Comments

કાશ્મીરમાંથી ફરી પ્રગટેલું આશાનું કિરણ

રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાએ અનેક આશ્ચર્યો આપ્યા છે અને ટીકાકારો અને શંકાશીલોને ખોટા પુરવાર કર્યા છે. 1. રાહુલ ગાંધી આટલુ લાંબુ અંતર પગપાળા કાપી શકે? 2. ભારતીય જનતા પક્ષ તેમના અને કોંગ્રેસ પર આઠ વર્ષથી સુઆયોજિત રીતે રાજકીય હુમલો કરી રહ્યો હોય ત્યારે પોતાની પદયાત્રામાં રાહુલ આટલા બધા લોકોને આકર્ષી શકે? 3. યાત્રા હિંદી ભાષી પ્રદેશમાં, ખાસ કરીને ભારતીય જનતા પક્ષની હકુમતવાળા રાજયોમાંથી પસાર થાય ત્યારે તેની કોઇ અસર પડે? 4. ખાસ કરીને અત્યંત સંવેદનશીલ અને ધૃવીકૃત જમ્મુ-કાશ્મીરમાં તેમની પદયાત્રાની શું અસર પડે?


આ દરેક પ્રશ્નનો જવાબ આશ્ચર્યજનક છે. સૌથી મોટું આશ્ચર્ય અહીં જ પ્રતીક્ષા કરી રહ્યું હતું. આમ ઓગસ્ટ 2019ના રોજ બંધારણીય સુધારા પછી જમ્મુ અને કાશ્મીર તથા લડાખના બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચાયેલા અને એક તબક્કે તો બંધારણની કલમ 370ની નાબુદીના પ્રશ્ને ચાર વર્ષ પહેલા કાશ્મીર અને જમ્મુ તેમજ બીજી તરફ લડાખના લેહ અને કારગિલ વિભાગના બે ઊભા ફાડચામાં વહેંચાયેલા આ કેન્દ્ર શાસિત પ્રદેશો જુદી રીતે વિચારી રહ્યા હતા. મેગ્સેસે એવોર્ડ વિજેતા અને પર્યાવરણવાદી સોનમ વાંગચુકના આ નિવેદન પર વિચાર કરો.

તેમણે લડાખમાં આબોહવાના જતન માટે પાંચ દિવસના ઉપવાસ લડાખમાં કર્યા હતા. બંધારણની કલમ 370 એની નાબુદીના પગલાને તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂત ટેકો આપનાર વાંગ્ચૂકે નિવેદન કર્યું હતું કે લડાખની વર્તમાન પરિસ્થિતિ જોડાયા પછી મને લાગે છે કે લડાખ 2019ના વર્ષ પહેલાના જમ્મુ-કાશ્મીરના ભાગ તરીકે વધુ સારું હતું.

ભારત જોડો યાત્રાની કાશ્મીરની કડકડતી ઠંડીમાં સમાપ્તિ થઇ અને લડાખના એક પ્રતિનિધિ મંડળે જમ્મુમાં રાહુલ ગાંધી સાથે મંત્રણા કરી તે પછી તેમણે આ નિવેદન કર્યું હતું. ભારત જોડો યાત્રા જમ્મુ પ્રદેશમાંથી પસાર થઇ ત્યારે પણ આવો જ મત સંભળાયો હતો. સૌથી જોરદાર પ્રતિક્રિયા વિસ્થાપિત કાશ્મીરી પંડિતો, ભૂતપૂર્વ સૈનિકો અને ખેડૂતો તરફથી આવી હતી. આ ભૂતપૂર્વ સૈનિકો અને ખેડૂતો ભારત-પાકિસ્તાન સરહદે વસેલા છે. તે બધાની એક જ ફરિયાદ હતી કે ત્રાસવાદના તમામ કારણોમાં બંધારણની કલમ 370 એની નાબૂદી જવાબદાર છે અને 2019 પછી તંત્ર કથળી ગયું છે.

બરફાચ્છાદિત કાશ્મીર ખીણમાં સ્વાગત માટે જે પ્રમાણમાં લોકો ઉમટયા તે જોઇને ખુદ રાહુલ ગાંધીને પણ આશ્ચર્ય થયું હશે પણ લોકોની આ ફરિયાદ ત્યારે બુલંદ બની હતી. ભારત જોડો યાત્રાની સૌથી મોટી ઉપલબ્ધિ એ હતી કે છેલ્લા ચાર વર્ષમાં સંદેશા વ્યવહારમાં આડશો નાંખી તમામ રીતે મૂંગા મંતર કરી દેવાયેલા કાશ્મીરી લોકોને મૌન તોડી હૈયું ઠાલવવાની તક મળી હતી. તેમનો સૂર એવો હતો કે જમ્મુ કાશ્મીર લડાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી અચોક્કસતામાં ધકેલી દેવાયો છે. હવે તમે જ કંઇ કરો એવી આશા છે.

લેફટેનંટ ગવર્નરને પદયાત્રા તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ સમાપ્ત થવા દેવાની સૂચના મળી હતી અને ખાસ કરીને કાશ્મીરના લોકોને પોતાના દિલની વાત કરવાનો મોકો મળ્યો હતો. 4000 કિલો મીટરની આ પદયાત્રા ભારતના તાજેતરના ઇતિહાસમાં એક સીમા ચિન્હ છે એમાં કોઇ લોકો સાથે સંપર્ક કરવા કોઇ એક વ્યકિત 4000 કિલોમીટર પદયાત્રા કરે તેની ચોમેર વાહ વાહ થઇ છે. કાશ્મીરનો પ્રતિભાવ તેમની યાત્રાની સફળતાનું ચિહ્‌ન છે. આ યાત્રાથી દેશમાં અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ માટે નવા દ્વાર ખૂલી ગયા છે અને શાસક પક્ષ માટે ચેતવણીની ઘંટડી વાગી છે. તેણે લોકોનો અવાજ સાંભળવો જ પડશે.

હાડ થીજાવતી ઠંડીમાં વાંગ્ચૂકના દેખાવો એકલાનો અવાજ લાગે કે બરફના તોફનોમાં પણ રાહુલ ગાંધીને વધાવવા નીકળતા લોકો મનોરંજક દેખાવ લાગે પણ કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્ર સરકારે ચિંતાતુર થઇને જાગૃત થઇ જવું પડશે. ‘ભારત જોડો યાત્રા’ને પગલે લોકોનો વિરોધ બુલંદ બનતો જાય છે. ભલે ચૂંટણીનું ધ્યેય હોય પણ રાહુલ પોતાની યાત્રામાં અડગ રહ્યા છે અને લોકો પોતાની વ્યથા કહેવા બહાર આવ્યા. લોકો પહેલા ટી.વી. કેમેરાની સામે ખુલ્લેઆમ કયાં આવતા હતા?
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સમાપન થયું પણ એ પૂર્ણ વિરામ નથી. લડાઇની શરૂઆત છે. પક્ષને મજબૂત બનાવવાથી વિશષ કામ કરવાનું છે. લોકોને રાહુલ ગાંધીમાં વિશ્વાસ જાગ્યો છે.

વિવાદથી દૂર રહીને પત્રકારો સહિત સમાજના તમામ વર્ગને સાથે રાખવાનું સહેલું નથી અને એ કંઇ નાની સિધ્ધિ નથી. બંધારણની કલમ 370 બંધારણના ભાગ તરીકે ચાલુ જ છે તેને માત્ર હળવી કરવામાં આવી છે એ હકીકત છતાં રાહુલને આ કલમ વિશે સ્પષ્ટ અભિગમ લેવા કહ્યું હતું પણ રાહુલ આવા સંગઠિત પ્રયાસને વશ ન થયા.
રાહુલ કઇ રાજકીય મજબૂરીમાં આ યાત્રા કરી રહ્યા છે તે લોકો પણ સમજી ગયા છે અને રાહુલ ગાંધીના વલણને બીરદાવ્યું છે. ભારત જોડો યાત્રા કાશ્મીરમાંથી ફરી પ્રગટેલું આશાનું એક નવું કિરણ છે. હવે કેન્દ્ર સરકાર તાકીદે વિધાનસભાની ચૂંટણી કરે અને લોકોને તેમની સરકાર બનાવવા દે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top