Gujarat Main

ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના વધુ એક કૌભાંડનો પદાર્ફાશ

ગાંધીનગર: છેલ્લાં કેટલાંય સમયથી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી માટે લેવાતી પરીક્ષામાં ગેરરીતિના કિસ્સા બહાર આવ્યા છે ત્યારે આજે વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સરકારી ભરતી કૌભાંડ અંગેનો એક લેટર બોમ્બ ફોડ્યો છે. સરકારી ભરતીમાં ડમી ઉમેદવારો પરીક્ષા આપતા હોવાનો આક્ષેપ યુવરાજ સિંહે કહ્યું છે.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પત્રકાર પરિષદમાં માહિતી આપતા યુવરાજ સિંહે કહ્યું કે, સરકારી નોકરી માટે અરજી કરનારાઓના બદલે અન્ય લોકો પરીક્ષા આપે છે. પરીક્ષા આપનાર અને સરકારી નોકરી લેનારા અલગ હોય છે. આ સાથે જ યુવરાજ સિંહે 2021-22માં ભાવનગરના શિહોર અને તળાજામાં જે ડમી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેઓની આખી યાદી જાહેર કરી હતી. આ હોંશિયાર વિદ્યાર્થીઓ ડમી બની સરકારી નોકરી લેવા માગતા અરજદાર વતી પરીક્ષા આપી હોવાના યુવરાજ સિંહે આક્ષેપ કર્યા હતા.

યુવરાજ સિંહે કહ્યું કે, ભાવનગર જિલ્લાના તળાજા અને શિહોર પંથકના હોશિયાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસાડવામાં આવે છે. તેના માટે નકલી માર્કશીટ પણ બનાવાય છે. વર્ષ 2021-22માં ગ્રામ સેવક ની ભરતીમાં પરીક્ષા આપનાર અલગ અને નોકરી લેનાર અલગ હતા. ડમી ઉમેદવારો નકલી આધારકાર્ડ બનાવીને પરીક્ષા આપતા હતા.

યુવરાજ સિંહે કહ્યું કે, ડમી ઉમેદવારો બેસાડી રીતસરનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે.  આ રેકેટમાં નકલી માર્કશીટ, નકલી પ્રમાણપત્ર, નકલી આધારકાર્ડ અને ડમી ઉમેદવારથી લઈને બધું જ ખોટું હોય છે. બોર્ડ પરીક્ષા હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ બનાવી નોકરી મેળવી રહ્યાં છે.

ડમી ઉમેદવારની યાદી

  • અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર વિમલ  (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
  • ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22)
  • કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22)
  • જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
  • કોઈને કોઈ ગેરરીતિ આચરી બોર્ડ પરીક્ષા થી લઇ સ્પર્ધાત્મક પરીક્ષા સુધી ઉમેદવારો પાસ પણ થઈ જાય છે, નોકરી પણ મેળવી લે છે. પણ હવે તો હદ એ છે કે પરીક્ષા આપનાર ઉમેદવાર પણ નકલી. 

ભાવનગરના તળાજા અને શિંહોરમાં ચાલી રહ્યું છે રેકેટ
યુવરાજ સિંહે કહ્યું કે, આ રેકેટ મુખ્યત્વે ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે પિપરલા, દિહોર, સથરા, ટીમાણા,  દેવગણા, અગિયાળીમાં ચાલી રહ્યું છે. છેલ્લા 15 દિવસોમાં અમે એક એક ગામડામાં જઈને માહિતી ભેગી કરી છે. ગેરરીતિ આચરનારા અનેક લોકો અલગ અલગ વિભાગ જેવા કે MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરી રહ્યા છે.

Most Popular

To Top