SURAT

‘સો બાર શુક્રિયા..’, સુરત પોલીસ કમિશનર અજય તોમરે શાયરાના અંદાજમાં પોલીસકર્મીઓનો આભાર માન્યો

સુરત(Surat) : સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર (SuratCityPoliceCommissionerAjayKumarTomar) આજે તા. 31 જાન્યુઆરી 2024ના રોજ ફરજ નિવૃત્ત (Retired) થયા છે. તેમની વિદાયના માનમાં આજે સુરત શહેર પોલીસ દ્વારા વિદાય પરેડનું (Pared) વિશેષ આયોજન કરાયું હતું.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ વિદાય પરેડમાં કમિશનર અજય તોમર અને તેમના પત્ની પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. કમિશનરે મંચ પરથી પોલીસ કર્મીઓને છેલ્લો સંદેશ આપતા શાયરાના અંદાજમાં કહ્યું હતું કે, તુમને હમારે લિયે ક્યા કુછ નહીં કિયા સો બાર શુક્રિયા સો બાર શુક્રિયા

સુરત શહેર પોલીસ કમિશનર તરીકે ત્રણ વર્ષ ઉપર થી અજયકુમાર તોમર ફરજ પર હતા. આઇપીએસ તરીકેની તેમની કારકિર્દીના અંતિમ વર્ષો તેઓએ સુરતના કમિશનર તરીકે ફરજ બજાવી છે. આજે તા. 31 જાન્યુઆરીના રોજ ફરજ પરનો તેમનો અંતિમ દિવસ હતો. આવતીકાલે એક ફેબ્રુઆરીથી તેઓ આઇપીએસ તરીકે નિવૃત્ત થઈ રહ્યા છે. જેને લઇ સુરત પોલીસ દ્વારા પોલીસ કમિશનર અજયકુમાર તોમર માટે ખાસ વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. સુરત પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ખાસ વિદાય પરેડ યોજવામાં આવી હતી.

સુરત શહેર પોલીસ ની જુદી-જુદી બટાલિયન દ્વારા પોલીસ કમિશનર માટે ખાસ પરેડ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર અને તેમના પરિવારનું સમગ્ર પોલીસ કર્મચારી અને અધિકારીઓ દ્વારા પુષ્પ વર્ષા કરી ભાવભીની વિદાય આપવા આવી હતી.

વિદાય સમારંભમાં પોલીસ કમિશનર સંબોધન આપતી વેળા ભાવુક થઈ ગયા હતા. તેમણે શાયરાના અંદાજમાં કહ્યું હતું કે ‘અહેસાન મેરે દિલ પે તુમહારા હૈ દોસ્તો , યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો, તુમ સબ મે મેરે વાસ્તે ક્યા ક્યા નહીં કિયા , જીવન તુમ્હારે સાથ ગુજારાહે દોસ્તો , સો બાર શુક્રિયા સો બાર શુક્રિયા… આટલું કહેતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને તમામ વચ્ચે થી ભાવભીની વિદાય લીધી હતી

Most Popular

To Top