SURAT

સુરતના કોટ વિસ્તારમાં મેટ્રો અને ડ્રેનેજની કામગીરીના લીધે વધુ એક રસ્તો બંધ, વૈકલ્પિક રૂટ જાહેર કરાયો

સુરત : સુરત શહેરમાં હાલ મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી અનેક રસ્તાઓ અંશતઃ કે સંપૂર્ણ બંધ છે તેના કારણે લોકોને ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. મેટ્રો દ્વારા આગળથી જાણ કર્યા વિના અચાનક રસ્તા પર બેરીકેટ લગાવી દેતાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેવામાં ગુરુવાર 5 એપ્રિલથી સુરત પાલિકાએ પણ સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ વાહન પસાર થાય છે તેવો રસ્તો પાલિકાની ડ્રેનેજની કામગીરીને પગલે બંધ કરવાનું જાહેરનામું પ્રસિધ્ધ થતા આ વિસ્તારના લોકો વધુ હાલાકીમાં મુકાય તેવી શકયતા છે.

મનપા દ્વારા કોટવિસ્તારમાં ડ્રેનેજ અપગ્રેડેશન ની કામગીરી કરી રહ્યું છે આ કામગીરીના અનુસંધાને સગરામપુરા કૈલાસનગર ગરબા ચોકથી વિજય વલ્લભ ચોક સુધીના રસ્તા પર તા. ૦૫-૦૪-૨૦૨૩ થી તા. ૦૯-૦૫-૨૦૨૩ સુધી ડ્રેનેજ લાઈન બદલવાની જરૂરીયાતે ખોદાણ કામગીરી હાથ ધરવામાં આવશે.

આ કામગીરી દરમિયાન આ રસ્તા પર તા. ૦૫-૦૪-૨૦૨૩ થી તા. ૦૯-૦૫-૨૦૨૩ સુધી તમામ રાહદારીઓ તેમજ તમામ પ્રકારના વાહન વ્યવહારની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેથી વિકલ્પ તરીકે સગરામપુરા કૈલાસનગર ગરબા ચોકથી નાનપુરા વિજય વલ્લભ ચોક તરફ આવતા વાહનો અને રાહદારીઓ લાલવાડી ટપાલી મંડપ થઈ ગોલકીવાડ થઈ ક્ષેત્રપાળ મંદિર થઈ વિજય વલ્લભ ચોક તરફ જઈ શકશે. તેમજ મહાદેવનગર થઈ રીંગરોડ મજુરાગેટ થઈ જૂની આર.ટી.ઓ થઈ નાનપુરા જિવનભારતી સ્કૂલ થઈ લાફીંગ બુધ્ધા સર્કલ થઈ નાનપુરા વિજય વલ્લભ ચોક તરફ જઈ શકશે.

તેમજ આ ઉપરાંત મહાદેવનગર થી રીંગરોડ મજુરાગેટ થઈ જૂની આર.ટી.ઓ થઈ નાનપુરા જીવન ભારતી સ્કૂલ થઈ લાફિંગ બુધ્ધા સર્કલ થઈ નાનપુરા વિજય વલ્લભ ચોક તરફ જઈ શકશે. તે મુજબ નાનપુરા વિજય વલ્લભ ચોક થી સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જતા વાહનો અને રાહદારીઓ વિજય વલ્લભ ચોક થઈ ક્ષેત્રપાળ મંદિર થઈ ગોલકીવાડ થઈ લાલવાડી ટપાલી મંડપ થઈ કૈલાશનગર, ગરબા ચોક તરફ જઈ શકશે.

તેમજ વિજય વલ્લભ ચોક થઈ લાફિંગ બુધ્ધા સર્કલ થઈ નાનપુરા જીવન ભારતી સ્કૂલ થઈ રિંગરોડ જુની આર.ટી.ઓ. થઈ મજુરાગેટ થઈ મહાદેવનગર થઈ સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જઈ શકાશે. તેમજ અન્ય આંતરિક રસ્તાઓનો ઉપયોગ પણ કરી શકશે. આ કામગીરી જે તે રસ્તા ના ભાગો પર પુરી થશે તેમ તેમ તેટલા ભાગોના રસ્તા નાગરિકોની સુવિધા માટે અંશતઃ રીતે ખુલ્લા કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયેથી પ્રતિબંધિત માર્ગ રાહદારીઓ તથા વાહન વ્યવહાર માટે ફરીથી ખુલ્લો કરવામાં આવશે

Most Popular

To Top