Dakshin Gujarat

મહારાષ્ટ્રથી સુરત આવતો ટેમ્પો ભીનાર ગામે પલટ્યો:શાકભાજી રોડ ઉપર વિખેરાયું

વાંસદા: વાંસદાના (Vasda ) ભીનાર ગામે (Bhinar village) આવેલા ખડકાળ સર્કલ નજીક તા. ૨૦ ઓગષ્ટના રોજ સવારે મહારાષ્ટ્ર (Maharastr) કલવણથી સુરત(Surat ) જય રહેલ ટામેટા ભરેલો પીકઅપ ટેમ્પો (Tempoi) નંબર MH 06 AG 5312ના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવતા રોડની બાજુમાં આવેલા મહુડાના ઝ।ડ સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પિકઅપ ટેમ્પો પલટી જતા રસ્તા પર ટામેટા વેરવિખેર થઈ ગયા હતા તેમજ ટેમ્પોમાં પણ ભારે નુકસાન થયું હતું. સદનસીબે ડ્રાઈવર – કડંકટરને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી.

ટેમ્પો બ્રિજની રેલિંગ તોડી નીચે ખાબક્યો હતો
વાપી રેલવે બ્રિજ પર દમણથી વાપી તરફ આવતા ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા સાથે ટક્કર, રિક્ષા ડ્રાઈવરનું મોત થયું હતું.ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી.વાપીના રેલવે ઓવર બ્રિજ ઉપર રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલક ઘાયલ થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટેમ્પો બ્રિજની રેલિંગ તોડી નીચે ખાબકતા માંડ માંડ બચ્યો હતો. ચોમાસાને કારણે બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું કારણ બન્યા હતાં.

ટેમ્પો અને રીક્ષા વચ્ચે ટક્કર થઇ હતી
વાપી-દમણને જોડતા વાપી રેલવે ઓવર બ્રિજ હાલ બિસ્માર હાલતમાં છે. બ્રિજ પર મસમોટા ખાડા અનેક વાહનોમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે, બુધવારે આવા જ ખાડાઓને કારણે GJ15-AV-0627 નંબરના ટેમ્પો અને GJ15-AU-9493 નંબરની રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષાને ટક્કર મારી ટેમ્પો બ્રિજની રેલિંગ સાથે અથડાયો હતો. જેમાં બ્રિજની રેલિંગ તુટી જતા તેનો કાટમાળ નીચે પડ્યો હતો. જ્યારે ટેમ્પો નીચે પડતા બચી ગયો હતો. ઘટનામાં રીક્ષા ચાલક ઘાયલ થતા તેને સારવાર માટે વાપી ચલા PHC પર મોકલવામાં આવ્યો હતો. જ્યાં રીક્ષા ચાલકને થયેલી ગંભીર ઇજાઓને લઈને રીક્ષા ચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વાપી પોલીસને કરી
મળતી વિગતો મુજબ આઇશર ટેમ્પો ન. GJ15-AV-0627 ચાલક આ ખાડાવાળા બિસ્માર બ્રિજ પર ઓવરટેક કરવા જતો હતો ત્યારે, સામેથી આવતી રીક્ષા ન. GJ15-AU-9493 સાથે અથડાયો હતો. અકસ્માતની ઘટના બનતા બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વાપી પોલીસ અને હોમગાર્ડ જવાનો અને 108ની ટીમને કરી હતી. વાપી ટાઉન પોલીસની ટીમ અને હોમગાર્ડ જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ટ્રાફિકને નડતર રૂપ ભાગ દૂર કરીને બ્રિજ પરનો ટ્રાફિક હળવો કરવા અકસ્માત થયેલા બંને વાહનોને ટોઇંગ કરી બ્રિજ નીચે ઉતારી વાહનવ્યવહાર યથાવત કર્યો હતો. ઘટના અંગે ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકને વાપીનો ચલા PHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાપી ચલા PHC ખાતે રીક્ષા ચાલકને થયેલી ગંભીર ઇજાઓને લઈને રીક્ષા ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. વાપી ટાઉન પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરીને નજીકના સરકારી અને ખાનગી CCTV ફૂટેજ મેળવી આગળની તજવીજ હાથ ધરી છે

Most Popular

To Top