World

ઇઝરાયેલ હમાસની ટનલમાં પાણી ભરશે, ભૂમધ્ય સમુદ્રમાં પાઇપ લગાવાયા

તેલ અવીવ: ઇઝરાયેલની સેનાએ (Israel army) સ્વીકાર્યું છે કે તેઓ હમાસના (Hamas) આતંકવાદીઓની ટનલોમાં મોટી માત્રામાં પાણી ભરી રહ્યા છે. ગાઝામાં (Gaza) 800 થી વધુ ટનલોમાં પાણી ભરવા માટે ઈઝરાયેલની સેના ઘણા અઠવાડિયાથી તૈયારી કરી રહી હતી. પરંતુ આ અંગે સેના મૌન સેવ્યું હતું. ઈઝરાયેલ આ ટનલોને (Tunnels) દરિયાના ખારા પાણીથી ભરી રહ્યું છે. જેના માટે મોટા પંપ લગાવવામાં આવ્યા છે.

આ મામલે પ્રથમ ખુલાસો એક અમેરિકન અખબારમાં કરવામાં આવ્યો હતો. જેમાં એક અમેરિકન અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ઈઝરાયેલની સેનાએ ભૂમધ્ય સમુદ્રની નજીક પાંચ મોટા પંપ લગાવ્યા છે. જેના દ્વારા તમામ ટનલ દરિયાના પાણીથી ભરાઈ જશે. આ પાઇપ અલ-શાતી રેફ્યુજી કેમ્પના ઉત્તરમાં લગાવવામાં આવ્યા હતા. તેમાંથી લગભગ દોઢ કિલોમીટર લાંબી પાઇપો નાખવામાં આવી છે.

દરેક પાઇપ દર કલાકે હજારો ઘન મીટર પાણી ખેંચવાની શક્તિ ધરાવે છે. હમાસના આતંકવાદીઓ ગાઝામાં હાજર ટનલમાંથી ગેરિલા યુદ્ધ ચલાવતા હતા. તેમજ ઇઝરાયેલે આ પ્રોજેક્ટ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું ન હતું. ગાઝામાં પાણીની અછત હતી તેથી આ પ્રોજેક્ટ ગાઝાના લોકોને પાણી પહોંચાડવાનો છે કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો હતો.

ટનલોમાં પાણી ભરાવાને કારણે જમીન ધસી જવાનો પણ ભય છે
અમેરિકન અખબારે કહ્યું હતું કે ટનલમાં પાણી ભરતા પહેલા તેની તપાસ કરવામાં આવશે. જેથી બંધકોને મુક્ત કરવામાં આવે. તે પછી જ તેઓ પાણીથી ભરવામાં આવશે. ત્યારે આ સુરંગો પાણી ભરાયા બાદ બચી શકશે કે કેમ તે અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી. કારણ કે સુરંગોમાં દરિયાનું પાણી નાખ્યા બાદ તે જમીન દ્વારા પણ શોષાઈ જશે. થોડા અઠવાડિયા કે મહિનાઓ પછી આ ટનલ કાં તો પાણી શોષી લેશે અથવા તે નબળી પડી જશે અને ડૂબી જશે.

ગાઝાના ભૂગર્ભ જળ સ્તરમાં પણ ફેરફાર જોવા મળશે
સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જ્હોન ઓલ્ટરમેને જણાવ્યું હતું કે ગાઝાની ટનલોમાં દરિયામાંથી પાણી લાવવાથી શહેરના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાને અસર થશે. ગાઝાના ભૂગર્ભ જળ સ્તરમાં આવા પ્રયોગથી કયા પ્રકારનું પરિવર્તન આવશે તે હજી સુધી જાણી શકાયું નથી.

Most Popular

To Top