નવી દિલ્હી : બિહારમાં (Bihar) ચોરી કરવાની દરેક સરહદોને જાણે ચોરો વટાવી ગયા હોય ગયા હોઈ તેવું લાગે છે. ક્યારેક પુલની ચોરી...
નવી દિલ્હી: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે 9 ફેબ્રુઆરીએ ટેસ્ટ સીરિઝ (Test Series) યોજાવા જઈ રહી છે. મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ...
સુરત: અત્યાર સુધી એવું જોવા મળતું રહ્યું છે કે સુરતના હીરા ઉત્પાદકોએ કુદરતી હોય કે કૃત્રિમ હીરા તે વેચવા માટે વિદેશ જવું...
નવી દિલ્હી: (New Delhi) અગ્નિવીર (Agniveer) ભરતી માટે ઉમેદવારોએ (Candidate) હવે 2023 થી આ નવી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ માટે પહેલી...
નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani) મુશ્કેલીઓ વધી રહી છે. અમેરિકન ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ (Hindenburg Report) બાદ અદાણી ગ્રૂપની (Adani...
નવી દિલ્હી: સંગીત જગતમાંથી (Music Industry) એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સંગીત જગતના પ્રસિદ્ધ ગાયિકા વાણી જયરામનું (Vani Jayaram) નિધન થયું...
સની લિયોન (Sunny Leone) મણિપુર (Manipur) રાજ્યના ઈમ્ફાલમાં એક કાર્યક્રમ કરવાની હતી પરંતુ તે પહેલા જ ખરાબ સમાચાર આવ્યા છે. તેમના કાર્યક્રમ...
મુંબઈ: બોલીવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિઆરા અડવાણીના (Kiara Advani) લગ્ન સેરેમનીની શરૂઆત આજથી એટલે કે 4 ફેબ્રુઆરીથી થઇ ગઈ...
રાજ્યમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૧૧૮૧ જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાનો મામલો ખૂબ જ ગાજ્યો છે. અત્યાર...
ગુજરાત પંચાયત સર્વીસ સીલેક્શન બોર્ડે ગુજરાત સરકારની પંચાયત ખાતાની જુનિયર ક્લાર્કની કુલ ૧૧૮૧ જગ્યા માટે ભરતી કરવાની જાહેરાતના આઘારે લગભગ સાડા નવ...
સાંજ પડી ,બધા સિનીયર ઝીટીઝન્સ ગાર્ડનમાં વોક કરીને થોડી વાર વાતો કરવા બેઠક જમાવી. થોડીવાર આડીઅવળી વાતચીત બાદ વાતચીત નીકળી કે આ...
નવી દિલ્હી: કેરળના (Kerala) કોઝિકોડમાં રહેતા ટ્રાન્સજેન્ડર કપલના (Transgender Couple) ઘરે ટૂંક સમયમાં એક નાનો મહેમાનની એન્ટ્રી થશે. ટ્રાન્સજેન્ડર કપલ જિયા પાવલ...
આંધ્રપ્રદેશના સીમાવર્તી વિસ્તાર ખમ્મમમાં એક રાજકીય સંમેલન યોજાયું એના તરફ બહુ ધ્યાન ગયું નથી. આ સંમેલનમાં પાંચ પ્રદેશના મુખ્યમંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓ...
સુરત: સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર ક્રાઈમ ફ્રી સિટી બનાવવા માટે પ્રયાસ કરી...
રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાએ અનેક આશ્ચર્યો આપ્યા છે અને ટીકાકારો અને શંકાશીલોને ખોટા પુરવાર કર્યા છે. 1. રાહુલ ગાંધી...
સુરત: સુરત શહેરમાં થોડા સમય પહેલાં એક બાળકીને રખડું કૂતરાંએ કરડ્યાની (Stray Dog Bite In Surat) ઘટના બની હતી, તેની શાહી હજુ...
ચંચૂપાત કોઇને પસંદ નથી હોતો એ વાત આબાલવૃદ્ધ જાણતાં હોવા છતાં દરેક ક્ષેત્રમાં દખલઅંદાજી કરનારાઓની ખોટ નથી. વેપાર હોય કે, ખેતી અભ્યાસ...
વડોદરા : વડોદરા જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 2023-24 ના વર્ષમાં...
વડોદરા : ગુજરાત પંચાયત પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લિક કૌભાંડમાં દિવસેને દિવસે નવા ખુલાસા બહાર આવવા સાથે અન્ય આરોપીઓની પણ...
વડોદરા : છાણીના ટીપી 13 વિસ્તારમાં મકાન ધરાવતા નાગપુરના માલિક વયોવૃદ્ધ હોવાથી મિલકતની દેખભાળ માટે વારંવાર વડોદરા આવી શકતા ન હતા. જેથી...
સુરત: કેટલાંક અતિચતુર લોકો ક્યારેક વધુ પડતી હોંશિયારી વાપરીને કૌભાંડ (Scam) કરતા હોય છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે પાપ ક્યારેય...
નડિયાદ: ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં મંદિરની આસપાસ વર્ષો અગાઉ ડીમોલેશનમા તૂટેલી દુકાનોનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. જગ્યા પાછી મેળવવા દુકાનદારોઓએ...
નવી દિલ્હી: દુનિયાના કેટલાક દેશમાં ભૂકંપનું (Earthquake) જોખમ જોવા મળી રહ્યું છે. ત્યારે અફઘાનિસ્તાનમાં (Afghanistan) ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ જોવા...
આણંદ : આણંદ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા રોકવા માટે જરૂરિયાત મંદોને બેન્કનો લોન સરળતાથી મળે તે માટે લોન મેળાનું આયોજન...
સુરત : કૌટુંબિક ભાઇ સાથે નિકટના સબંધો રાખવાનુ અઢાર વર્ષીય યુવતીને ભારે પડી ગયુ હતું. માતા-પિતા સાથેના સંબંધો હેઠળ યુવતીની નિકટ જઈને...
જમ્મુ-કાશ્મીર: ઉત્તરાખંડના (Uttarakhand) જોશીમઠમાં (Josh math) ભૂસ્ખલનની (landslides) ઘટના હજી પણ લોકોના મનમાં તાજી જ હશે ત્યારે હવે દેશના અન્ય રાજ્યમાંથી પણ...
સુરત: વિશ્વ વિખ્યાત ડાયમંડ ઉદ્યોગપતિ અને માનવતાવાદી ગોવિંદ ધોળકિયા (Govind Dholakiya) ઉત્સાહિત થઈને ગૌરવ સાથે કહે છે. “કુટુંબને કંપની નહીં પણ કંપનીને...
અમરેલી: અમરેલી (Amreli) જિલ્લામાં સતત બીજા દિવસે ભૂકંપના (Earthqauke) આંચકા અનુભવાતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. અમરેલીના સાવપકુડંલાના (Savarkundla) મીતીયાળા પંથકમાં...
ધરમપુર : (Dharampur) ધરમપુર તાલુકાના ધામણી ગામે અચાનક શોર્ટ સર્કિટથી (Short Circuit) આગ લાગતા ચાર જેટલી દુકાન બળીને ખાક થઈ જતાં ભારે...
બીલીમોરા : બીલીમોરા (Belimora) નજીક દેવસર ની હરસિદ્ધ (Harsiddha) આઇસ ફેક્ટરીમાં (Ice Factory) મધ્ય રાત્રે એમોનિયા ગેસ લીક (Gas leak) થતા અફરાતફરી...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
નવી દિલ્હી : બિહારમાં (Bihar) ચોરી કરવાની દરેક સરહદોને જાણે ચોરો વટાવી ગયા હોય ગયા હોઈ તેવું લાગે છે. ક્યારેક પુલની ચોરી તો ક્યારેક મોબાઈલ ટાવર (Mobile Tower) ગાયબ થઇ ગયા હોઈ એવા સમાચારો અખબારોની હેડ લાઈન બન્યા છે. અજબ ગજબ પ્રકારની ચોરીની આ દરેક ઘટનાઓએ લોકોનું ધ્યાન તેની તરફ ખેંચ્યું હતું. શનિવારના દિવસે રેલ એન્જીન (Rail Engine) ચોરી થયાબાદ હવે રેલવેના પાટાની (Railway Tracks) ચોરી થઇ ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા હલચલ મચી ગઈ છે. બિહારના સમસ્તીપૂરમાં બનેલા કિસ્સા ઉપરથી રેલવેમાં મોટાપાયે સ્ક્રેપ વેચવાનું કૌભાંડ(Scrap Scam) ચાલી રહ્યું હોવાની વાતને હવે નકારી શકાય તેમ નથી. સમસ્તીપુરમાં આ પ્રકારની ચોરીઓને લઇ હવે વગર ટેન્ડરે કરોડો સ્ક્રેપ બરોબર વેચી મારવાનું સ્ક્રેપ ગોટાળો થઇ રહ્યો હોવાનું ફલિત થાય છે.
રેલવેના સુરક્ષા અધિકારી સહીત બે કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
રેલવેમાં અવારનવાર થઇ રહેલી આ ચોરીઓની ઘટનાઓ બાદ હવે રેલવે તંત્ર હરકતમાં આવી ગયું છે. આ ઘટનામાં આરપીએફના આધિકારીઓની પણ મીલીભગત હોવાનું જાણવા મળી રહ્યું છે. રેલવે માંથી ચોરાયેલા સ્ક્રેપના આ ગોટાળાને કારણે રેલવે મંડળના સુરક્ષા અધિકારી સહીત અન્ય બે રેલવે કર્મચારીઓને તાત્કાલિક ધોરણે નિષ્કાશીત કરી દેવાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. સસ્પેન્ડ કરવામાં આવેલા એરલવે કર્મચારીઓમાં ઝાંઝારપુર આઉટપોસ્ટના અધિકારી શ્રીનિવાસન અને મધુબનીના મુકેશ કુમાર સિંહનું નામ સામે આવ્યું છે.
તપાસ માટે વિભાગીય સમિતિની રચના કરવામાં આવશે
ડિવિઝનલ સિક્યુરિટી કમિશનરે રેલવેમાં થઇ રહેલી ચોરીના અનુસંધાનમાં જણાવ્યું હતું કે લોહત ચીમી મિલરથી કેર પંડૌલ સ્ટેશન તરફ જતી રેલ્વે લાઇનનો સ્ક્રેપ ખોટી રીતે ગાયબ થવાના કિસ્સાઓ 24 જાન્યુઆરીએ સામે આવ્યા હતા. આ પછી તાત્કાલિક કાર્યવાહી કરીને આરપીએફ અધિકારી સહિત અન્ય બે જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ક્રેપ કૌભાંડની તપાસ માટે વિભાગીય સમિતિની રચના કરવામાં આવશે. જો તપાસમાં બંને પોલીસ અધિકારીઓ દોષિત જણાશે તો બંને સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે.
રેલ લાઇન છેલ્લા કેટલાય વખતથી બંધ છે
અત્રે ઉલ્લેખનીય છે કે સમસ્તીપુર રેલ્વે ડિવિઝન હેઠળ લોહત સુગર મિલ માટે પંડૌલ સ્ટેશનથી લોહત સુધી રેલ લાઈન નાખવામાં આવી હતી. સુગર મિલ બંધ થયા બાદ રેલ લાઇન પણ બંધ કરી દેવામાં આવી હતી. દરમિયાન ટેન્ડર બહાર પાડ્યા વિના આરપીએફ અધિકારીની મિલીભગતથી રેલવે લાઇનનો ભંગાર વેચવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ખોટી રીતે વેચાતો કેટલોક માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે દરભંગા આરપીએફ ચોકીમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, બંને પોલીસ અધિકારીઓ છેતરપિંડીથી વેપારીઓને ભંગારનો માલ વેચતા હતા.