Top News

More Posts

   The Latest

Most Popular

દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) (ICC) દ્વારા જારી કરાયેલી તાજેતરની વન ડે રેન્કિંગમાં (Oneday Rainking) કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. બેટ્સમેન રેન્કિંગમાં ભારતનો શુભમન ગીલ ચોથા સ્થાને પહોંચ્યો છે, જ્યારે વિરાટ કોહલી છઠ્ઠા ક્રમે છે. આ ઉપરાંત રોહિત શર્મા 8માં ક્રમે છે. ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર મેટ હેનરી પાંચ ક્રમનો કૂદકો મારીને બોલર્સ રેન્કિંગમાં પાંચમા ક્રમે પહોંચી ગયો છે. ભારતનો મહંમદ સિરાજ ત્રીજા સ્થાને જળવાઇ રહ્યો છે. ક્વિન્ટન ડી કોકને વનડે રેન્કિંગમાં ચાર સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે સાતમા નંબરે સરકી ગયો છે.

  • ક્વિન્ટન ડિ કોકને થયેલા ચાર સ્થાનના નુકસાનનો સીધો ફાયદો શુભમન ગીલ અને વિરાટ કોહલીને થયો
  • બોલર્સ રેન્કિંગમાં ભારતનો ઝડપી બોલર મહંમદ સિરાજ ત્રીજા ક્રમે જળવાઇ રહ્યો

હેનરીએ શ્રીલંકા સામેની છેલ્લી વન ડેમાં શાનદાર બોલિંગ કરી અને માત્ર 14 રન આપીને 3 વિકેટ લીધી હતી. બેટ્સમેનોના ટી-20 રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર ડેરીલ મિચેલ પાંચ સ્થાન ઉપર પહોંચી ગયો છે. મિચેલે છેલ્લી ટી-20 મેચમાં 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શ્રીલંકાનો સ્પીનર મહેશ તિક્શાનાને ટી-20 સીરિઝમાં સારી બોલિંગનું ઇનામ મળ્યું છે અને તે ત્રણ સ્થાન ઉપર ચઢીનો ટોપ ટેનમાં 10માં ક્રમે પહોંચ્યો છે. આ સાથે જ શ્રીલંકાના મિડલ ઓર્ડર બેટ્સમેન ચરિથ અસલંકાએ 12 સ્થાનની છલાંગ લગાવી છે અને તે 23માં નંબર પર પહોંચી ગયો છે.

વન ડે રેન્કિંગ ટોપ ટેન બોલર્સ
ક્રમ ખેલાડી દેશ રેટિંગ

1 જોશ હેઝલવુડ ઓસ્ટ્રેલિયા 705
2 ટ્રેન્ટ બોલ્ટ ન્યુઝીલેન્ડ 694
3 મહંમદ સિરાજ ભારત 691
4 મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા 686
5 મેટ હેનરી ન્યૂઝીલેન્ડ 676
6 રાશિદ ખાન અફઘાનિસ્તાન 659
7 એડમ ઝમ્પા ઓસ્ટ્રેલિયા 652
8 શાહિન આફ્રિદી પાકિસ્તાન 641
9 મુજીબ રહેમાન અફઘાનિસ્તાન 637
10 શાકિબ અલ હસન બાંગ્લાદેશ 636

0-

વનડે રેન્કિંગ ટોપ ટેન બેટ્સમેન
ક્રમ ખેલાડી દેશ રેટિંગ
1 બાબર આઝમ પાકિસ્તાન 887
2 રસી વાન ડેર ડુસેન દ.આફ્રિકા 777
3 ઇમામ ઉલ હક પાકિસ્તાન 740
4 શુભમન ગીલ ભારત 738
5 ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા 726
6 વિરાટ કોહલી ભારત 719
7 ક્વિન્ટોન ડિ-કોક દ. આફ્રિકા 718
8 રોહિત શર્મા ભારત 707
9 સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા 702
10 ફખર ઝમાં પાકિસ્તાન 699

To Top