Charchapatra

મારું સુરત, ઓહ સુરત

૧૯૭૨ નો જીવ ૨૦૧૭ માં જાગ્યો. વિકસિત સુરતની સૂરત જોવા એ ભાગ્યો;માટલાને બદલે મીનેરલ વોટર મળ્યું,ટાંગાને બદલે ઉબેરનું સરનામું મળ્યું. જોવી હતી એને કતારગામની ટેકરીઓ,હેબતાઈ ગયો જોઈને હીરાની ફેક્ટરીઓ;સિંગણપોરના રસ્તાઓ થઇ ગયા સિંગાપોરનાં,ગૂમ થઇ ગયા ઝાડ આમલી ને બોરનાં. ચારે તરફ દેખાયાં એને ફલાય ઓવરના પડછાયા,બીઆરટીએસ ના રસ્તાઓની અજબ લાગી માયા;બાથ ભરીને સમાઈ જતું નાનું સુરત,ચારે તરફના વિકાસથી બન્યું ખૂબસૂરત. ૭૨ નો જીવ આગળ વધ્યો,પાલ ભાઠાને પાલનપુર પાટિયા પહોંચ્યો;જોઈને ઊંચા ઊંચા ટાવર,એ કોઈ મહાનગરીમાં પહોંચ્યો. ભાઈ હજુ તો વેસુ અલથાણ ને ભરથાણા બાકી છે,કોન્ક્રીટ જંગલની એ તો ઝાંખી છે;ફરતો ફરતો એવા માહોલમાં ગયો,ઇસ્કોન રાહુલરાજ યા વીઆર મોલમાં ગયો. સિનેમા લાઈન પર પિક્ચર જોતો ગરીબડો જીવ,મલ્ટિપ્લેક્સ શું છે એ સમજવામાં લાગી ગયો;ગાંધી કરિયાણાની નાની નાની દુકાનથી ખરીદી કરતો માણસ,સુપરસ્ટોરના ચળકાટથી અંજાઈ ગયો. રસ્તાઓ ઉપર બિંદાસ્ત સાયકલ ચલાવતો જીવ, ટ્રાફિકની અકળામણથી અકળાઈ ગયો;હતો સુરતી લાલો એટલે નજર હોટલો પર ગઈ,ચાઇનીસ ઇટાલિયન મેક્સિકન રેસ્ટોરાં જોઈને  એની મતિ ફરી ગઈ. હરખાયો જોઈને ભણતરનું ઊંચું સ્તર,એને યાદ આવી એની શાળા ને એ જ જૂનું દફ્તર;આખું સુરત ભમી વળ્યો એ ૭૨ નો સુરતીલાલો,આવી ગઈ લાલી ગાલ પર જોઈને પરપ્રાંતીઓનો માળો. જઈ ને પાછો પોઢી ગયો,૭૨ નો એ રસીલો જીવ;જોઈને સુરતની શાન,આવ્યો એના જીવમાં જીવ. ક્યાંક વાંચ્યા પછી લાગ્યું કે સુરતે જે હરણફાળ પ્રગતિ કરી છે તેની ઝલક માણવા જેવી છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

નંબર વન થવાથી બધુ સ્વચ્છ નથી થતું
અતિ દુખ સાથે લખવું પડે છે કે સાંસદના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજય છે. જીઆઇડીસીના દરેક વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ રહે છે. કોઇ ઘટના ઘટે તો માનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જાય છે. કમિશ્નરને નિવેદન છે કે ફકત નં. 1ના બોર્ડ/બેનરો લગાવવાથી કોઇ સ્વાસ્થ્ય સુધરવાનું નથી,સ્વચ્છતા હશે તો જ સ્વાસ્થ્ય સુધરશે, દરરોજ અધિકારીઓ પોતાના વિસ્તારમાન ફરી સ્વચ્છતા પર ધ્યાન આપે, માનગરપાલિકા ટેક્ષ લગાવી આવકો ઉભી કરે છે. આ પ્રોફેશનલ ટેક્ષ શું છે? સામાન્ય વ્યકિત શું ધંધો કરે છે કે આ ટેક્ષ વેરા બીલમાં વસૂલ કરવામાં આવે છે.
 ભારતીય નાગરિક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top