Comments

ખમ્મમમાં વિપક્ષી મોરચો, સફળ કેમ થાય?

આંધ્રપ્રદેશના સીમાવર્તી વિસ્તાર ખમ્મમમાં એક રાજકીય સંમેલન યોજાયું એના તરફ બહુ ધ્યાન ગયું નથી. આ સંમેલનમાં પાંચ પ્રદેશના મુખ્યમંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓ ઉપસ્થિત હતા. એ એક જુદો જાણે વિપક્ષી મોરચો હોય એમ જણાતું હતું. પણ એનો કોઈ મોટો મતલબ નીકળે એવું લાગતું નથી. કારણ કે, આ મોરચો થાય તો પણ એનું ઉપજણ રાષ્ટ્રીય રાજકારણમાં કેટલું રહેશે એ કહી ના શકાય. આ સમેલનમાં તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ તો હતા જ , એ જ યજમાન હતા. એ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિં કેજરીવાલ , પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન , કેરળના પીનારાઈ વિજયન ઉપરાંત યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને ડાબેરી નેતા ડી. રાજ્ય અને અન્ય નેતાઓ ઉપસ્થિત હતા.

રાવને રાષ્ટ્રીય રાજકારણમાં આવવાની ચળ ઉપડી છે. અને એટલે જ એમણે એમના પક્ષ તેલંગણા રાષ્ટ્રીય સમિતિનું નામ ભારત રાષ્ટ્રીય સમિતિ કર્યું છે. પોતાના રાજ્યમાં ટીઆરએસનો દબદબો છે. બે વાર મુખ્યમંત્રી બન્યા બાદ એ ત્રીજીવાર મુખ્યમંત્રી બની શકે એવી સ્થિતિ છે. ગઇ ચૂંટણીમાંઅ ૧૨૦માંથી ૮૦ બેઠકો એમને મળી હતી અને બાદમાં દલબદલના રાજકારણથી એ બેઠકોની સંખ્યા વધીને ૧૦૦ થઈ. આગામી ચૂંટણીમાં એટલી બેઠકો તો નહીં મળે પણ અંદાજ એવો મુકાય છે કે, રાવ ફરી સત્તા પર આવશે. ભાજપ અહી પર્યટન કરી રહ્યો છે પણ એમાં સફળતા મળતી નથી.

રાવ વિપક્ષને સાથે લેવા માંગે છે. અગાઉ પણ એમણે આવા પ્રયત્નો કર્યા છે પણ એરમાં સફળ થયા નથી. એમની નજર આંધ્રપ્રદેશ પર પણ છે. એ વિપક્ષને સાથે લઈ ચાલવા માંગે છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ સંમેલનમાં કોંગ્રેસના કોઈ નેતા હતા નહીં. અને કોંગ્રેસ વિષે કોઈ નેતા ઘસાતું બોલ્યા પણ નથી. ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધીની ઈમેજમાં સુધાર તો થયો જ છે. પણ આ મોરચો કોંગ્રેસને સાથે લઈ ચાલવા માંગે છે કે નહીં એ સ્પષ્ટ નથી. અને એ વાતે સાચી છે કે, કોંગ્રેસને સાથે લીધા વિના કોઈ વિપક્ષી મોરચો સાફ થાય નહીં. કોંગ્રેસ આખા દેશમાં ફેલાયેલી છે. ભાંગ્યું તો ય ભરૂચ છે.

બીજું કે, જે પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓ અહી ઉપસ્થિત રહ્યા એ પાંચ રાજ્યોની લોકસભાની ૫૪૩માંથી ૧૨૦ બેઠક છે ને આ પાંચ પક્ષો પાસે માત્ર ૧૯ બેઠકો જ છે. યુપીમાં અખિલેશ યાદવ નબળા પડ્યા છે. સપા પાસે લોકસભાની માત્ર ૫ બેઠક છે. ટીઆરએસ પાયાએ ૯ બેઠક છે. કોંગ્રેસ ૫૪ પર છે. આપ હજુ એટલું વર્ચસ અન્ય રાજ્યોમાં ધરાવતો નથી. એટલે આવા સંમેલનો કેટલા પ્રસ્તુત છે અને એનું પરિણામ કેટલું આવી શકે એ મુદે શંકા જ રહ્યા કરે છે.

તામિલનાડુ કે તમિલગમ
દેશના જુદા જુદા રાજ્યોમાં રાજ્યપાળો વિવાદમાં છે. કદાચ રાજ્યપાળો સંદર્ભે અત્યારે જેટલા વિવાદ ચાલે છે એટલા આજાદ ભારતના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી. અને આ વિવાદમાંથી કેટલાનું પ્રમોશન થયું છે. અત્યારે વિવાદમાં તામિલનાડના રાજ્યપાલ આર એન રવિ છે. એમણે વિધાનસભામાં કહ્યું કે, તામિલનાડુનું નામ તમિલગમ હોવી જોઈએ અને એમાંથી વિવાદ શરૂ થયો છે. આ બે શબ્દના અર્થ શું છે? તામિલનાડુનોપ અર્થ તમિલ પ્રદેશ. અને તમિલગમણો અર્થ છે તમિલ વસે છે એ પ્રદેશ. અ મુદે ડીએમકે દ્વારા વિરોધ થયો છે રાજ્યપાલે સંઘના ભાજપણાં ઇશારે આ કહ્યું છે , આ રાજકીય છે એવા નિવેદન પછી વિવાદ વધુ વકર્યો છે.

આ બે શબ્દ મુદે ફ્લેશબેકમાંઅ જવું પડે એમ છે. ૧૯૩૮માં દ્રવિડ આંદોલન ચાલતું હતું અને એના જનક પેરિયાર રામાસ્વામીએ તમિલગમ શબ્દ આપેલો અને ત્યારે ડીએમકેએ સૂર પુરાવેલો. પણ તામિલનાડુ નામ થયું અને વાત ભૂલાઇ ગઈ. રાજ્યપાલે ઉલ્લેખ કર્યો એમાં ય રાજકીય બૂ તો આવે જ છે. હિન્દુત્વથી તામિલનાડુમાં ચાલ્યો નથી અને અહી ભાજપની સ્થિતિ સુધરતી નથી. અન્નાડીએમકે સાથે રહ્યા પછી પણ મોટો લાભ થયો નથી. અને એટલે રાષ્ટ્રવાદના આધારે ભાજપ આગળ વધવા માગે છે. અને હવે તો અન્ના ડીએમકે પણ ભાજપથી નારાજ છે. એના નેતા પનીરસેલવમે કહ્યું કે, ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન કર્યું એનાથી પક્ષને નુકસાન થયું છે. ભાજપ પણ હવે એકલા હાથે અહી આગળ વધવા માગે છે. પણ કેટલી સફળતા મળશે? એ સવાલ કરવો હજુ વહેલો છે.

આ તે કેવી માનસિકતા?
ઉત્તરપ્રદેશના લખનૌમાંઅ ગોમતી નદીના પુલના કિનારે જે બન્યું એ શરમજનક છે. અહી કાશ્મીરી યુવાનો સૂકો મેવો વેચવા બેસે છે. પણ એક ગાડીમાં કેટલાક યુવાનો આવ્યા. અને સૂકો મેવો વેચનારાઓને કહ્યું કે, અહી વેચાણ બંધ કરો. સામે કોઈએ પૂછ્યું કે, શા માટે? તો કહે કે અમે અધિકારી છીએ. અને પછી તોડફોડ કરી. બધો માલસામાન ગોમતીમાં ફેંકી દીધો. કેટલાક લોકોએ ખરીદી કરેલી તો એમના હાથમાંથી જુંટવી નદીમાં ફેકી દેવાયો. પછી આ યુવાઓ ભાગી ગયા.
તંત્ર પણ આંચબામાં છે કે, આ કોણ અધિકારી? સામાન્ય રીતે કોઈ વીવીઆઈપી મુવમેન્ટ હોય તો પહેલેથી વેચનારાઓને કહી દેવાય છે એટલે એ ત્યાંથી દૂર થાય છે. પણ કોઈ સૂચના જ નહોતી. એ યુવાનોની માનસિકતા પર પ્રશ્ન થવો જ જોઈએ. અને એમની સામે સખત પગલાં લેવાવ જોઈએ.
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top