National

નવનીત રાણાનું દાઉદ કનેક્શન : સંજય રાઉતે લગાવ્યો ગંભીર આરોપ

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં રાણા દંપતીએ શનિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ના ખાનગી નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા(Hanuman Chalisa)ના પાઠ કરવાનું એલાન કર્યું હતું. જો કે બાદમાં તેઓએ હનુમાન ચાલીસા નહિ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ મુંબઈ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે રાજદ્રોહ સહિત આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી નવનીત રાણાએ આક્ષેપ કર્યો હતો કે દલિત વર્ગના હોવાના કારણે પોલીસે અમારી સાથે ગેરવર્તણૂક કરી હતી. તેઓના આ આરોપોને નકારતા પોલીસે એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો.

ત્યારે મહારાષ્ટ્રમાં ગરમાતા રાજકારણ વચ્ચે વધુ એક ઘટસ્ફોટ થયો છે. શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે નવનીત રાણા પર ગંભીર આરોપ લગાવ્યો છે. રાઉતે કહ્યું કે અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત કૌર રાણાના અંડરવર્લ્ડ સાથે સંબંધો છે. રાણાએ દાઉદના સુત્રધાર યુસુફ લાકડાવાલા પાસેથી 80 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. લાકડાવાલાનું જેલમાં જ અવસાન થયું હતું. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ‘ડી’ ગેંગ સાથે તેના સંબંધો હતા.

રાણાને કોઈ બચાવે છે?
શિવસેનાના નેતા રાઉતે આક્ષેપ કર્યો હતો કે EDએ લાકડાવાલાના વ્યવહારોની તપાસ કરી હતી, પરંતુ નવનીત રાણા સાથે સંબંધિત કેસ પડતો મૂકવામાં આવ્યો હતો. ED ક્યારે કરશે રાણાની પૂછપરછ? કોઈ તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્રમાં તાજેતરની ઘટનાઓનું અંડરવર્લ્ડ સાથે કનેક્શન હતું.

સંસદીય વિશેષાધિકાર સમિતિમાં મુદ્દો ઉઠ્યો
લોકસભાની સંસદીય વિશેષાધિકાર સમિતિના સભ્યએ મંગળવારે યોજાયેલી બેઠકમાં નવનીત રાણાની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો હતો. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, એક સભ્યએ જણાવ્યું કે સમિતિના સભ્યોએ નવનીત રાણાની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી. આ બેઠક દિલ્હીમાં થઈ હતી અને ભાજપના સભ્યોએ રાણાની ધરપકડ દરમિયાન તેના ગેરવર્તનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ભાજપના એક સભ્યએ કહ્યું કે આ ધરપકડ નિંદનીય છે, સમિતિએ તેની નોંધ લેવી જોઈએ.

Most Popular

To Top