મનસુખ શાહે પવળેપુર જવાના રસ્તા પર ગેરકાયદેસર બાંધકામનું સામ્રાજ્ય ઊભું કર્યું

વડોદરા : વાઘોડિયા પીપળીયા ખાતે આવેલ સુમનદીપ વિદ્યાપીઠના પૂર્વ ચેરમેન ડૉ. મનસુખ શાહ નું કેમ્પસ બહુ મોટું છૅ.પીપળીયા થી પવળેપુર જતા જાહેર રસ્તા પર ડો મનસુખ શાહે પોતાનું  ગેરકાયદેસર બાંધકામનું આખું સામ્રાજ્ય ઉભું કર્યું છે. વાઘોડિયા તાલુકાના પીપળીયા ખાતે આવેલ સુમનદીપ વિદ્યાપીઠ ના કેમ્પસમાં ડેન્ટલ કોલેજ, ફાર્મસી કોલેજ ,નર્સિંગ કોલેજ ,મેડીકલ કોલેજ ,હોસ્ટેલ ,હોસ્પિટલ કોલેજ આવેલી છે.

કે એમ શાહ ચેરીટેબલ ટ્રસ્ટના પૂર્વ સંચાલક ડોક્ટર મનસુખ શાહે તમામ નીતિ નિયમ નેવે મૂકીને 33350.37 ચો મીટર  (3 લાખ 58 હજાર 350 ચોરસ ફૂટ) ગેરકાયદેસર બાંધકામ બિન ખેતી જમીન માં ઉપયોગ કરવામાં આવ્યો છૅ. પીપળીયા થી પવળેપુર જતા જાહેર રસ્તા પર ડો. મનસુખ શાહે પોતાનું  ગેરકાયદેસર બાંધકામનું આખું સામ્રાજ્ય ઉભું કર્યું છે. મૂળ ફરિયાદી આશીત અમીનની ફરિયાદ બાદ 5 કલેકટર અને 5 ડીડીઓ બદલાયા છે છતાં કોલસાની ખાણમાં કોઈ અધિકારી પોતાનો હાથ કાળા કરવા માંગતા ન હતા. કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જ્યારે મોકો મળ્યો ત્યારે કાયદાના ખોટા અર્થઘટન કરી મનસુખને લાભ આપવાનો પ્રયત્ન કર્યો હતો.

જમીનના એસીબી ની તપાસ માં 28 થી 30 મામલતદાર થી કલેકટર-ડી.ડી.ઓ. સુધી ના નામો ખુલ્યા છે. એસીબી ના ઇતિહાસ માં પહેલીવાર સ્પે રેવન્યુ એડવાઇઝરોની એપોઇન્ટમેન્ટ થઈ હતી. નિવૃત રેવન્યુ ઓફિસરનાં એક્સપર્ટ ઓપીનીયન લેવાયા હતા. એમનો પગાર એસીબીએ ચૂકવ્યો હતો.એસીબીની પૂરી ટીમ પુરો અભ્યાસ કરી પહેલી ખેતીની જમીન ખરીદી કરી ત્યારથી છેલ્લાં દિવસ સુધીની જમીન ખરીદી અને બાંધકામની ઝીણવટ ભર્યો અભ્યાસ કરી, મદદ કરનારાઓનું લાબું લચક લિસ્ટ બનાવ્યું હતું. કેટલાક જાગૃત નાગરિકો ની પણ મદદ લેવાઈ હતી.

મહેસુલ વિભાગ ના આદેશના કારણે તથા એસીબીની ચકોર નજરને કારણે કોઈએ વધારાની પરમીશન આપી ન હતી. નગર નિયોજન માં સુમનદીપ વિદ્યાપીઠ ના પૂર્વ ચેરમેન ડો મનસુખ શાહે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે નવા નકશા મૂકી રીવાઇઝ્ડ મંજુરી મેળવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તમામ વિભાગની ચાલુ વિજીલન્સ તપાસને કારણે કોઈ નગર નિયોજકે કોઈ પ્રકારનાં  નકશા પાસ કર્યા ન હતા.

જે તે સમયે કલેકટર-ડી.ડી.ઓ.ની તપાસ. કે એમ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ના પૂર્વ સંચાલક ડો મનસુખ સામે જમીનમાં શૈક્ષણિક ધાર્મિક અન્ય હેતુના બિનખેતીની શરત ભંગન .33350.37 ચો મીટર, (3 લાખ 58 હજાર 350 ચોરસ ફૂટ) ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. ડો મનસુખ શાહે ડીમ્ડ યુનિવર્સિટીમાં ias તથા ips તથા વગદાર નેતાઓ રાજકારણી વિધાર્થીઓ અગાઉ ભણી ચુક્યા છે અને હાલમાં પણ ભણી રહ્યા છે. જિલ્લા કલેકટર આર. બી. બારડે જણાવ્યું હતું કે તાજેતરમાં હુકમ મળ્યે ડિમોલિશનની કામગીરી ચાલુ કરવામાં આવશે, નગર નિયોજન વિભાગને ડીમાર્કેશનની કામગીરી સોંપાઇ ચૂકી છે. એક ડિસેમ્બરનાં રોજ રિપોર્ટ આપવાનો છે.

Related Posts