Vadodara

નવા મેયર બાપુ કે પટેલ?

વડોદર: રાજ્યની છ મહાનગર પાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર માટેની જગ્યા માટે બુધવારે રીઝર્વેશન જાહેર થયું છે તેમાં વડોદરામાં પહેલા અઢી વર્ષ માટે સામાન્ય અને બાકીના અઢી વર્ષ માટે મહિલા અનામત જાહેર થયું હતું.

વડોદરા મહાનગર પાિલકામાં અઢી અઢી વર્ષની ટર્મ સામાન્ય રાખવામાં આવતા મેયર તરીકે પરાક્રમસિંહ જાડેજા અને સતિષ પટેલ વચ્ચે રેસ થશે તેવું માનવામાં આવી રહ્યું છે. પરાક્રમસિંહ જાડેજા વર્ષોથી ભાજપના સંગઠનમાં સક્રિય છે જ્યારે સતીષ પટેલ ગત ટર્મમાં સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે.

પહેલાં અઢી વર્ષની ટર્મ માટે મેયર કયા હશે તેને લઈને અટકળો ચાલતી હતી. બુધવારે અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન ડીપાર્ટમેન્ટ ગાંધીનગરે છ મહાનગર પાલિકામાં મેયરના પદ માટેનું રીઝર્વેશન જાહેર કર્યું છે. જેમાં અઢી અઢી વર્ષનું રીઝર્વેશન જનરલ રાખ્યું છે. જેમાં પ્રથમ અઢી વર્ષ પુરૂષ અને બાકીના અઢી વર્ષ માટે સ્ત્રી મેયર રહેશે. આજે આ જાહેરાતને પગલે મેયર પદ માટેના ચાર કાઉન્સીલરો રેસમાં આવ્યા છે.

જેમાં પરાક્રમસિંહ જાડેજા, સતીષ પટેલ, કેયુર રોકડીયા અને ડો. હીતેન્દ્ર પટેલના નામ ચર્ચાઈ રહયા છે પણ સંગઠનમાં સૌથી નજીક ગણાતાં પરાક્રમસિંહ જાડેજા ની મેયર માટેની પ્રથમ પસંદગી થશે તેવું માનવા આવી રહ્યું છે. સતિષ  પટેલને ડેપ્યુટી મેયર અને કેયુર રોકડીયાને સ્થાયી સમીતીના અધ્યક્ષ બનાવવાની અત્યારથી જ વિચારણા શરૂ થઈ છે.

આ પહેલાં પ્રથમ અઢી વર્ષ માટે આદિવાસી સીટ પરથી જીતેલાને ચાન્સ આપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું હતંુ. શહેરમાં એક માત્ર વોર્ડ નં-15 માં આદિવાસી અનામત સીટ છે. જો આ બેઠક પરથી કોંગ્રેસનો ઉમેદવાર ચૂટાઈ આવે તો ભાજપની બહુમતી હોવા છતાં કોંગ્રેસના કોર્પોરેટરને મેયર બનાવવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ ગથઈ શકે તેમ હતુંૅ. તેથી ભાજપના આગેવાનોએ ગાંધીનગરના છેડા અડાવીને મેયર પદ સામાન્ય માટે જાહેર થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતાં. આ પ્રયાસોના ભાગ રૂપે મેયર પદ સામાન્ય જાહેર થયું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top