Vadodara

ભરૂચ બાદ ગોધરામાં ધર્મપરિવર્તનનું ભૂત ધુણ્યું, ખ્રિસ્તી ધર્માંતરણની આશંકા

ગોધરા : ગોધરા ભુરાવાવ વિસ્તારમાં અંકુર સ્કૂલ તરફ આવેલ  શિવ શક્તિ સોસાયટી માં રહેતા એક હિન્દુ પરીવાર ના ઘરે  ખ્રિસ્તી ધર્માંતરણ ની માહિતી મળતા  પોલીસના ઊચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ સ્થળ પહોંચી ગયો હતો.જ્યારે પોલીસ સમક્ષ હિન્દુ પરિવારે  જન્મદિવસની પાર્ટી હોવાથી નડીયાદથી   ખિસ્તી ધર્મના  મિત્રો આવ્યા હોવાનું જણાવ્યું હતુ. ડી.વાય.એસ.પી હિમાલા જોષી ના ચાર્જ હેઠળ સંપૂર્ણ મામલાની તપાસ હાથ ધરવામાં આવતા  હવે જોવાનું એ છે કે તપાસરૂપ મંથનમાંથી શું નીકળે છે.

ગોધરામા મંગળવારની રાત્રે ટોફ ઓફ ધ ટાઉન બનેલી  ખ્રિસ્તી ધર્માંતરણ ની ચર્ચા ને લઈને પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મળતી માહિતી મુજબ શહેર ના  ભુરાવાવ વિસ્તારમાં અંકુર સ્કૂલ તરફ જતા આવતી શિવ શક્તિ સોસાયટી માં રહેતા હિન્દુ પરીવાર ના ઘરે બર્થ-ડે પાર્ટીમાં ૧૨ વ્યક્તિ નડીયાદ થી આવેલા હતા જે તમામ ખ્રિસ્તી ધર્મ ના હતા. લોકચર્ચા ઓ એવી થઈ રહી હતી કે આ ૧૫ વ્યક્તિ જે હિન્દુ પરીવાર ના ઘરે બર્થ-ડે પાર્ટીમાં આવ્યા હોય તેઓ હિન્દુ પરીવાર ને ખ્રિસ્તી ધર્મ માં ધર્માંતરણ કરાવવા માટે આવ્યા હતા તેમજ આ અગાઉ પણ તેઓ અહિં અનેક વાર આવી ચૂક્યા હતા.

જેને લઇને આસપાસ ના રહીશો તેમજ અલગ અલગ સમાજ નાં લોકો ને ખબર પડતાં અનેક લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં આ ગેરકાયદેસર ની પ્રવૃતિ નો વિરોધ કરવા માટે એકઠા થઈ જતાં ઓહાપો મચી ગયો હતો. જ્યારે આ મામલે સ્થાનિક રહીશો તેમજ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ જતાં સમગ્ર મામલાની જાણ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસના  ઉચ્ચ અધિકારીઓ સહિતનો  સ્ટાફ સોસાયટી ખાતે પહોંચી જઈને આ મામલે જરૂરી તપાસ સાથે ખિસ્તી ધર્મના લોકોની પૂછપરછ શરૂ કરી હતી.

આ ૧૨ માં ના સ્ટીવન મેકવાન મૂખ્ય ભૂમિકા માં ભાસી રહ્યા હતા જે નડિયાદ નાં વતની છે તેમજ તે છેલ્લા કેટલાય સમયથી આ રીત ની પ્રવૃતિ કરી રહ્યા હોય તેવી લોક ચર્ચા સાથે    તેમનાં ફેસબુક પેજ પર પણ જોઇ લોકો અનુમાન લગાવી રહ્યા છે તેમજ પોતાને તેઓ “Restoration Revival Team” એટલે કે “પુન:સંગ્રહ પુનરુત્થાન ટીમ” તરીકે ઓળખાવે છે. એમનું માનવું એમ છે કે વિશ્વ માં સર્વે પહેલા એક જ ધર્મનાં હતા જેમની અધોગતી થતા અન્ય ધર્મો માં પરીવર્તીત થયા ત્યારે આ “Restoration Revival Team”  દ્વારા તેમનું આ રીત નું માઇન્ડ વોશ કરી ફરી પાછો મૂળ ધર્મ અપનાવડાવી અન્ય લોકો ને પોતાની સાથે સમાવી પુનઃસંગ્રહ નું કામ કરે છે.

તેમજ તેમની સાથે જોડાવાથી તેનું પુનરુત્થાન થાય છે તેવી ખોટી ધારણાઓ થી ધર્માંતરણ નું ખૂબ મોટું તથા ભયાવહ કાર્ય થતું હોવાનું અનુમાન કરી શકાય તેના માટે જે નડીયાદ થી આવેલા ખ્રિસ્તી ધર્મ ના ૧૨ લોકો જેવા અનેક કાર્યરત હશે જે સમાજ માં અનેક લોકો ને માઇન્ડ વોશ કરી કે પ્રલોભન આપી આવું સામાજીક પતન નું કાર્ય કરી રહ્યા હશે તેવા લોકાનુમાન થવા પામ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ ડી.વાય.એસ.પી  હિમાલા જોષીના ચાર્જ હેઠળ  હાથ ધરવામાં  આવી હોય ત્યારે  જોવાનું એ છે કે તપાસરૂપ મંથનમાંથી શું નીકળે છે.

ગોધરા શહેરમાં  હિન્દુ પરીવાર ના ઘરે  ખ્રિસ્તી ધર્માંતરણ થતુ હોવાને લઈને આ મામલે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે હિંદુ સમાજમાંથી અમુક પરિવાર આ પહેલા પણ ખ્રિસ્તી ધર્માંતરણ કરી ચૂક્યા છે. સિંધી સમાજમાંથી પણ બે કે ત્રણ જેટલા પરિવાર ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. જે રીતે ધીમે ધીમે અનેક લોકો હિન્દુ ધર્મ છોડીને  ખ્રિસ્તી ધર્મ તરફ વળી રહ્યા હોય ત્યારે આ મુદ્દો અત્યંત ગંભીર કહીએ તો નવાઇ નહી.

Most Popular

To Top