Sports

ચાર વર્ષે ઘરઆંગણે પાછી ફરેલી KKRનો સામનો આજે સ્ટાર પાવર્સવાળી RCB સાથે

કોલકાતા : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023માં (IPL 2023) આજે ગુરૂવારે જ્યારે અહીં પોતાના હોમ ગ્રાઉન્ડ (Home Ground) પર કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સ્ટાર પાવર ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે મેદાને ઉતરશે ત્યારે તેઓ પોતાના ઘરઆંગણાની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ટૂર્નામેન્ટમાં પહેલી જીત મેળવવા માગશે.

  • મુખ્ય ખેલાડીઓની અનુપલબ્ધતાને કારણે ટીમ સંતુલન બેસાડવામાં સંઘર્ષ કરતી કેકેઆર હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવવા માગશે
  • શાકિબ અને શ્રેયસની બાદબાકી પછી હવે ટીમમાં જેસન રોયનું આગમન થતાં ટોપ ઓર્ડર મજબૂત થવાની કેકેઆરને આશા

મુખ્ય ખેલાડીઓની અનુપલબ્ધતાને કારણે સંતુલિત ટીમ તૈયાર કરવા માટે સંઘર્ષ કરી રહેલી કેકેઆરે અભિયાનની શરૂઆત પંજાબ કિંગ્સ સામે ડકવર્થ-લુઈસ પદ્ધતિથી સાત રને હાર સાથે કર્યા પછી શ્રેયસ અય્યર અને શાકિબ અલ હસનની બાદબાકી થતાં તેમને બે આંચકા લાગ્યા હતા. જોકે જેસન રોયના આગમનથી તેમનુ ટોપ ઓર્ડર મજબૂત થવાની તેમને આશા છે. આવતીકાલની આ મેચમાં બંને ટીમો ઉત્સાહથી ભરપૂર હશે કારણ કે આરસીબીની ટીમમાં દર્શકોના મનપસંદ વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. અય્યરની ગેરહાજરીમાં કેકેઆરની બેટિંગ નબળી પડી છે. કેકેઆર માટે બોલિંગમાં તેમના મુખ્ય આધાર ટિમ સાઉધી અને સુનીલ નારાયણ ચિંતાનું કારણ બન્યા છે. આરસીબી મુંબઇ ઇન્ડિયન્સ સામેની પ્રથમ મેચ જીતીને ફુલ ફોર્મમાં છે.
નીતિશ રાણાને કામચલાઉ કેપ્ટન તરીકે નિયુક્ત કરીને કેકેઆર બીજા તબક્કામાં તેમના નિયમિત કેપ્ટનની વાપસીની અપેક્ષા રાખતું હતું પરંતુ હવે જ્યારે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, ત્યારે ચંદ્રકાંત પંડિતના કોચવાળી ટીમ પણ નેતૃત્વની કટોકટીનો સામનો કરી રહી છે. રાણાને વ્હાઈટ બોલ ક્રિકેટમાં દિલ્હીની કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે અને હવે તેની ટીમને હોમ ગ્રાઉન્ડ પર પરત લાવવાનો મોટો પડકાર છે. કેકેઆર 1438 દિવસ પછી ઈડન ગાર્ડન્સમાં તેની પ્રથમ મેચ રમશે અને એવી અપેક્ષા છે કે આ દરમિયાન ફ્રેન્ચાઈઝીનો માલિક શાહરૂખ ખાન પણ હાજર રહેશે.

Most Popular

To Top