National

ઓલા સ્કૂટરના થયા બે ટુકડા, યુઝર્સની ફરિયાદો પછી તેઓને મળ્યો આ જવાબ

પુના: ઓલા સ્કૂટર (OLA Scooter) ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ વખતે એક યુઝરે (User) આ ઈલેક્ટ્રીક સ્કૂટરની બોડીના (Body) બે ટુકડા થઈ જવાની ફરિયાદ (Complaint) કરી છે. જે બાદ ટ્વિટર (Twitter) પર આવી અનેકો ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ પુણેમાં ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગતો વીડિયો વાયરલ થયો હતો, જેના પર સરકારે તાત્કાલિક કાર્યવાહી કરાવી હતી. આ ધટના પછી તરત જ લોકો સોશિયલ મીડિયા પર લાંબા સમયથી ઓલાના સોફ્ટવેર તેમજ સ્પીડ, રિવર્સ મોડ અને અન્ય સુવિધાઓ અંગે તેઓને થઈ રહેલી સમસ્યા અંગેની ફરિયાદો નોંધાવી રહ્યાં છે.

ટ્વિટર પર શ્રીનાધ મેનન નામના યુઝરે ઓલા સ્કૂટરના બે ટુકડા થવાની ફરિયાદ કરી હતી. તેણે પોતાની આ ટ્વીટમાં ઓલા ઈલેક્ટ્રીક કંપનીના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલને પણ ટેગ કર્યા છે. જેથી તેઓને આ ધટના અંગેની જાણકારી મળે. યુઝર દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટમાં, કાળા રંગના ઓલા સ્કૂટરનું આગળનું વ્હીલ અલગ પડી ગયેલું જોઈ શકાય છે. યુઝરે પોતાની પોસ્ટ સાથે લખ્યું છે કે ઓછી સ્પીડમાં સ્કૂટર ચલાવા છતાં આ સ્કૂટરનો આગળનું વ્હીલ સ્કૂટરથી અલગ થઈ ગયું હતું. સાથે જ તેઓએ માગણી કરી હતી કે અમે આ સ્કૂટરનું રિપ્લેસમેન્ટ ઈચ્છીએ છીએ. આ સાથે સ્કૂટરની ડિઝાઈન તેમજ તેમા વપરાતી વસ્તુઓની ગુણવત્તામાં પણ ફેરફાર કરવા અંગેની માગણી કરવામાં આવી છે. હલકી ગુણવત્તાની વસ્તુઓ વાપરીને બનાવવામાં આવતા સ્કૂટરના કારણે ધણાં માર્ગ અકસ્માતો થાય છે પરંતુ જો સારી ગુણવત્તાવાળી વસ્તુઓનો વપરાશ કરવામાં આવે તો આવા અનેકો અકસ્માત થતા અટકી જાય તેમ છે તેવું યુઝરે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું.

મેનનની પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર અન્ય યુઝર્સો પણ ઓલા સ્કૂટરમાં કોઈકને કોઈક કારણસર આવતી સમસ્યાઓ અંગેની ફરિયાદો કરી રહ્યા છે. એક પછી એક યુઝર્સે કંપનીના સ્કૂટરની ક્વોલિટી વિશે પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને સ્કૂટરના બે ટુકડા થઈ ગયા અંગેની ફરિયાદ પણ કરવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ સ્કૂટર ચલાવનારની સ્પીડ માત્ર 25 હતી ત્યારે અચાનક તે દિવાલ સાથે અથડાઈને તૂટી ગઈ. જ્યારે સપાટ રોડ પર ચાલતા ચાલક સાથે પણ આવી જ ઘટના બની હતી. આ ઘટના પછી યુઝર્સને જવાબ મળ્યો હતો કે ઓલા તેઓ સાથે જલ્દી જ કનેક્ટ થશે અને મામલા અંગેની તપાસ કરશે.

Most Popular

To Top