Dakshin Gujarat

ડુંગરી હાઈવે પર દોડતી કારમાં અચાનક જ લાગી આગ, કારચાલક જીવતો ભૂંજાઇ ગયો

વલસાડ: રાજ્યમાં રસ્તા પર દોડતી કારમાં અચનાક આગ લાગવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે વલસાડમાંથી (Valsad) પણ આવો જ એક બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં પૂરપાટ ઝડપે જતી એક કારમાં (car) અચાનક જ આગ (Fire) ભભૂકી ઉઠતાં કારમાં સવાર એક યુવક જીવતો ભૂંજાઈ ગયો છે. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં યુવકનું મોત (Death) નિપજ્યું હતું.

વલસાડ ડુંગરી હાઈવે પર આવેલા સોનવાડા ખાતે કબીર પંથ મંદિર નજીક બજરંગ હોટલ સામે સુરતથી મુંબઈ તરફ જતા ટ્રેકના સર્વિસ રોડ ઉપર એક રનિંગ અર્ટિકા કાર નંબર GJ-15-CG-6710 અચાનક સળગી ઊઠી હતી. રાહદારીઓએ તાત્કાલિક કારને અટકાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબૂમાં આવી ન હતી. રાહદારીઓએ આ ઘટના અંગે ફાયર વિભાગે જાણ કરી હતી.

બે કલાક બાદ આગ ઉપર કાબૂ મેળવાયો
વલસાડ કંટ્રોલરૂમની ટીમે તાત્કાલિક વલસાડ ફાયર અને ડુંગરી પોલીસની ટીમને ઘટના અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની આખી ટીમ મદદ માટે ઘટના સ્થળે આવી પહોંચી હતી. લગભગ બે કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાઇટર્સે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કારમાં સવાર એક યુવકનું મોત થયું હતું. હાઈવે પર આગની ઘટમનાને લઈને ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. કારમાં આગ ક્યાં કરાણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે યુવકનો મૃતદેહ કબજો લઈ મૃતકનાં પરિવારજનો અને કારમાલિકની શોધખોળ હાથ ધરી છે. આ અગાઉ પણ ભાવનગર જિલ્લામાં એક કાર ટ્રક સાથે અથડાયા બાદ સળગી ઉઠી હતી. કારચાલકે પોતાને બચાવવા માટે કારનો કાચ તોડવાનો પ્રયત્ન કર્યા હતા. જો કે કાર ચાલક નિષ્ફળ રહ્યો હતો અને જીવતો જ સળગી ગયો હતો.

યુવકે કારમાંથી નીકળવા માટે કાચ તોડવાના પ્રયત્નો કર્યો
ત્રણેક મહિના પહેલા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં એક કાર ટ્રક સાથે અથડાયા બાદ સળગી ઉઠી હતી. અકસ્માતમાં કારના દરવાજા ખુલી ન શકતા કરાચાલકનું મોત નિપજ્યું હતું. હાઈવે પર મહુવા તરફથી જતી કાર અને ભાવનગર તરફથી આવતું કેમિકલ ભરેલું ટેન્કર એકાએક ધડાકાભેર અથડાયું હતું. આ ઘટનામાં યુવકે પોતાને બચાવવા માટે કારનો કાચ તોડવાનો પ્રયત્નો કર્યા હતા. જો કે દરવાજો કે કાચ ન તૂટતા કારચાલક જીવતો હોમાઈ ગયો હતો.

Most Popular

To Top