SURAT

આવતીકાલે “ખિલાડી કુમાર” આવશે સુરત! 15મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટમાં ખેલાડીનોને કરશે પ્રોત્સાહિત

સુરત: સુરતમાં (Surat) 15મી અક્ષય કુમાર કુમાર (Akshay Kumar) નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ 2023-24નું (Akshay Kumar International Kudo Tournament) આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજાયેલી આ સ્પર્ધામાં આવતીકાલે એટલેક કે 28 નવેમ્બરે ફેમસ બોલિવૂડ સ્ટાર અને કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અક્ષય કુમાર સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) આવશે. જેમાં સમગ્ર દેશના 36 રાજ્યોમાંથી 4 હજાર કરતા વધુ કુડો માર્શલના સ્પર્ધકોએ ભાગ લીધો છે. અક્ષય કુમાર આ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહન આપશે.

બોલીવુડના ખિલાડી કુમારે ખેલાડીઓનો પ્રોત્સાહન વધારવા મોટી જાહેરાત એ કરવામાં આવી છે કે, આ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને ભારત સરકાર દ્વારા નોકરીમાં આરક્ષણ આપવામાં આવશે. આ સાથે ઈટલી ખાતે યોજાનાર 2025માં કુડો વર્લ્ડ કપમાં ભાગ લેવાની સીધી તક પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

અગાઉ અભિનેતાએ દિવાળીની ઉજવણી નિમિત્તે સુરતમાં 14મી આંતરરાષ્ટ્રીય કુડો ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અભિનેતાએ સીઝનના વિજેતાઓને મળતી વખતે ચેમ્પિયનશિપનો એક વીડિયો પણ શેર કર્યો હતો. આ સમય દરમિયાન, અભિનેતાએ ચાહકો સાથે વધુ એક ફની વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પોતાના હાથથી ઈંટ તોડતો જોવા મળે છે.

અક્ષય કુમાર માર્શલ આર્ટ માટે ખૂબ જ પ્રખ્યાત છે. અભિનેતાએ ઘણા વર્ષોથી માર્શલ આર્ટની તાલીમ લીધી છે. અભિનેતાએ કરાટે, તાઈકવાન્ડો અને મુઆય થાઈમાં પણ નિપુણતા હાંસલ કરી છે. અભિનેતા પણ શાળાઓમાં આ કળાનું હોવું ખૂબ જ જરૂરી માને છે.

Most Popular

To Top