National

ઉદયપુરનાં દરજીની જેમ મહારાષ્ટ્રનાં કેમિસ્ટની ગળું કાપી નિર્મમ હત્યા, નુપુર શર્માના સમર્થનમાં કરી હતી પોસ્ટ

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં 21 જુનના રોજ અમરાવતી(Amravati)માં એક કેમિસ્ટ(Chemist)ની હત્યા(Murder) કરી દેવામાં આવી હતી. જેમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યા કેમિસ્ટે સોશ્યિલ મીડિયા પર પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) પર ટિપ્પણી કરનાર નુપુર શર્મા(Noopur Sharma)ના સમર્થનમાં એક પોસ્ટ(Post) મૂકી હતી. જેને લઈને તેની હત્યા કરવામાં આવી છે. બનાવની જાણ થતા પોલીસે તપાસ શરુ કરી છ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસની તપાસ ગૃહ મંત્રી અમિત શાહે NIAને સોંપી દીધી છે.

ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં રહેતા ઉમેશ કોલ્હે અમિત મેડિકલ નામનો મેડિકલ સ્ટોર ચલાવતા હતા. 21 જૂનની રાત્રે, 54 વર્ષીય કોલ્હે પુત્ર સંકેત અને પુત્રવધૂ વૈષ્ણવી સાથે અલગ-અલગ બાઇક પર તેમના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે બાઈક પર આવેલા હુમલાખોરોએ અચાનક હુમલો ર્ક્યો હતો. હુમલાખોરોએ તેઓના ગળાનાં ભાગ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. અચાનક થયેલા આ હુમલાનાં પગલે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ પુત્ર અને પુત્રવધૂએ મદદ માટે બુમાબુમ કરતા અચાનક અન્ય એક વ્યક્તિ આવ્યો અને ત્રણેય ભાગી ગયા હતા. આસપાસના લોકોની મદદથી ઉમેશ કોલ્હેને નજીકની એક્સન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો હતો.

કેસની તપાસ NIA અને ATS કરશે
આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે. જો કે અહિ ચોકાવનારી વાત એ છે કે રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાના એક અઠવાડિયા પહેલા આ ઘટના બની હતી. નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટને કારણે કોલ્હેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. આ કેસ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે NIA તપાસના આદેશ આપ્યા છે. ઉમેશ હત્યા કેસની તપાસ NIA અને ATS કરશે. રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમ અમરાવતી પહોંચી ગઈ છે. NIAની ટીમે મહારાષ્ટ્ર પોલીસ પાસેથી માહિતી એકઠી કરી હતી. અગાઉ મહારાષ્ટ્ર એટીએસની ટીમ ઉમેશની હત્યાની તપાસમાં લાગી હતી. ATSનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર તેઓ આ કેસમાં કોઈ આતંકવાદી એંગલ છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. ATS એ પણ તપાસ કરી રહી હતી કે શું ઉદયપુરના આરોપીઓની જેમ અમરાવતીના આરોપીઓએ પણ આ જ પેટર્નનો ઉપયોગ કર્યો હતો.

મુખ્ય આરોપીએ પાંચેય આરોપીઓને 10-10 હજાર રૂપિયા આપ્યા હતા
પોલીસે 23 જૂને બે આરોપી મુદસ્સીર અહેમદ અને શાહરૂખ પઠાણ (25)ની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમિયાન અન્ય ચાર લોકોની સંડોવણી સામે આવી હતી. જેમાંથી અબ્દુલ તૌફીક (24), શોએબ ખાન (22) અને અતીબ રાશિદ (22)ની 25 જૂને ધરપકડ કરવામાં આવી છે. જો કે આ કેસનો મુખ્ય આરોપી અહેમદ ફિરોઝ હજુ ફરાર છે. પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી ઈરફાન ખાને ઉમેશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને આ માટે પાંચ લોકોને સામેલ કર્યા હતા. ઈરફાન ખાને અન્ય પાંચ આરોપીઓને 10 હજાર રૂપિયા અને ભાગી જવા માટે કાર આપવાનું વચન આપ્યું હતું.

Most Popular

To Top