Vadodara

MCMC સેન્ટર ખાતે કાર્યરત કર્મયોગીઓ સાથે સંવાદ સાધી જરૂરી સૂચનો કર્યા

વડોદરા: સાવલી અને વાઘોડીયા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી મહાનિરીક્ષક અને વરિષ્ઠ આઈએએસ.અધિકારી મનોજ ખત્રીએ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટીના કક્ષની મુલાકાત લીધી હતી.આ દરમિયાન તેમણે એમસીએમસી સેન્ટર ખાતે કાર્યરત કર્મયોગીઓ સાથે સંવાદ સાધીને તેમની જવાબદારી અંગે પણ જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ ચૂંટણીલક્ષી માહિતીના પ્રદર્શનનું પણ નિરીક્ષણ કર્યું હતું. ચૂંટણી મહાનિરીક્ષક અને વરિષ્ઠ આઈએએસ.અધિકારી મનોજ ખત્રીએ મીડિયા મોનીટરીંગ રૂમમાં ચોક્સાઈપૂર્વક અને ચીવટપૂર્વક કામ કરવાની સૂચના આપી હતી.વડોદરા ઝોનના સંયુક્ત માહિતી નિયામક રાજેન્દ્ર રાઠોડે મીડિયા મોનીટરીંગ રૂમ, અહીંની કામગીરી ઉપરાંત મીડિયા કમિટી અને તેના કાર્યો વિશે સંપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ રૂમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યો છે.

ત્રણ શિફ્ટમાં કર્મયોગીઓ રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક સહિતની ન્યૂઝ ચેનલો ઉપર આવી રહેલા રાજકીય સમાચારો અને રાજકીય જાહેરાતો ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.આચારસંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા તેમજ પેઈડ ન્યૂઝ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.ઉમેદવારો દ્વારા આપવામાં આવતા પેઈડ ન્યૂઝ-જાહેરાતો જેવી બાબતો ઉપર સતત ધ્યાન રાખી તેનું નિરીક્ષણ – નિયંત્રણ સહિતની કામગીરી સૂચારૂ રીતે કરવામાં આવી રહ્યું હોવાનું અધિકારી રાઠોડે જણાવ્યું હતું.ખત્રીએ એમ. સી.એમ.સી.રૂમની મુલાકાત બાદ કુબેર ભવન ખાતે આવેલી ચૂંટણી શાખા સ્થિત વોટર્સ હેલ્પલાઈન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.અહીં પણ તેમણે સમગ્ર કક્ષ અને કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top