SURAT

ગોવિંદ ધોળકિયાનું મોસ્ટ રિસ્પકેટેડ ફૅમિલી બિઝનેસ ઓફ ધ યર એવોર્ડથી સન્માન

સુરત: વિશ્વ વિખ્યાત ડાયમંડ ઉદ્યોગપતિ અને માનવતાવાદી ગોવિંદ ધોળકિયા (Govind Dholakiya) ઉત્સાહિત થઈને ગૌરવ સાથે કહે છે. “કુટુંબને કંપની નહીં પણ કંપનીને કુટુંબ બનાવો.” 2022 હુરુન રિપોર્ટ ગ્લોબલના આધારે વૈશ્વિક ડાયમંડ દુનિયામાં અગ્રણી એવી શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK) ને મોસ્ટ રિસ્પેકટેડ ફૅમિલી બિઝનેસ ઓફ ધ યરનું (Respected Family Business of the year award) સન્માન મળેલ છે. SRK કંપની વતી તેના ફાઉન્ડર, ચેરમેન ગોવિંદકાકાના હુલામણા નામથી વધુ લોકપ્રિય છે. તેઓના મહત્વના યોગદાન બદલ રુપર્ટ હૂગવર્ફે (હુરુન રિપોર્ટના ગ્લોબલ ચેરમેન) કંપની વતી ગોવિંદકાકાને સન્માનિત કરાયા હતા.

  • હુરુન રિપોર્ટ વિશ્વનું પ્રખ્યાત એંટ્રપ્રિનિયરશીપ પ્લૅટફૉર્મ છે જે ઈન્ડિયા અને ચીનના સુપ્રસિદ્ધ એંટ્રપ્રિનિયરની પ્રેરણાત્મક જર્નીને પ્રોત્સાહન આપે છે. હુરુન રિપોર્ટ ગ્લોબલ દ્વારા માન્યતા પ્રાપ્ત થવી એ એક સન્માનની વાત છે
  • તા. 2જી ફેબ્રુઆરીના રોજ મુંબઈના તાજ લેંડ્સ એન્ડ હોટલમાં યોજાયેલા ફંકશનમાં ગોવિંદભાઈને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા

આ ઐતિહાસિક અને ગૌરવશાળી ફંક્શન તા. 2 ફેબ્રુઆરી 2023ના રોજ મુંબઈની તાજ લેંડ્સ એન્ડ હોટેલમાં યોજાયું હતું . આ 10માં “હુરુન મોસ્ટ રિસ્પેકટેડ એંટ્રપ્રિનિયર એવોર્ડ્સ અને ગાલા ડિનર” માં મુખ્ય સ્પીકર તરીકે કુમાર મંગલમ બિરલા (આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન), અશ્વિન દાની (એશિયન પેઇન્ટ્સના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન), નાદિર ગોદરેજ (ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના એમડી), ડો. સાયરસ પૂનાવાલા (સાયરસ પૂનાવાલા ગ્રુપના ચેરમેન અને એમડી) વગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ આદિ ગોદરેજ, ડો. સાયરસ પૂનાવાલા, નીથીન કામથ, ક્રિસ ગોપાલક્રિષ્નન જેવા મહાનુભાવોને હુરુન એવાર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.

હુરુન રિપોર્ટ વિશ્વનું પ્રખ્યાત એંટ્રપ્રિનિયરશીપ પ્લૅટફૉર્મ છે જે ઈન્ડિયા અને ચીનના સુપ્રસિદ્ધ એંટ્રપ્રિનિયરની પ્રેરણાત્મક જર્નીને પ્રોત્સાહન આપે છે. 1999માં શરૂ થયેલ હુરુન રિપોર્ટ અત્યારસુધી વિશ્વભરના ઘણા શહેરોમાં વિકસિત થયું છે. માત્ર થોડા જ વ્યક્તિઓ આ લિસ્ટમાં સ્થાન મેળવી શકતા હોવાથી હુરુન રિપોર્ટ ગ્લોબલ દ્વારા માન્યતા પ્રાપ્ત થવી એ એક સન્માનની વાત છે. પોતાના ક્ષેત્રમાં વિકાસ માટે નોધપત્ર ફાળો આપનાર, સમાજ પ્રત્યે ઉત્તમ યોગદાન આપવા બદલ અને તેમના શ્રેષ્ઠતમ કાર્યોના આધારે તેમના ઉદ્યોગ ઉપર જે પોઝિટિવ અસર પડે છે તેના આધારે જ તેઓને એવાર્ડ એનાયત કરવામાં આવે છે.

SRK તેની 6 દાયકાની જર્ની ફક્ત તેના ડાયમંડ અને સસ્ટેનેબિલિટી પ્રેક્ટિસમાં જ આગળ નથી પરંતુ પોતાના બિઝનેસમાં ફૅમિલી વેલ્યુ અને સૌ કર્મચારીઓને પ્રેમભાવ અને લાગણીઓને ખૂબ સારી રીતે સમજીને સાચવે છે. SRK તેના એથીક્સ માટે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી તથા વિશ્વમાં ખૂબ જ જાણીતી છે. SRK કંપની તેમાં કામ કરતાં દરેકને “એમ્પ્લોયી” નહીં પરંતુ “ફૅમિલી મેમ્બર્સ” જ માને છે આ ઉપરાંત મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવતા તમામ નિર્ણયો આ ફૅમિલી મેમ્બર્સને પણ સ્વજન ગણીને સુખ સગવડ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ને જ લેવામાં આવતા હોય છે.

એક અહેવાલ મુજબ, 2008માં આવેલ મંદી અને 2020માં આવેલ કોરોનાકાળ દરમ્યાન, દરેક ફૅમિલી મેમ્બર્સને નિયમિત પગાર આપવામાં આવ્યો હતો અને કોઈ પણ વ્યક્તિને કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા નથી. ફૅમિલી બિસનેસ હોવા છતાં, ક્યારે પણ નેપોટીઝમની ફરિયાદ આવી નથી કારણ કે, મેનેજમેન્ટ ટીમના દરેક વ્યક્તિને પોતાના સ્થાન સુધી પહોંચવા માટે ટ્રેનિંગ લેવી પડે છે. SRK ટીમના સ્પોકપર્સન કહે છે કે “અમે એમ્પ્લોયીની નિમણૂક નથી કરતાં; અમે ફૅમિલી મેમ્બર્સની નિમણૂક કરીએ છીએ. જેથી બંને એકબીજાના ગ્રોથ માટે ખૂબ જ મહેનત કરે છે”.

અમે જીવનવીમા પોલિસીમાં નથી માનતા, પરિવાર જ જીવનવીમો છે: ગોવિંદ ધોળકિયા
ઈવેન્ટ દરમ્યાન ગોવિંદકાકા કહે છે કે, જેને ભાઈમાં ભગવાનના દેખાય તે દેશ-સેવા કે દેવ-સેવા કરી શકે નહીં, એ મુજબ અમારી કંપની પણ ભાઈ-ભત્રીજાઓ સાથે મળીને આ ફૅમિલી બિઝનેસ ચલાવી રહી છે. “અમો જીવનવીમા પોલિસીમાં બિલિવ નથી કરતાં કારણ કે, અમારા માટે તો પરિવાર જ અમારો જીવન વીમો છે”.

Most Popular

To Top