Entertainment

OMG 2નું ટીઝર થયું રીલિઝ: ખિલાડી કુમાર દેખાયા શિવ અવતારમાં, ટીઝર જોયા બાદ ચાહકો ફિલ્મ માટે આતૂર

મુંબઇ: શ્રાવણના પવિત્ર મહિનામાં શિવ (Shiv) અવતારમાં અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ OMG 2 નું ટીઝર (Teaser) આજે એટલે કે 11મી જુલાઈના રોજ રિલીઝ થયું છે. અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી, યામી ગૌતમની ફિલ્મ OMG 2નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે. જો કે છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમારની ફિલ્મો ફ્લોપ જઇ રહી હતી. જેથી હવે તેમના ફેન્સને આ ફિલ્મથી ઘણી ઉમ્મીદો છે. જેમાં અક્ષય કુમાર ભગવાન શિવનું અને રામાનંદ સાગરની રામાયણના અરુણ ગોવિલ ફિલ્મમાં રામની ભૂમિકા ભજવતા જોવા મળશે.

આ ફિલ્મની ટેગલાઇન છે- રખ વિશ્વાસ, તૂ હે શિવ કા દાસ. OMG 2 માં આસ્તિક કાંતિશરણ મુત્ગલની વિશે બતાવવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં આસ્તિક કાંતિશરણ હંમેશા શિવ ભક્તિમાં લીન રહે છે. એનું માનવું છે કે જ્યારે શિવના ભક્તો મુશકેલીમાં હોય છે તેઓ હંમેશા મદદ કરવા માટે આવે છે. ભગવાન તેમના ભક્તોમાં ભેદભાવ કરતા નથી. ફિલ્મમાં એક ટ્વિસ્ટ આવ્યા બાદ પણ કાંતિશરણને ભોલેનાથ પર અડગ વિશ્વાસ હોય છે. જેથી અંતે શિવના અવતારમાં અક્ષય કુમાર તેની મદદ કરવા આવે છે.

અક્ષયની ફિલ્મ સની દેઓલની ફિલ્મ ગદર 2 સાથે ટકરાઈ રહી છે. આ સૌથી મોટી અથડામણ થવા જઈ રહી છે. બંને ફિલ્મોના પહેલા ભાગે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. અક્ષય કુમાર માટે 2022 ખાસ ન હતું. તેમની ઘણી ફિલ્મો ફ્લોપ રહી હતી. બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ, રક્ષા બંધન, રામ સેતુ, સેલ્ફી બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી છે. OMG 2 એ 2023માં ખિલાડી કુમારનો પહેલો પ્રોજેક્ટ છે. અક્ષય જ નહીં તેના ચાહકોને પણ આ ફિલ્મથી ઘણી આશાઓ છે. જ્યારે OMGનું બોક્સ ઓફિસ કલેક્શન 81.46 કરોડ છે.

OMG 2 માટે ફેન્સના ઉત્સાહિત થવાનો એક કારણ એ પણ છે કે આ ફિલ્માં રામાનંદ સાગરની રામાયણના રામ અરુણ ગોવિલ ફિલ્મમાં રામની ભૂમિકા ભજવતા જોવા મળશે. વર્તમાનમાં આદિપુરૂષ ફિલ્મ પર થતાં વિવાદો બાદ રામાનંદ સાગરની રામાયણનું શેમારૂ ટીવી પર ફરીથી રિ- ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું છે. જો કે અક્ષય કુમારમા ફેન્સ ખિલાડીને શિવ અવતારમાં જોઇને ફિલ્મ માટે ઘણા ઉત્સુક થઇ રહ્યા છે. ફિલ્મનું ટીઝર રીલિઝ થતાં જ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Most Popular

To Top