Dakshin Gujarat

ચીખલીના પરિવારને ઘર બંધ કરી મુંબઇ દીકરીને ત્યાં જવું મોંઘુ પડી ગયું

ઘેજ : ચીખલી નજીકના મજીગામમાં પરિવાર (Family) ઘર બંધ કરી મુંબઇ (Mumbai) દીકરીના ઘરે જતા રાત્રિ દરમ્યાન તસ્કરોએ ધાપ મારી રોકડા, સોનાના દાગીના સહિત ૧.૧૦ લાખ રૂપિયાની મત્તા ચોરી ફરાર થઇ જતા પોલીસે (Police) ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી પ્રવિણાબેન નટુભાઇ ગજ્જર (રહે. ડેરી કોલોની, મજીગામ) ૫/૧૧/૨૨ ના રોજ પતિ અને પુત્ર સાથે મુંબઇ તેમની દીકરી સ્વીટીના ઘરે ગયા હતા. આ દરમ્યાન રાત્રિના સમયે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલા રોકડા ૧૫,૦૦૦ તેમજ રૂમમાં આવેલા પલંગના નીચે એક થેલીમાં સોનાના ઘરેણા રાખેલા હતા. જેમાં સોનાની બંગડી ૮ નંગ – ૬૫ ગ્રામ – કિંમત રૂપિયા ૨૫,૦૦૦, સોનાની વીટી નંગ-૩ ૧૦ ગ્રામ ૨૦,૦૦૦, સોનાનું મંગળસૂત્ર ૧૦ – ગ્રામ કિંમત ૨૦,૦૦૦, સોનાની બુટ્ટી નંગ-૮ – ૧૫ ગ્રામ ૧૨,૦૦૦, રૂપિયા અમેરિકન ડાયમન્ડના સોનાના કાપ નંગ-૨ ૧૦ ગ્રામ કિંમત ૧૫,૦૦૦, પાતળી સોનાની કાનસેર નંગ-૨ કિંમત ૨,૦૦૦ રૂપિયા, નાકની જડ નંગ-૫ કિંમત ૧,૦૦૦ રૂપિયા સહિત કુલ ૧,૧૦,૦૦૦ રૂપિયાની મત્તા ચોરી જતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ભરૂચનો પરિવાર બહારગામ ગયો ને તસ્કરો રૂ.30 લાખનો હાથફેરો કરી ગયા
ભરૂચ: શિયાળો આવતા જ તસ્કરો માટે કમાણીની મોસમ આવી ચડી હોય તેમ વિવિધ વિસ્તારોમાં ચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ભરૂચમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડા તેમજ યુએસએ ડોલર મળી અંદાજિત 30 લાખ ઉપરાંતની મત્તાનો હાથફેરો કરી પલાયન થઈ જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ મુક્તિનગર સોસાયટીમાં રહેતા વિપુલકુમાર કોઠારી પોતાના પરિવાર સાથે ગત તા.3 નવેમ્બરે રાત્રિના સમયે બહારગામ ગયા હતા. જેઓ 6ઠ્ઠી નવેમ્બરના રોજ ઘરે પરત આવી જોતાં મકાનના ગાર્ડનનો દરવાજો તૂટેલો અને રસોડું ખુલ્લું જોતાં તેમના પેટમાં જાણે ફાળ પડી હતી. તેઓ અંદર જતાં ઘરવખરી વેરવિખેર પડી હતી. ઘરમાં તિજોરીના પણ લોક તૂટેલા અને તેમાં મૂકેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું તેમને માલૂમ પડ્યું હતું. તેઓએ તપાસ કરતાં ચાંદીની 200 ગ્રામની રૂ.10 હજારની થાળી, ચાંદીના 30 સિક્કા કિં.7500, ચાંદીની 5 જેટલી રૂ.2,500ની મૂર્તિ, ચાંદીના 2,000ના બે ગ્લાસ તેમજ મકાનના ઉપરના માળે પ્રથમ બેડરૂમમાં રહેલા કબાટમાંથી 46,000નો સોનાનો સેટ, પાટલા સાથેનો 5,00,6000નો સોનાનો અન્ય સેટ, સોનાની 10 બંગડી જેની કિંમત 4,60,000, સોનાનો ડાયમંડવાળો 46,000ની કિંમતનો સેટ, સોનાનું ડાયમંડવાળું 46,000નું બ્રેસલેટ, સોનાની 15 ગ્રામની 69000ની બુટ્ટી, પ્લેટિનિયમની 23 હજારની વીંટી, સોનાના 4 સેટ કિંમત આશરે 4,60,000, સોનાનું ડાયમંડવાળું ચેનવાળું પેન્ડલ 46,000, સોનાનો 1.15 લાખનો અછોડો, બીજા છૂટક સોનાના દાગીના આશરે 2,76,000ના દાગીના, ચાંદીના છડા-સિક્કા અને મૂર્તિ વગેરે 1 કિલો ચાંદીની વસ્તુઓ, રોકડા રૂપિયા 7 લાખ અને 2 હજાર યુએસએ ડોલર જેની ભારતીય નાણા કિંમત પ્રમાણે 1,66,000 તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ.30,28,000 ઉપરાંતના મુદ્દામાલની તસ્કરી અજાણ્યા તસ્કરો કરી ગયા હોવાની ફરિયાદ ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસમથકમાં નોંધાઈ છે.

Most Popular

To Top