National

હેમંત સોરેનને હેરાન કરવાના આરોપમાં JMMએ ED અધિકારીઓ વિરુદ્ધ FIR દાખલ કરી

રાંચી: ઝારખંડના (Jharkhand) સીએમ હેમંત સોરેને (Hemant Soren) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (ED) અધિકારીઓ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ FIR નોંધાવી છે. હેમંત સોરેને કપિલ રાજ, દેવવ્રત ઝા, અનુપમ કુમાર, અમન પટેલ અને EDના અન્ય અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ (Complaint) કરી હતી. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આ અધિકારીઓએ 30 જાન્યુઆરીએ દિલ્હીમાં તેના નિવાસસ્થાને દરોડા (Raid) પાડ્યા હતા. જેના દ્વારા મને અને મારા સમગ્ર સમાજને હેરાન કરવાનો અને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ JMM દ્વારા SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ EDની ટીમ જમીન કૌભાંડમાં હેમંત સોરેનની પૂછપરછ કરી રહી છે. દરમિયાન SC/ST પોલીસ સ્ટેશનમાં ઝારખંડ મુક્તિ મોરચા દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સીએમ હેમંત સોરેન પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આ ફરિયાદના આધારે પોલીસે એફઆઈઆર નોંધી છે.

અગાઉ ED અધિકારીઓએ ભારે સુરક્ષા વચ્ચે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની તેમના નિવાસસ્થાને પૂછપરછ શરૂ કરી હતી. હેમંત સોરેન કે જેઓ શાસક ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ પણ છે. તેમની અગાઉ 20 જાન્યુઆરીએ સમાન કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. એક અધિકારીએ કહ્યું કે તે દિવસે પૂછપરછ પૂર્ણ થઈ શકી ન હતી. તેમજ સોરેનની સાત કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી.

પૂછપરછ પહેલા ગઠબંધનના ધારાસભ્યો સોરેનના ઘરે પહોંચ્યા હતા
ED અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝારખંડમાં ‘માફિયાઓ દ્વારા જમીનની માલિકીના ગેરકાયદેસર ફેરફારના વિશાળ રેકેટ’ની તપાસના ભાગરૂપે સોરેનની પૂછપરછ કરવામાં આવી રહી છે. ED મુખ્યમંત્રીની પૂછપરછ શરૂ કરે તે પહેલા જેએમએમ ગઠબંધનના ધારાસભ્યો સવારે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી અને કોંગ્રેસ નેતા બન્ના ગુપ્તાએ કહ્યું કે સોરેન તપાસમાં સહકાર આપી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે બંધારણીય સંસ્થાઓની ફરજ છે કે આવી તપાસ “યોગ્ય રીતે” કરે.

સીએમ આવાસના 100 મીટરની અંદર કલમ ​​144 લાગુ
દરમિયાન જેએમએમ સમર્થકોએ સોરેન વિરુદ્ધ EDની કાર્યવાહી સામે નજીકના મોરહાબાદી મેદાન અને અન્ય કેટલાક સ્થળોએ વિરોધ કર્યો હતો. એક પ્રદર્શનકારીએ કહ્યું, “કેન્દ્રના નિર્દેશ પર ED જાણી જોઈને અમારા મુખ્યમંત્રીને હેરાન કરી રહી છે. અમે સમગ્ર રાજ્યની આર્થિક નાકાબંધી લાદીશું. કલમ 144 હેઠળ રાજધાનીના મુખ્ય સ્થળો અને મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનની 100 મીટરની ત્રિજ્યામાં સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રતિબંધિત આદેશ લાગુ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top