Entertainment

ખિલાડી કુમારે ફિલ્મો ફલોપ થવા માટે પોતાને જ જવાબદાર ગણાવ્યા!

મુંબઈ: હિન્દી સિનેમામાં અક્ષય કુમાર (Akshay Kumar) જેવો ભાગ્યે જ કોઈ અન્ય ફિલ્મી હીરો હશે. તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ (Film) ‘રક્ષાબંધન’ થિયેટરોમાં ફ્લોપ (Flop) થઈ ગઈ છે અને અગાઉની ફિલ્મ ફ્લોપ થયાના માત્ર નવ દિવસ પછી, તે તેની આગામી ફિલ્મનું ટ્રેલર લૉન્ચ (Loanch) કર્યું હતું. OTT પર પણ તેમની ફિલ્મો ચાલી ન હોવાની માહિતી મળી આવી છે. તેમની બે ફિલ્મો ‘લક્ષ્મી બોમ્બ’ અને ‘અતરંગી રે’, જે સીધી OTT પર રિલીઝ થઈ હતી, તેમા ચાહકોએ ખાસ રસ દાખવ્યો ન હતો. હવે તેમના પ્રિય ફિલ્મ નિર્માતા વાશુ ભગનાનીની આગામી ફિલ્મ ‘કટપુતળી’ સીધી OTT પર આવી રહી છે.

ફ્લોપ માટે પોતાને જવાબદાર ગણાવ્યા
ફિલ્મ ‘કટપુતળી’ના ટ્રેલર લૉન્ચ વખતે અક્ષય કુમારને જોઈને એવું ન લાગ્યું કે તેને તેની છેલ્લી ફિલ્મ ‘રક્ષાબંધન’ ફોલપ થવાનું કોઈ દુઃખ છે. રક્ષાબંઘન ફિલ્મની રિલીઝ પહેલા જ અક્ષયે કહ્યું હતું કે તે આનંદ સાથે આગામી ફિલ્મ ત્યારે જ કરશે જ્યારે ‘રક્ષાબંધન’ થિયેટરોમાં ચાલશે. બીજી તરફ તેઓ ફિલ્મ ‘કટપુતળી’ને OTT પર રિલિઝ કરવા માટે તૈયાર છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે અક્ષય કુમારે પોતે કબૂલ્યું છે કે, ‘જો મારી ફિલ્મો સફળ ન થઈ રહી હોય, તો તેના માટે હું પોતે જ જવાબદાર છું.’

અક્ષય કુમારને બોલિવૂડમાં યોગ્ય ઓળખ ‘ખિલાડી’ સિરીઝની ફિલ્મોથી જ મળી હતી. અક્ષય કુમાર કહે છે, “હું હંમેશા મારી જાતને નવી રીતે રજૂ કરવામાં અને અગાઉ જે પ્રકારના પાત્રો ભજવી ચૂક્યો છું તેમાં કંઈક નવું કરવામાં વિશ્વાસ રાખું છું. ‘ખિલાડી’ મારા માટે ઘણી રીતે ખાસ ફિલ્મ હતી. આવી જ એક થ્રિલર ફિલ્મ હતી જેણે મારું જીવન બદલી નાખ્યું અને તેણે મને ફિલ્મી દુનિયામાં ઓળખ આપી. આટલા વર્ષોથી હું પણ થ્રિલર જોનર માટે સ્ક્રિપ્ટ શોધી રહ્યો હતો. પરંતુ ‘કટપુતળી’ ‘ખિલાડી’થી સાવ અલગ ઝોનરની સાયકો થ્રિલર ફિલ્મ છે. ‘કટપુતળી’ વિશે વાત કરતાં અક્ષય કુમાર કહે છે, ‘ઘણા લોકો આ શૈલીની ફિલ્મો બનાવી રહ્યા છે પરંતુ મેં આ પહેલાં ક્યારેય સાયકો થ્રિલર પર આધારિત ફિલ્મમાં કામ કર્યું નથી. આ પ્રકારના પાત્ર માટે એ જરૂરી નથી કે તમે શારીરિક રીતે કેટલા ફિટ છો. સાયકો કિલરને પકડવા માટે, તમારે શક્તિની જરૂર નથી પરંતુ મનની રમતોની જરૂર છે. હું ઈચ્છું છું કે આ ફિલ્મ વિશ્વભરના મોટા દર્શકો જુએ, તેથી મેં ‘કુપેટલી’ માટે OTT પસંદ કર્યું.

મળતી માહિતી મુજબ જે રીતે અક્ષય કુમારની ફિલ્મ દર મહિને આવી રહી છે. આ પણ ક્યાંક ફિલ્મ ના ચાલવાનું એક કારણ હોઈ શકે છે. અક્ષય કુમાર કહે છે, ‘કોવિડના સમયે થિયેટર બંધ હોવાને કારણે ઘણી બધી ફિલ્મો ભેગી થઈ ગઈ હતી. હવે જ્યારે થિયેટરો ખુલી ગયા છે, બધી ફિલ્મો આવી રહી છે. ‘કટપુતલી’ પછી મારી પાસે વધુ ચાર ફિલ્મો તૈયાર છે. જો કોવિડ ન હોત તો મારી ફિલ્મો પણ બે-ત્રણ મહિનાના અંતરે આવી હોત.

Most Popular

To Top