Sports

મહેન્દ્ર સિંહ ધોની ફરી ઝારખંડના સૌથી મોટા ટેક્સ પેયર બન્યા, જાણો ક્યાંથી આવે છે કમાણી?

નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ભલે અઢી વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (Cricket) સંન્યાસ (Retirement) લઈ લીધો હોય, પરંતુ તેની કમાણી કોઈપણ રીતે ઘટી નથી. ધોનીએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને ODI વર્લ્ડ કપ 2011 અને T20 વર્લ્ડ કપ 2007 જીતાડ્યો છે. ધોની હાલમાં IPL રમી રહ્યો છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો કેપ્ટન પણ છે. 41 વર્ષની ઉંમરે ધોનીએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે છેલ્લી ઓવરમાં 2 બોલમાં 2 સિક્સ મારીને પોતાની ક્ષમતા બતાવી છે.

38 કરોડનો એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો
હવે ધોની તેના રાજ્ય ઝારખંડમાં પણ સૌથી વધુ ટેક્સ ભરનાર બની ગયો છે. ધોનીએ આ સ્થાન પહેલીવાર હાંસલ કર્યું નથી. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ્યા બાદથી મહેન્દ્ર સિંહ ધોની સતત ઝારખંડના સૌથી મોટા આવકવેરા ચૂકવનાર તરીકે રહ્યા છે. ધોનીએ 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2022-23માં 38 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો છે. ધોનીએ 2021-22માં પણ એટલી જ રકમનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર આ વર્ષે ધોનીની કુલ સંપત્તિ 1030 રૂપિયાની આસપાસ છે. તેની માસિક કમાણી અંદાજે 4 કરોડ રૂપિયા છે.

ધોનીનું ઘણી કંપનીઓમાં રોકાણ છે
મહેન્દ્ર સિંહ ધોનીની ઘણી કમાણીનો મોટો હિસ્સો અલગ-અલગ કંપનીઓમાં તેમના રોકાણમાંથી આવે છે. ધોનીએ હોમલેન, કાર્સ 24, ખાતાબુક સહિત ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે. તેમની પાસે રાંચીમાં લગભગ 43 એકર ખેતીની જમીન છે. આ વર્ષના એડવાન્સ ટેક્સના આધારે અંદાજ છે કે છેલ્લા 2 વર્ષમાં તેની કમાણી લગભગ સમાન રહી છે. 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા છતાં ધોનીની કમાણીમાં કોઈ ઘટાડો થયો નથી.

નિવૃત્તિ બાદ ધોનીની કમાણી વધી
2020-21માં મહેન્દ્ર સિંહ ધોનીએ એડવાન્સ ટેક્સ તરીકે 30 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. નિષ્ણાતોના મતે 38 કરોડના એડવાન્સ ટેક્સ પરથી અંદાજ લગાવી શકાય છે કે ધોનીની કમાણી 130 કરોડની આસપાસ હશે. 2019-20માં ધોનીએ 28 કરોડનો એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો હતો, જે 2018-2019ના એડવાન્સ ટેક્સની બરાબર હતો. આ પહેલા ધોનીએ 2017-18માં 12.17 કરોડ રૂપિયા અને 2016-17માં 10.93 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો હતો.

Most Popular

To Top