હવે મુસાફરોને 2 કલાક પહેલા એરપોર્ટ પર રિપોર્ટ કરવા જવું પડશે

વડોદરા:  ટ્રાફિક કંજેશનના લીધે વહેલી સવાર ની તેમજ મોડી સાંજે રાત્રીની ફ્લાઇટમાં વડોદરા એરપોર્ટ પરથી યાત્રા કરતા બધા યાત્રીને એરપોર્ટ પર બે કલાક વહેલા રીપોર્ટ કરવા એરપોર્ટ ઓથીરિટી દ્વારા ટ્વીટ કરી વિનંતી કરવામાં આવી છે. વડોદરા એરપોર્ટ પર કોરોનાકાળ દરમિયાન આશરે દોઢ વર્ષના લાંબા સમયગાળા દરમિયાન ઠપ્પ રહેલ એર ટ્રાફિક પુનઃ ધમધમતો થયો છે.છેલ્લા બે મહિના દરમિયાન ફ્લાઇટના શિડયૂલમાં અને પેસેન્જરોની સંખ્યામાં પણ વધારો થયો છે. વડોદરા એરપોર્ટ તરફથી મળતી માહિતી અનુસાર દિવાળીના તહેવારોમાં ફ્લાઇટની સંખ્યા 16 થી વધીને 18 થઇ હતી.

અને દિવાળી બાદ રજાઓમાં વડોદરાના એરપોર્ટ પર એર ટ્રાફિકમાં વધારો થયો હતો.હાલમાં વડોદરા એરપોર્ટથી દિલ્હી, મુંબઇ,બેંગલુરુ અને હૈદ્રાબાદની મળીને 20 ફ્લાઇટના શિડયુલ છે. ત્યારે વડોદરા એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો ન આવે તે માટે વડોદરા એરપોર્ટ પરથી મુસાફરી કરતા મુસાફરોએ હવે ફ્લાઇટના સમયના બે કલાક પહેલા પહોંચવાનું રહેશે.જેની માહિતી વડોદરા એરપોર્ટે ટ્વિટર પર ટ્વીટ કરીને આપી હતી.મુસાફરોને મુસાફરીમાં અગવડતા ન પડે તે માટે  નિર્ણય લેવાયો છે.

Related Posts