Business

એલન મસ્કે ટ્વિટર માટે નવો પ્લાન લોન્ચ કર્યો, એડથી મુક્તિ માટે ચુકવવા પડશે આટલા રૂપિયા

નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ X (Twitter) માટે બે નવા પ્લાન (Plan) લોન્ચ (Launch) કરવામાં આવ્યા છે, કંપનીએ એક બેસિક પ્લાન લોન્ચ કર્યો છે જે અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન છે. આ સિવાય કંપનીએ એડ ફ્રી પ્લાન પણ લોન્ચ કર્યો છે જે premium+ પ્લાન છે.

એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) માટે છેલ્લા ઘણા દિવસોથી ખબરો વાઇરલ થઇ હતી કે કંપની એક નવો પ્લાન લાવી શકે છે, જેનાથી તમામ યુઝર્સે ફરજીયાત નાણાં ચુકવવા પડશે. તેમજ યુઝર્સને એડ ફ્રી અનુભવ પણ મળશે. કંપનીએ આ પ્લાનને ઓફીશિયલી લોન્ચ કરી દીધો છે. આ એડ ફ્રી અનુભવ માટે પ્રીમિયમ+ પ્લાન છે. જેમાં યુઝર્સને જાહેરાતોથી મુક્તિ મળશે.

વધુમાં કંપનીએ એક બેઝિક પ્લાન પણ લોન્ચ કર્યો છે. જે એન્ટ્રી લેવલ સબસ્ક્રિપ્શન પ્લાન છે. કંપની તમને રૂ. 243ના માસિક ચાર્જ પર મૂળભૂત પ્લાન ઓફર કરી રહી છે જે વેબ વર્ઝન માટે છે. આ પ્લાનમાં વપરાશકર્તાઓને જાહેરાતો જોવી પડશે. આ પ્લાન પોસ્ટ એડિટિંગ, પોસ્ટને રીપોસ્ટ કરવા અને અન્ય સુવિધાઓ સાથે આવે છે.

મીડીવલ પેકમાં ઘણી સુવિધાઓ ધટાડવામાં આવી
નવા વર્ઝનમાં તમને ક્રિયેટર ફીચર્સ મળશે નહીં. અને બ્લૂ ટીક પણ મળશે નહીં. આ પ્લાન 650 રૂપિયા પ્રતિ મહિનાની કિંમતે મળશે. જેમાં તમને પ્રિયમ ફીચર્સ મળશે. આ પેકમાં તમને એડ્સ પણ જોવા મળશે પરંતુ તે બેઝિક પ્લાનથી ઓછી હશે.

પ્રીમિયમ પ્લસ પ્લાન માટે તમારે કેટલી રકમ ચૂકવવી પડશે?
જો તમને કોઈ જાહેરાત જોઈતી નથી, તો કંપનીએ આ માટે ત્રીજો પ્લાન ઉમેર્યો છે. તે 1300 રૂપિયાના માસિક ચાર્જ પર આવે છે, જેને કંપનીએ પ્રીમિયમ+ નામ આપ્યું છે. કંપનીનું કહેવું છે કે આ પ્લાનમાં અન્ય પ્રીમિયમ પ્લાન અથવા અનવેરિફાઇડ યુઝર્સની સરખામણીમાં યુઝર્સની કોમેંન્ટને વધુ બૂસ્ટ મળશે.

તાજેતરમાં નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે
હાલમાંજ આ પ્લેટફોર્મમાં Audio-Video Call નું ઓપ્શન ઉમેરવામાં આવ્યું છે. વોટ્સએપની જેમ જ આ એપમાં પણ કોલ કરી શકાય છે. પરંતુ ઘણા લોકોને આ ફીચર્સ પસંદ નથી આવી રહ્યા. અસલમાં ટ્વિટરની કામગીરી વોટ્સએપથી ઘણી અલગ છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ લોકો ચેટિંગ માટે નથી કરતાં. પરંતૂ આ પ્લેટફોર્મનો ઉપયોગ લોકો એક કમ્યુનિટી તરીકે કરે છે.

Most Popular

To Top