધરાવતા વરાછા વિધાનસભા બેઠકïમાં આ વખતે ઉલટફેરની સંભાવનાï નકારી શકાય તેમ નથી.

મતદાનનાં સમીકરણો : અમરેલી જિલ્લો મુખ્ય ફેક્ટર
આ બેઠકમાં રોજગારનું કેન્દ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં-વરાછા વિધાનસભા બેઠક પર કુલ મતદાતાઓ હાલ (2022) ની સંખ્યા 2.10 લાખ વધુ છે. અગત્યની વાત છે કે, અહીં 90 ટકા પાટીદાર સમાજના લોકો રહે છે. અન્ય 10 ટકામાં પ્રજાપતિ સમાજ અને અન્ય સમાજના લોકોનો સમાવેશ થાય છે. આ વિસ્તારને મીની સૌરાષ્ટ્ર ગણવામાં આવે છે. વર્ષોથી આ વિસ્તારમાં લોકો રોજગાર મેળવવા આવે છે અને ડાયમંડ કારખાનામાં નોકરી મેળવે છે. અહીં 90 ટકા લોકો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરે છે.. સુરતમાં કુલ રત્નકલાકારોની સંખ્યા આશરે સાડા છ લાખ છે, જેમાંથી વરાછા વિધાનસભા બેઠકમાં રત્નકલાકાર તરીકે ફરજ બજાવતા લોકો 4.50 લાખથી વધુ છે. જો કે, એવું કહેવાય છે કે આ બેઠક પર સૌથી વધુ મતદારો અમરેલી જિલ્લાના છે અને તેના કારણે અમરેલી જિલ્લાના કુમાર કાનાણી પાટીદાર આંદોલનમાં પણ જીતી ગયા હતા. પરંતુ આ વખતે શું થાય છે તે જોવું રહ્યું.

આ બેઠકનાં સમીકરણો
વરાછા બેઠકના ઉમેદવારો સામેના પડકારો
 રત્નકલાકારો માટે પેકેજની જાહેરાતની માંગણી
 પ્રોફેશનલ ટેક્સ નાબૂદીની માંગણી
 સરકારી શાળાઓ વધારવાની માંગણી
 ટ્રાફિક જામની સમસ્યાના કાયમી ઉકેલની માંગણી
 કોરોના વખતે નિષ્ક્રિય રહ્યાના આક્ષેપ

Most Popular

To Top