Dakshin Gujarat

ફાઇનાન્સન કંપનીમાં કામ કરતા યુવકે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી અને પછી થયું કઈ આવું…

નવસારી : નવસારીમાં (Navsari) ફાયનાન્સ (Finance) કંપનીમાં સીઝર તરીકેનું કામ કરતા યુવાને નવસારી પોલીસને (Police) શંકાસ્પદ વસ્તુઓ હોવાની ખોટી માહિતી આપી કાર રોકવા માટે પોલીસનો દુરૂપયોગ કરતા ફાયનાન્સ કંપનીના સીઝર વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ફાયનાન્સ કંપનીમાં સીઝર તરીકેનું કામ કરતા વિજયભાઈ ચૌહાણ નામના ઇસમ હાઇવે (Highway) ઉપર ફાયનાન્સના હપ્તા ભર્યા નહીં હોય તેવી કારોને સીઝ કરવા માટે રોકવા માટેના પ્રયત્નો કર્યા હતા.

  • ફાયનાન્સના હપ્તા ભર્યા નહીં હોવાથી યુવાને ખોટી માહિતી આપી પોલીસનો દુરૂપયોગ કર્યો
  • પોલીસે ફાયનાન્સ કંપનીમાં સીઝરનું કામ કરતા યુવાન વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો

કાયદેસરની સત્તાનો ઉપયોગ કરાવવાના ઈરાદાથી ખોટી માહિતી આપી
કાર ચાલકોએ કાર રોકી ન હતી. જેથી વિજયભાઈ ચૌહાણ નામના ઇસમે નવસારી કંટ્રોલ રૂમમાં ફોન કરી ફાયનાન્સના હપ્તા ન ભરનાર કારોમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ હોવાની ખોટી માહિતી આપી હતી. જેથી પોલીસ તે કારોને રોકે અને પોલીસ દ્વારા તેઓને ખોટી રીતે હાની પહોંચાડવાના બદ ઈરાદે કારના માલિકોને હાની પહોચે અથવા ત્રાસ થાય તે રીતે પોલીસની કાયદેસરની સત્તાનો ઉપયોગ કરાવવાના ઈરાદાથી ખોટી માહિતી આપી હતી. જેથી નવસારી પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એ.એસ.ઈ. ભગવાનસિંહે નવસારી ટાઉન પોલીસ મથકે કંટ્રોલ રૂમમાં ફોન કરી ખોટી માહિતી આપનાર વિજયભાઈ ચૌહાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. જે.વી. ચાવડાએ હાથ ધરી છે.

Most Popular

To Top