Top News

રશિયાને જવાબ આપવા નાટોએ 100 યુદ્ધ જહાજો તૈનાત કર્યા, ભારતમાં વડાપ્રધાનની બેઠક શરુ

મોસ્કો: યુક્રેનમાં યુદ્ધનાં પગલે મોટી તબાહી થઇ છે. આ પરિસ્થિતિમાં યુક્રેને ભારત (India) સરકાર પાસે મદદ (Help) માંગી છે. ત્યારે હવે પ્રધાનમંત્રી મોદીએ યુક્રેન સંકટને લઈ તેમના નિવાસસ્થાને ઈમરજન્સી મીટિંગ યોજી છે. આ બેઠકમાં રક્ષા મંત્રી, નાણા મંત્રી અને વિદેશ મંત્રી સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ જોડાયા છે. આ વચ્ચે નાટોએ રશિયાને ચેતવણી આપી છે અને પોતાની સેના યુક્રેન સરહદ પરથી તાત્કાલિક હટાવી દે. આ સાથે જ નાટોએ 100 યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. તો આ મામલે વિદેશ મંત્રી ડૉ. જયશંકરે તેમણે EU HRVP જોસેપ બોરેલ ફોન્ટેલ્સ સાથે ફોન પર વાતચીત કરી હતી. દરમ્યાન રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતનો પક્ષ મુકતા કહ્યું છે કે ભારત યુદ્ધના ફેવરમાં નથી. યુદ્ધ ન થવું જોઈએ. ભારત શાંતિના પક્ષમાં છે.

રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલાના પગલે વિશ્વની અર્થવ્યવસ્થાને માઠી અસર પહોચી છે. આજે ગુરુવારે સવારથી જ રશિયાએ યુક્રેન પર હુમલાઓ શરૂ કરી દીધા છે. રશિયાની મિસાઈલો યુક્રેનમાં તબાહી મચાવી રહી છે. યુક્રેનના સૈન્ય ઠેકાણાને એક બાદ એક રશિયન મિસાઈલો ટાર્ગેટ કરી રહી છે. આખુંય યુક્રેન બોમ્બ ધડાકાઓથી ધ્રુજી ઉઠ્યું છે. મિસાઈલ હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનનાં 40 સૈનિકો જ્યારે, યુક્રેને રશિયાના 50 સૈનિકોને માર્યા ગયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી યુક્રેનના 9 નાગરિકોના પણ આ હુમલામાં મોત થયા હોવાનું બહાર આવ્યું છે. રશિયાના સૈંકડો સૈનિકો યુક્રેનના અનેક વિસ્તારોમાં પહોંચી ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ટેલિવિઝન પર ધમકી આપી છે કે રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ દખલગીરી કરશે તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે. તેમનો ઈશારો ચોક્કસપણે અમેરિકા અને નાટો તરફ છે, ત્યારે હવે યુક્રેને યુદ્ધની તબાહીથી બચવા માટે ભારતની મદદ માંગી છે. જેના પગલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસ સ્થાન પર બેઠક યોજી છે. આ બેઠકમાં રક્ષા મંત્રી, નાણા મંત્રી અને વિદેશ મંત્રી સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો છે.

નાટોની રશિયાને ચેતવણી
નાટોએ ચેતવણી આપી છે કે રશિયાએ તરત જ યુક્રેનમાંથી પોતાની સૈન્ય કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ. રશિયાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું સન્માન કરવું જોઈએ. વિશ્વ રશિયાના ઈરાદાઓ જોઈ રહ્યું છે, તે યુક્રેન પર તેની શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે. નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે યુક્રેન પર રશિયાની કાર્યવાહીને “ઉશ્કેરણી વગરનો અને ગેરવાજબી હુમલો” ગણાવ્યો હતો. નોર્થ એટલાન્ટિક કાઉન્સિલની અસાધારણ બેઠક બાદ બ્રસેલ્સ (બેલ્જિયમ)માં નાટો હેડક્વાર્ટર ખાતે સ્ટોલ્ટેનબર્ગે મીડિયાને જણાવ્યું હતું કે, “અમે રશિયાને તેની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા અને યુક્રેન સહિત યુક્રેનની આસપાસથી તેના તમામ દળોને પાછી ખેંચી લેવાનું કહીએ છીએ.” સેક્રેટરી-જનરલ. રશિયાને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાઓનો સંપૂર્ણ આદર કરવા અને જરૂરિયાતવાળા તમામ લોકોને સુરક્ષિત રાખવા અને તેઓને જરૂરી સહાયની મંજૂરી આપવા હાકલ કરી. આ ઉપરાંત નાટોએ 100 યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે.

વિદેશ મંત્રીયુક્રેન સંકટ પર EU HRVP જોસેપ બોરેલ ફોન્ટેલ્સ સાથે કરી વાતચીત
વિદેશ મંત્રી ડૉ. જયશંકરે જણાવ્યું છે કે યુક્રેન સંકટ અંગે તેમણે EU HRVP જોસેપ બોરેલ ફોન્ટેલ્સ સાથે ફોન પર વાતચીત કરી હતી. યુક્રેનની વિકટ પરિસ્થિતિ અને ભારત કેવી રીતે ઉન્નતિના પ્રયાસોમાં યોગદાન આપી શકે તેની ચર્ચા કરી. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને કહ્યું છે કે વિદેશ મંત્રાલય યુક્રેનમાંથી વિદ્યાર્થીઓ સહિત લગભગ 18,000 ભારતીયોને પરત લાવવા માટે પગલાં લઈ રહ્યું છે. યુક્રેનમાં એરસ્પેસ બંધ છે, તેથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

Most Popular

To Top