Charchapatra

હવે આ દિવસો જોવાના બાકી હતા!

આસામ અને મિઝોરમ રાજ્યો વચ્ચે સરહદી વિવાદમાં બંનેના પોલીસ દળની સશસ્ત્ર અથડામણ થઈ એ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ ઘટના બની . અગાઉ પણ દેશમાં સરહદી વિવાદના મામલે રાજ્યો વચ્ચે અણબનાવ બન્યા છે પણ મામલો આ હદે નથી પહોંચ્યો. આમાં કેન્દ્રીય ગૃહ ખાતાની પણ જવાબદારી નક્કી થવી જોઈએ. બ્રિટિશરો ભારત છોડી ગયા ત્યાર પછી અનેક સળગતા લાકડા મુકતા ગયા છે તેમાં પૂર્વાંચલનો મામલો પણ છે.

મોદી સરકારના આગમન પહેલા કોંગ્રેસ આટલા વરસ ઘાસ કાપતી હતી અને પોતાને બાહોશ ગણાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પણ ઊંઘતી ઝડપાઈ. એક તરફ પાકિસ્તાન અને બીજી તરફ ચીન ભારતની સીમા ને હડપ કરવા માંગે છે  ત્યારે આવી ગાફેલિયત દેશને બરબાદ કરી શકે તેમ છે. ભારતના લોકો એટલા કમનસીબ છે કે તેમને કોઈ ચાણક્ય જેવો શાસક જ નહીં મળી શકે!? આપણે રજવાડા યુગ તરફ પાછા જવું છે!? સુરત     – સુનિલ રા. બર્મન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top