Entertainment

બૉલીવુડની ફિલ્મોમાં અભિનયનો જાદુ ચલાવવનાર આ અભિનેતાની તબિયત નાજુક

મુંબઈ : બૉલીવુડના (Bollywood) પીઢ અભિનેતાની (Actor) તબિયતને લઇએ હાલમાં જ એક સમાચાર સામે આવ્યા છે. અભિનેતા વિક્રમ ગોખલે ((Vikram Gokhale) બીમાર થયા બાદ તેમની સારવાર ચાલી રહ્યા છે. તેમની બીમારી બાદ હોસ્પિટલમાં દાખલ હોવાની વાતને લઇને તેમના વર્તૂરમાં બધા તેમની સાજા થવાની કામનાઓ કરી રહ્યા છે.

પીઢ અભિનેતા વિક્રમ ગોખલેની હાલત નાજુક છે. વિક્રમ ગોખલે છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની પુત્રીએ જણાવ્યું કે વિક્રમ ગોખલેની હાલત અત્યંત નાજુક છે. તે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેણે લોકોને તેના પિતા અને અભિનેતા વિક્રમ ગોખલેની સુખાકારી માટે પ્રાર્થના કરવા કહ્યું.

વિક્રમ ગોખલેની હાલત નાજુક
વિક્રમ ગોખલે પુણેની હોસ્પિટલમાં દાખલ છે. CINTAના વરિષ્ઠ પ્રમુખ મનોજ જોશીએ પીઢ અભિનેતા વિક્રમ ગોખલેની ગંભીર હાલત વિશે માહિતી આપી છે. તેણે કહ્યું- વિક્રમ ગોખલે ગંભીર છે અને તે પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે. નવી માહિતી મુજબ વિક્રમ ગોખલેની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે.

બૉલીવુડમાં ઘણીબધી હિટ ફિલ્મો અને ટેલિવિઝન ક્ષેત્ર અને થિયેટરના મંચ ઉપર તેમની એક્ટીંગનો દમ ઉપર આગળ આવેલા અભિનેતા એ ટેલિવિઝનના નાને પરદાથી લઇને સિલ્વર સ્ક્રિન સુધીની સફળ ખેડનાર બૉલીવુડના અનેક દીગ્ગજ કલાકાર પૈકી અમિતાભ બચ્ચન,સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે કામ કરી ચુક્યા છે.

પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા
પુણેની એક ખાનગી હોસ્પિટલમાં હાલ વિક્રર્મ ગોખલેને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની આખી ટિમ તેમના ઈલાજમાં કોઈ કસર નથી છોડી રહ્યા.CINTAના વરિષ્ઠ પ્રમુખ મનોજ જોશીએ પીઢ અભિનેતા વિક્રમ ગોખલેની ગંભીર હાલત વિશે માહિતી આપી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિક્રમ ગોખલે પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે.

તેમના ચાહક વર્ગમાં નિરાશાની લાગણી
વિક્રમ ગોખલેની ગંભીર હાલતના સમાચારોની જાણ થતાં જ અભિનેતાના તમામ ચાહકો નિરાશ થઈ ગયા હતા. તેમની નજીકના અને સ્વજનો તેમના સારા થઇ જવા માટે પ્રાર્થના કરી રહ્યા . તેમની સાથે જોડાયલા બધા જ વ્યક્તિઓ ઈચ્છે છે કે વિક્રમ જલ્દીથી સારા થઇ જાય. હાલ તેમની ઉમર 82 વર્ષની છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તબિયત બગડવાના કારણે તેમને થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ફરીથી બગડી હતી.

ગોખલે અમિતાભ બચ્ચન અને સલમાન ખાન,અક્ષય કુમાર સાથે કર્યું છે કામ
બોલૂવુડના મહાનાયક અમિતાબ બચ્ચન અને સલમાન ખાન જેવા સુપર સ્ટાર સાથે વિક્રમ ગોખલે કામ કરી ચુક્યા છે. 1970માં 26 વર્ષની ઉંમરથી તેમને અભિનયની દુનિયામાં પગ મુક્યો હતો. જ્યારે બૉલીવુડમાં ટીનુ આનંદ દ્વારા ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવામાં આવેલી તેમની પહેલી ફિલ્મ સહેનશા હતી.જેના મુખ્ય નાયક અમિતાભ બચ્ચન હતા.ઉપરાન્ત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માં તેઓએ આઐશ્વર્ય રોયના પિતાનો કિરદાર અદા કર્યો હતો જે રોલથી તેમને ખુબ પ્રસિદ્ધિ મળી હતી.ઉપરાન્ત ‘તુમ બિન’ અને અક્ષય કુમારની ભૂલ ભુલૈયામાં તેમણે અક્ષય કુમારના ગુરુનો રોલ નિભાવ્યો હતો.

મરાઠી ફિલ્મોમાં પણ અભિનયનો જાદુ ચલાવ્યો હતો
મરાઠી ફિલ્મની રંગભૂમિ ઉપર પણ તેમને તમના અભિનયનો સિક્કો જમાવ્યો હતો.મરાઠી ફિલ્મ અલોવીમાં તેમના શાનદાર અભિનય માટે વર્ષ 2010માં શ્રેષ્ઠ અભિનેતાના રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વિક્રમ ગોખલે મરાઠી થિયેટર અને ફિલ્મ અભિનેતા ચંદ્રકાંત ગોખલેના પુત્ર છે. વિક્રમ . તેણે સિનેમા જગતમાં પોતાનું મોટું યોગદાન આપ્યું છે. અભિનેતાના તમામ ચાહકો હવે તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Most Popular

To Top