SURAT

સુરતના આ વિસ્તારમાં રૂપિયા 510 કરોડમાં જમીન વેચાય, બધા રેકોર્ડ તોડ્યા..

સુરત: સુરતમાં જમીન મિલકતોના સોદાનું બજાર ગત નાણાંકીય વર્ષમાં શુષ્ક રહ્યું પરંતુ જે રીતે સુરતમાં અત્યાર સુધીનો જમીનનો મોટો 510 કરોડનો સોદો થયો હતો. જેણે સરકારને અત્યાર સુધીની એક જ સોદાની સૌથી વધુ 30 કરોડની આવક કરી આપી છે. ઉધના મગદલ્લા રોડ પર ફિનિક્ષ પેલેડિયમ દ્વારા આ જમીનની ખરીદી કરવામાં આવી હતી. આ સોદાએ તે સમયે ભારે ચર્ચા જગાવી હતી. લાખ ચોરસ મીટરમાં બનનારા આ પ્રોજેક્ટ પર સુરત સહિત દક્ષિણ ગુજરાત વાસીઓની નજર ચીપકી છે.

સુરતના જમીન-મિલકતના બજારમાં એટલી તેજી ગત વર્ષે નહોતી. જેની માહિતી ગયા વર્ષના સરખામણીમાં સરકારને થયેલી સ્ટેમ્પ ડ્યૂટીની આવકના આંકડાનું બારીકાઈથી નિરિક્ષણ કરતા પ્રતિત થઈ છે. ગયા વર્ષની સરખામણીમાં 31 માર્ચ 2023ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષે સ્ટેમ્પ ડ્યૂટીને રૂ. 112 કરોડની ઓછી આવક થઈ હતી. કોરોના વાયરસના કહેર બાદ શહેર અને જિલ્લામાં જમીન મિલકતના સોદાઓ ઘટ્યા છે.

છેલ્લા ત્રણ વર્ષમાં દસ્તાવેજ રજિસ્ટ્રેશનના આંકડા જોતા કોરોનામાં જે દસ્તાવેજો નોંધાયા હતા, એના કરતા ગયા નાણાકીય વર્ષમાં ડબલ દસ્તાવેજો નોંધાયા છે. આ દસ્તાવેજો મોટેભાગે ગીરો લોનના હતા. લોકોએ માલ મિલ્કતો બેંકમાં ગીરવે મૂકીને નાણાના પ્રવાહનો સંચાર શરૂ રાખ્યો હતો.

વર્ષ 2020-21માં સરકારને રૂ. 122 કરોડની આવક થઈ હતી. તે પછીના એટલે કે 2021-22 રૂ. 1314 કરોડની સ્ટેમ્પ ડ્યૂટીની આવક થઈ હતી અને ગત 31 માર્ચે પૂરા થયેલા વર્ષ 2022-23ના નાણાકીય વર્ષમાં રૂ. 1202 કરોડની સ્ટેપ ડ્યૂટીની આવક થઈ હતી. આમ, ગયા વર્ષની સરખામણીમાં સ્ટેમ્પ ડ્યૂટીની આવક રૂ. 112 કરોડ ઘટી છે. જે દેખાડે છે કે હજી પણ રિઅલ એસ્ટેટ માર્કેટમાં તેજીના સંકેતો મળતા નથી.

કયા વર્ષમાં કેટલા દસ્તાવેજો નોંધાયા? સ્ટેમ્પ ડ્યુટીની કેટલી આવક?

વર્ષ દસ્તાવેજ નોંધણી ફી સ્ટેમ્પ ડયુટી

2021 24901 268367404 1499424828
2022 27138 264838788 1739260978
2023 30506 422706838 2529341044

હજીરાની આર્સેલર મિત્તલે પણ રૂ. 260 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરી હતી
સુરત જિલ્લામાં સ્ટેમ્પ ડ્યૂટીના આવકના આકડાનું વિશ્લેષણ કરતા કેટલીક બાબત ચર્ચાસ્પદ બની હતી. ખાસ કરીને વિતેલા નાણાકીય વર્ષમાં હજીરા વિસ્તારની આર્સેલર મિત્તલ કંપનીએ રૂ. 260 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ફટાક દઈને ભરી દીધી હતી. સરકારને આ અવસરે પણ સારી એવી જંગી રકમની આવક થઈ હતી. સ્ટેમ્પ ડ્યૂટીના ગ્રામ્ય વિભાગમાં આ આવક મોખરાની રહી હતી.

Most Popular

To Top