Gujarat Election - 2022

થરાદ સહિત ઉત્તર ગુજરાતની તમામ વિધાનસભા બેઠક પર આ કારણોસર ચૂંટણી રસપ્રદ બની

ગાંધીનગર : નવા સીમાંકન બાદ થરાદ બેઠક અસ્તિત્વમાં આવી છે. તે પછી અહીં ત્રણ ચૂંટણીઓ યોજાઈ છે. ખાસ કરીને તેમાં બે ચૂંટણીમાં ભાજપ તથા એક પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. આ વખતે થરાદ બેઠક પર ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી શંકર ચૌધરી, કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તથા આપના વિરચંદ ચાવડા વચ્ચે સીધો ત્રિકોણીયો જંગ જોવા મળશે.

નવા સીમાંકનમાં અસ્તિત્વમાં આવી હતી. જે બાદ અહીં 3 વાર ચૂંટણી થઈ છે. જેમાં બે વાર સામાન્ય ચૂંટણી તો એક વાર પેટાચૂંટણીનો સમાવેશ થાય છે. વર્ષ 2012 અને વર્ષ 2017માં અહીંથી ભાજપના પરબતભાઈ પટેલ જીત્યા હતા. બાદમાં પરબતભાઈ પટેલ સાંસદ બનતા અહીં પેટાચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત થઈ હતી. એટલે કે અહીં બે વાર ભાજપ અને એકવાર કોંગ્રેસ જીત્યું છે. આ વખતે બનાસ ડેરીના ચેરમેન તથા ભાજપના સહકારી નેતા શંકર ચૌધરી અહીં ઉમેદવાર હોવાથી આ ચૂંટણી રસપ્રદ બની જવા પામી છે. ઉમેજદાવારી પત્ર પાછા ખેંચવાના છેલ્લા દિવસ પછી આ બેઠક પર 14 ઉમેદવારો ચૂંટણી જંગમા છે. 

બનાસકાંઠા જિલ્લામાં આમ તો કુલ 24 લાખ જેટલા મતદારો છે. જે પૈકી થરાદ બેઠક પર 2.48 લાખ મતદારો છે, જેમાંથી પુરૂષ મતદારોની સંખ્યા 1.29 લાખ છે. જયારે મહિલા મતદારોની સંખ્યા 1.18 લાખ જેટલી છે. થરાદ બેઠક પર 260 બેટલા મતદાન મથકો આવેલા છે. કેન્દ્રિય અર્ધલશ્કરી દળોએ પણ અહીં મોરચો સંભાળી લીધો છે.

કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે હજુ ગઈકાલે જ થરાદમાં જનસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, શંકર ચૌધરીને તમે ધારાસભ્ય બનાવો, મોટા માણસ બનાવવાનું કામ આ પાર્ટી કરશે. થરાદ સહિત હાલમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહી છે. જો કે, થરાદમાં ચૌધરી સમાજ જ અવલ્લ રહે છે પરંતુ આ વખતે વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના છે. તે કોની દિશા બદલે તેના ઉપર સૌની નજર છે.

Most Popular

To Top