Dakshin Gujarat

ફાટક પર ચોકીદારી કરવા જઈ રહેલા હાંસાપોર ગામના યુવાનનું ટ્રેન અડફેટે મોત

નવસારી : (Navsari) ફાટક પર ચોકીદારી કરવા જઈ રહેલા હાંસાપોર ગામના (Hansapore village) યુવાનનું ટ્રેન અડફેટે (Train Hit) મોત (Death) નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે.જલાલપોરના હાંસાપોર ગામે નિશાળ ફળીયામાં મિન્હાઝ રમજાન ખલીફા રહેતો હતો. ગત 18મીએ મિન્હાઝ વેડછાથી હાંસાપોરની વચ્ચે કિ.મી. નં. 231/04 પાસે મુંબઈથી અમદાવાદ જતા ઉપર ટ્રેન અડફેટે આવી જતા મિન્હાઝ ટ્રેનના એન્જીનમાં ફસાઈ ગયો હતો. જે બાબતે ટ્રેનના પાયલોટે નવસારી રેલવે સ્ટેશન માસ્તરને જાણ કરતા તેઓએ ટ્રેનના એન્જીનના હૂકમાંથી મિન્હાઝની લાશ કાઢી હતી. જલાલપોર પોલીસે (Police) અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. મહેન્દ્રસિંહને સોંપી છે.

વાપી રેલવે સ્ટેશન વિસ્તારમાં યુવકે ટ્રેન આગળ પડતુ મુકયું
વાપી રેલવે સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે કોઇ અજાણ્યા યુવકે ગુડ્સ ટ્રેન આગળ પડતુ મુકી અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો. રેલવે પોલીસને ઘટનાની જાણ થતા સ્થળ પર જઇ તપાસ કરતા યુવકની ઓળખ થઇ શકી ન હતી. જોકે તેના શરીરે ચિત્રેતા ટેટુ અને અન્ય નિશાનીથી પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.

વાપી રેલવે પોલીસને બુધવારે વહેલી સવારે 6.20 વાગે જાણવા મળ્યું હતું કે, રેલવે સ્ટેશનની ઉત્તરે ડાઉન રેલવે લાઇન વચ્ચે કોનરાજ માલગાડી ટ્રેનની આગળ કોઇ અગમ્ય કારણોસર એક 33 વર્ષના યુવકે પડતુ મુકી આપઘાત કરતા તેને માથાના ભાગે તથા શરીરે થયેલ ગંભીર ઇજાના કારણે સ્થળ ઉપર મોત થયું હતું. જેથી પોલીસે લાશનો કબજો મેળવી તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

મૃતકના જમણા હાથના બાય ઉપર અંગ્રેજીમાં SKRK ટેટુ ત્રોફાવેલ છે.
મૃતકના જમણા હાથના બાય ઉપર અંગ્રેજીમાં SKRK ટેટુ ત્રોફાવેલ છે. જે શરીરે મધ્યમ બાંધો, રંગે ઘઉવર્ણ અને 5 ફુટ 2 ઇંચ જેટલી ઉંચાઇ ધરાવે છે.જો કોઇને આ વ્યક્તિની ઓળખ થાય તો રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
વાપી હાઇ‌વે ઉપર રસ્તો ક્રોસ કરતા મજૂરને અજાણ્યા વાહને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળ ઉપર મોત થયું હતું. બનાવની જાણ પોલીસને કરતા ફરાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી. વાપી ગુંજન સ્થિત જ્ઞાનધામ સ્કૂલની પાછળ રહેતા અને કડિયા કામ કરી ઘર ગુજરાન ચલાવતા 50 વર્ષીય કામેશ્વર કાશી બાદ બુધવારે બપોરે કામ અર્થે ઘરથી નીકળ્યા હતા.

દરમિયાન 3 વાગે જલારામ મંદિર નજીક હાઇવે ક્રોસ કરતી વખતે 3 વાગ્યાના સમયે મુંબઇથી સુરત તરફ જતા માર્ગ ઉપર એક અજાણ્યા વાહનના ચાલકે તેમને અડફેટમાં લેતા માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા હોવાથી ઘટના સ્થળે તેમનું મોત થયું હતું. બનાવ અંગે વાપી ટાઉન પોલીસે લાશનો કબજો મેળવી ફરાર ચાલક સામે ગુનો નોંધયો છે.

Most Popular

To Top