Business

મીઠું અને ચા બાદ પાણી વેચશે આ દિગ્ગજ કંપની, બિસ્લેરીને મળશે નવા માલિક

નવી દિલ્હી: દેશની દિગ્ગજ કંપની ટાટાએ (TATA) લગભગ દરેક ક્ષેત્રમાં પોતાનો બિઝનેસ (Business) કરી રહી છે. પછીએ રસોડામાં વપરાતું મીઠું હોય કે ચા. પરંતુ હવે ટાટા ગ્રુપ ટૂંક સમયમાં બોટલમાં પાણી (Water) વેચતી કંપની સાથે ડિલ કરશે અન પાણી પણ વેચશે. ટાટા ગ્રુપ ટૂંક સમયમાં બોટલ્ડ વોટર પણ વેચશે. એક રિપોર્ટ અનુસાર, ટાટા ગ્રુપ દેશની પ્રખ્યાત બોટલ્ડ વોટર સેલર બિસ્લેરીને હસ્તગત કરવા જઈ રહ્યું છે. ટાટા ગ્રુપ તેની પેટાકંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL) હેઠળ બિસ્લેરી ઈન્ટરનેશનલને રૂ. 6,000-7,000 કરોડમાં હસ્તગત કરશે. આ ડીલ હેઠળ બિસ્લેરીનું વર્તમાન મેનેજમેન્ટ બે વર્ષ સુધી કંપનીની કામગીરીનું ધ્યાન રાખશે.

  • કંપની બોટલ્ડ વોટર બિઝનેસમાં 60 ટકા હિસ્સો ધરાવે છે
  • બિસ્લેરી પાસે 122 થી વધુ ઓપરેશનલ પ્લાન્ટ છે
  • મીઠું અને ચા બાદ પાણી વેચશે ટાટા

બોટલ્ડ વોટરમાં 60% બજાર હિસ્સો
બિસ્લેરીની વેબસાઈટ અનુસાર, કંપની બોટલ્ડ વોટર બિઝનેસમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. હાલમાં, બિસ્લેરી પાસે 122 થી વધુ ઓપરેશનલ પ્લાન્ટ છે. ઉપરાંત, તે ભારતમાં વિતરણ માટે 5,000 ટ્રક સાથે 4,500 થી વધુનું વિતરક નેટવર્ક ધરાવે છે. મિનરલ વોટર ઉપરાંત, બિસલેરી ઇન્ટરનેશનલ પ્રીમિયમ હિમાલયન સ્પ્રિંગ વોટર પણ વેચે છે. જણાવી દઈએ કે દેશમાં બોટલ્ડ વોટરનું માર્કેટ 20,000 કરોડ રૂપિયાથી વધુ છે. ટાટા સાથેના સોદા પછી, ટાટા જૂથ એન્ટ્રી-લેવલ, મિડ-સેગમેન્ટ અને પ્રીમિયમ પેકેજ્ડ વોટર કેટેગરીમાં હશે. ટાટા કન્ઝ્યુમરને સરળતા થી વિશાળ બજાર મળી જશે.

ફાર્માસ્યુટિકલ કંપનીથી શરૂઆત કરી
બિસ્લેરી, જે કંપની આજે બાટલીમાં ભરેલું પાણી વેચે છે, તે એક ફાર્માસ્યુટિકલ કંપની તરીકે શરૂ થઈ જે મેલેરિયાની દવાઓ વેચતી હતી. તેના સ્થાપક ઇટાલિયન ઉદ્યોગપતિ ફેલિસ બિસ્લેરી હતા. તેમના મૃત્યુ પછી, તેમના ફેમિલી ડૉક્ટર રોસીએ બિસ્લેરીને આગળ લઈ જવાની જવાબદારી ઉપાડી હતી. ભારતમાં ડો. રોસીએ વકીલ ખુશરુ સંતકુ સાથે મળીને બિસ્લેરી શરૂ કરી હતી. 1969 માં બિસલેરી વોટર પ્લાન્ટ શરૂ થયાના માત્ર 4 વર્ષ પછી, રમેશ ચૌહાણે માત્ર 4 લાખ રૂપિયામાં બિસલેરી ખરીદી હતી. ત્યારથી આ કંપનીની માલિકી રમેશ ચૌહાણ પાસે છે. રમેશ ચૌહાણ 82 વર્ષના થયા છે. તેમની પુત્રી જયંતિને આ ધંધામાં રસ નથી. એટલા માટે તેઓ હવે આ બિઝનેસ વેચવા માંગે છે.

Most Popular

To Top